________________
રાગ, અરિહંત પરમાત્માના વાસ્તવિક ગુણોની લોકમાં પ્રસિદ્ધિ કરવી અને પ્રશંસા કરવી, તથા અરિહંત પરમાત્માને ઉત્કૃષ્ટ દ્રવ્યોનું સમર્પણ તથા ઉત્કૃષ્ટ ભાવોની ભાવના, ધ્યાન, ચિંતન, આજ્ઞાપાલન, તપ આરાધના આદિથી તીર્થંકર નામકર્મ બાંધી શકાય છે.
૨) સિદ્ધવાત્સલ્ય – અનંત સિદ્ધભગવંતો પ્રત્યે શ્રદ્ધાભાવ, અનુમોદના ભાવપૂર્વક ભક્તિ, સિદ્ધ ભગવંતોના ૮ ગુણ અથવા ૩૧ ગુણોને લોકમાં પ્રસિદ્ધ કરવા-તે ગુણોની પ્રશંસા કરવી તથા સિદ્ધ ભગવંતોના આલંબને ઉત્કૃષ્ટ દ્રવ્યોના સમર્પણ અને તપ-ત્યાગ-ભાવના-ધ્યાન આદિ કરવા તે.
૩) પ્રવચન વાત્સલ્ય - કેવલજ્ઞાન દ્વારા વિશ્વના તમામ જ્ઞયભાવોને જોતા-જાણતા વીતરાગ પરમાત્મા અમૃતરસના કુંડા સમી જે દેશના આપે છે તે દેશના એટલે પ્રવચન, અથવા ચતુર્વિધ શ્રીસંઘ એટલે પ્રવચન. આ પ્રવચન પ્રત્યે ભક્તિ-પ્રશંસા અને સમર્પણ રાખવા તે...
૪) આચાર્યવાત્સલ્ય - તીર્થકર ભગવંતોની ગેરહાજરીમાં જિનશાસનના રાજા, ૩૬ x ૩૬ = ૧૨૯૬ ગુણથી યુક્ત, આચારમાર્ગનું પાલનપોષણ અને પ્રવર્તન કરાવનારા આચાર્યભગવંતોની ભક્તિ-પ્રશંસા અને સમર્પણ રાખવા તે. શાસ્ત્રોમાં-ધર્મોપદેશદાતા ગુરુ' નામથી પણ આ પદ ઓળખાય છે.
૫) સ્થવિરવાત્સલ્ય - વયોવૃદ્ધ, પર્યાવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ સાધુભગવંતો-જે પોતાના અનુભવ, વાત્સલ્ય અને જ્ઞાનનો લાભ આપી જીવોને ધર્મમાર્ગમાં સ્થિર કરે છે તે ગુણસમૃદ્ધ સ્થવિર ભગવંતો પ્રત્યે ભક્તિ-અનુમોદના-સમર્પણ રાખવા તે.
૬) ઉપાધ્યાયવાત્સલ્ય – સાધનાની અજાણ પગદંડીએ પગલું પાડતા સાધક માટે જ્ઞાન દીપકની ગરજ સારે છે. તેના વિના તો એક ડગલુ પણ આગળ કેમ મંડાય ? (પઢમં નાણ તણો દયા) આવા જ્ઞાનમાર્ગનું (સૂત્ર-અર્થ બન્નેનું) દાન કરનાર ઉપાધ્યાય ભગવંત પ્રત્યે તીવ્ર અહોભાવ-અનુમોદના અને આત્મસમર્પણ કરવા તે. અનેક શાસ્ત્રોમાં આ પદ “બહુશ્રુત = ઉત્તમ જ્ઞાની” નામથી પણ જણાવાય છે.
૭) સાધુવાત્સલ્ય - વૈરાગ્યવાસિત, કરુણાસભર, પંચમહાવ્રતધારી સંસારત્યાગી-સાધુ ભગવંત-જે વિશિષ્ટ સાધના અને ઉગ્ર તપસ્યાઓ દ્વારા મહાશોર્ય અને મહાસત્ત્વના જીવંત ઉદાહરણ બની રહ્યા છે, તેમના પ્રત્યે