________________
અહીં પરોપકારકારિણઃ” ન લખતા પરોપકારવ્યસનિનઃ લખ્યું છે તે બતાવે છે કે જેમ વ્યસનીને વ્યસનના દ્રવ્ય વગર ન ચાલે, તેમ તીર્થકરના જીવોને અનાદિકાળથી પરોપકાર ર્યા વગર ચાલતું નહોતું... તક મળી જાય તો પરોપકાર કરવો એમ નહીં, પરોપકારની તકને સામે ચાલીને શોધવા નીકળે તે વ્યસની... તીર્થંકર પ્રભુ અનાદિકાળથી આવા હોય છે.
૨) ૩૫ર્નની તસ્વાર્થીઃ :- પોતાના લાભને, મહત્ત્વને કે પ્રતિષ્ઠાને જેમણે ગૌણ કરી નાંખ્યા છે... સ્વાર્થ સાચવીને પરોપકાર કરનારા હજી મળે, દેવાધિદેવના આત્મા તો પોતાના સ્વાર્થના ભોગે પરોપકાર કરનારા હોય છે. તેમના ચિત્તમાં પોતાની જરૂરિયાતો, ઇચ્છાઓ કે લાભોનું કોઇ મહત્ત્વ જ નથી હોતું. આવું નિર્મળ ચિત્ત અનાદિકાળથી આ ઉત્તમ આત્માઓને સાંપડેલું હોય છે.
રૂ) વિચિવન્તઃ - અનાદિકાળથી ક્ષુદ્રતા, તુચ્છતા, સ્વાર્થિતા કે મલિનતાનો ભોગ બન્યા વગર પોતાના સ્થાન, જાતિ, કુલ પરંપરા, ધર્મ કે નીતિને અનુરૂપ જ વર્તન કરનારા હોય છે. સ્વાભાવિક ઉત્તમતા અને જાગૃતિના કારણે લોકપ્રિયતા અપાવે તેવા ઔચિત્યનું પાલન તેમના જીવનમાં સહજ બની ગયું હોય છે.
૪) મરીનમાવ: :- સાત્વિકતા, સહિષ્ણુતા, સાહસિકતા કે ઘેર્યના અભાવમાં જ દીનતા આવે.
ત્રિલોકનાથ દીનબંધુ દેવાધિદેવનો આત્મા બધાજ ગુણોની મૂડીના બીજને આત્મામાં પ્રગટ કરી ચૂકેલો હોવાથી ક્યારેય હાયવોય, અકળામણ કે અજંપામાં સપડાય નહીં..બીજાના દુઃખે દુઃખી પ્રભુજી પોતાના દુઃખે હંમેશા સ્વસ્થ જ હોય...જ્યાં અપેક્ષા હોય ત્યાં દીનતા આવે... સત્ત્વશાલી પ્રભુએ અપેક્ષાઓને નબળી પાડી દીધી હોવાથી દીનતાની અસર પ્રાય: ન હોય.
) સત્તામિળ :-પોતાના શક્તિ-સમય-સંયોગો આદિને જોઇને જ પગલું ભરે.
અધમ જીવો હાથમાં લીધેલું કાર્ય મુશ્કેલીની કલ્પનાથી ચાલુ કરતા જ નથી. મધ્યમ જીવો હાથમાં લીધેલું કાર્ય મુશ્કેલી આવતા છોડી દે છે. ઉત્તમ જીવો ઘોરાતિઘોર અંતરાયો આવવા છતાં કાર્ય પાર પાડીને જ રહે છે.
અનાદિકાળથી દેવાધિદેવના આત્માઓ સત્ત્વસંપન્ન હોય છે તેથી લીધેલ કાર્ય પાર પાડીને જ રહે.
૬) મઢાનુશયા: :- પૂર્વગ્રહ કે કદાગ્રહની ગાંઠ કદાપિ મનમાં ન