________________
' તીર્થકર કોણ બની શકે RAW-MATERIAL OF TEERTHANKAR
સંગીતકાર મોઝાર્ટ પાસે એક યુવાન સંગીત શીખવા માટે આવ્યો. મારે પણ તમારા જેવા સંગીતકાર થવું છે. તેના માટે કેટલો સમય લાગે ?' યુવાને પૂછયું.
મોઝાર્ટ જવાબ આપ્યો-“પહેલા બે વરસ સારેગમપધનીસાને લયમાં ગાતા શીખો. પછી ૫ વર્ષ રિયાઝ કરીને ગળું કેળવો. પછીના ૩ વર્ષ..” “આટલા બધા વર્ષ ?” યુવાન રાડ પાડી ઉઠ્યો ને ફરિયાદ કરી “પણ તમે તો ૫ વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કરી દીધેલું. તો મને આટલા બધા વર્ષ કેમ ?'
“હું કાંઈ તમારી જેમ કોઇને પૂછવા નહોતો ગયો કે સારું ગાવું હોય તો શું કરવું ?' ઠાવકા મોંએ જવાબ આપી- “સંગીત એ પોતાની નૈસર્ગિક પ્રતિભા છે.” એ મોઝાર્ટ સિદ્ધ કરી દીધું...
દુનિયામાં શક્તિ પ્રકૃતિનું પણ વરદાન હોઈ શકે છે તો પુરૂષાર્થનું પણ. પરંતુ તીર્થંકરપદ એ તો માત્ર અને માત્ર અનાદિકાલીન જીવની તેવા પ્રકારની પ્રાકૃતિક ભવ્યતાનું જ પરિણામ હોઇ શકે છે. પપુરૂષચરિત વગેરે ગ્રંથોમાં જણાવ્યું છે કે અનાદિકાલીન અવ્યવહાર રાશિમાં (અનાદિ સૂક્ષ્મ નિગોદમાં) હોય ત્યારે પણ તેઓ (તીર્થકરના જીવો) અનેક વિશિષ્ટ ગુણોના કારણે બીજા જીવો કરતા ઉત્તમ હોય છે. ખાણમાં રહેલો હીરો જેમ પોતાની જ સાથે રહેલા પથ્થર-કોલસા આદિ કરતા ચડિયાતો હોય છે, તેમ અનાદિ નિગોદથી તીર્થકરનો આત્મા અન્ય જીવો કરતા ચડિયાતો હોય છે. પાત્રતાથી એટલે કે ગુણોથી-આત્મસ્વભાવથી-પુણ્યથી આ જીવ બીજા જીવો કરતા ચડિયાતો હોય છે.
ચૈત્યવંદનના સૂત્રો પર પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલા “લલિતવિસ્તરા” નામક ટીકાગ્રંથમાં નમૂલ્યુ' સૂત્રમાં આવતા પૂરસુત્તમ’ પદના વિવેચનમાં તીર્થંકરદેવોના આત્મામાં રહેલી અનાદિકાલીન દશ વિશેષતાઓનું વર્ણન ક્યું છે. જેના પ્રભાવે તેઓ તમામ જીવો કરતા અનંતગણા ચડિયાતા સાબિત થાય છે. તે દશ વિશેષતાઓ આ પ્રમાણે છે.
૧) માનનેતે પરાર્થવ્યસનિનઃ :- અનાદિકાળથી આ તીર્થકરના જીવો અત્યંત પરોપકાર કરવાના વ્યસનવાળા હોય છે. હૃદયની કોમળતા, ઉદારતા અને પ્રેમાળતા વગર પરોપકારના વિશિષ્ટ કાર્યો થવા અસંભવ છે.