________________
જ શ્રી તીર્થકર ભગવંતોના દેહ )
વિશ્વના વ્યવસ્થાતંત્ર મુજબ જીવોને પાંચ પ્રકારના શરીર હોઇ શકે છે, તેમાં મનુષ્ય અને તિર્યંચને સ્વાભાવિક શરીર ઔદારિકવર્ગણાના પુત્રલનું હોય છે. મનુષ્યરૂપે જન્મેલા તીર્થંકર ભગવંતોને પણ દારિક વર્ગણા નામના પુદ્ગલોથી બનેલું જ શરીર હોય છે પરંતુ તે પુગલો વિશ્વના તમામ પુદ્ગલો કરતાં ચડિયાતા હોય છે, તેથી પરમોદારિક વર્ગણાના પુગલ કહેવાય છે. પ્રભુજીનો અત્યંત રૂપવાન, અત્યંત તેજસ્વી, અત્યંત સુકોમળ તથા એકદમ સુવ્યવસ્થિત બંધારણ ધરાવતો દેહ પાંચમાંથી કોઇ એક રંગવાળો હોય છે. શુક્લ (સફેદ), સુવર્ણ (સોના જેવો), નીલ (લીલો), લાલા અને શ્યામ આ પાંચમાંથી કોઇ પણ એક વર્ણ(રંગ)વાળા પ્રભુજી હોય છે.
જન્મ વખતથી જ પરમાત્માના દેહ પર ૧,૦૦૮ લક્ષણો હોય છે. તે તમામને સૂચવવા વિરાટ કાર્ય બની જાય તેમ છે. તેથી ૩૨ લક્ષણોનો ઉલ્લેખ કરીને સંતોષ મેળવીએ... હાથ-પગ અને સમગ્ર દેહ પર રેખાઓ દ્વારા છત્ર, કમળ, ધનુષ્ય, રથ, વજ, કાચબો, અંકુશ, વાવડી, સાથિયો, તોરણ, સરોવર, સિંહ, વૃક્ષ, ચક્ર, શંખ, હાથી, સમુદ્ર, કલશ, મહેલ, માછલું, જવ, યજ્ઞનો થાંભલો, સૂપ, પુષ્પમાળા, કમંડલ, પર્વત, ચામર, દર્પણ, બળદ, ધજા, અભિષેક કરાતી લક્ષ્મી, મોર.. આ ૩૨ લક્ષણો ઉત્તમ પુરુષોને હોય... તે સિવાય પણ ઉત્તમવસ્તુઓ, ઐશ્વર્યના પ્રતિક રૂપ વસ્તુઓ આદિ અનેક લક્ષણો રેખારૂપે પરમાત્માને હોય..
બીજી રીતે પણ ૩૨ લક્ષણો બતાવાયા છે. ૧) નખ, પગ, હાથ, જીભ, હોઠ, તાળવું અને આંખના છેવાડા-આ સાત સ્થાનો લાલ હોય. ૨) કાન, હૃદય, ડોક, નાક, નખ અને મોટું-આ છ સ્થાનો ઊંચા હોવા જોઇએ. ૩) દાંત, ચામડી, વાળ, આંગળીની રેખાઓ અને નખ-આ પાંચ એકદમ પાતળા હોવા જોઇએ. ૪) આંખ, હૃદય, નાક, હડપચી અને હાથ-આ પાંચ લાંબા હોવા જોઇએ. ૫) કપાળ, છાતી અને મોટું-આ ત્રણ પહોળા હોવા જોઇએ. ૬) ડોક, જાંઘ અને પુરુષચિન-આ ત્રણ નાના હોવા જોઇએ. ૭) નાભિ, અવાજ અને સત્ત્વ-ઊંડા-ગંભીર હોવા જોઇએ.
- ૧૯