________________
૪
સર્ગ - ૧
પાંડવ ચરિત્રમ્ રાજા કરે છે. ત્રીજા દિવસે ચંદ્ર અને સૂર્યનું દર્શન કરાવે છે. છઠે દિવસે રાત્રિ જાગરણ કરે છે. બારમો દિવસ આવ્યે છતે અશુચિ જાત કર્મ કરણથી નિવૃત્ત બારમે દિવસે રાજા શાન્તનુએ તેના પુત્રનું ગંગાનો અપત્ય (પુત્ર) હોવાથી ગાંગેય એ પ્રમાણે સાર્થક નામને સ્થાપ્યું (આપ્યું).
એક દિવસ રાણી ગંગાએ શિકાર કરવા તૈયાર થયેલા રાજાને જોઈને મસ્તક પર અંજલિ જોડી પ્રેમપૂર્વક વિનંતી કરી. હે પ્રજાપ્રિય ! હે પ્રિયજાય ! હે પ્રાણેશ ! હે પૈર્યધામ ! હે પરોપકાર શિરોમણિ ! હે પ્રાજ્ઞવાન ! હે પોતાના વચન પાળવા માટે સાવધાન! તમારા જેવા સત્યવચની બીજી કોઈ જગ્યાએ નથી. હે નાથ ! આથી હું કંઈક કહું છું. તમે ગુણવાન હોવા છતાં પણ કલાને જાણવાવાળા હોવા છતાં પણ અને નિષ્કલંક હોવા છતાં પણ તમારામાં એક શિકાર કરવાના વ્યસનરૂપ ચંદ્રમાં રહેલા મૃગલાની જેમ મોટું કલંક રહ્યું છે. આથી કહું છું કે હે સ્વામિન્ ! શિકારરૂપ ધર્મવાળા ધર્મને તમે તજી દો અને શુભમાર્ગ (ધર્મ)નું આચરણ કરો.... મારી આ વિનંતીને ઉલ્લંઘવી તે તમારા માટે યોગ્ય નથી. તે સાંભળી રાજા બોલ્યો, આજથી હું શિકાર માટે નહિ જાઉં. પછી કેટલાક દિવસ વ્યતિત થયા પછી ફરી પાછો શિકાર માટે ગયો. વળી તેને પાછો વાળ્યો ત્યારે રાજા બોલ્યો, હે પ્રિયા ! તે સાચું અને સુંદર કહ્યું છે. પરંતુ હું શું કરું ! શિકારના વ્યસનથી બંધાયેલો એવો હું તે ત્યજવા માટે શક્તિશાળી નથી. આથી વ્યસનથી ગ્રસ્તને અટકાવવો કઠિન છે. એ પ્રમાણે કહીને પાછો તે જ વનમાં ગયો. તે સાંભળી ક્રોધિત થયેલી ગંગા પોતાના નાના બાળકને લઈને પિતાને ઘેર ચાલી ગઈ. ભાઈ ઉપર નેહવાળી તે ગંગા વૈતાઢ્ય પર્વતના રતપુર નગરમાં રહેલા પિતાના ઘરમાં રહીને તે બાળકને મોટો કરે છે. હવે શિકારથી પાછો ફરી ઘરે આવેલો રાજા પતીના સમાચાર સાંભળીને મનમાં ખૂબ દુઃખી થયો. ખરેખર વ્યસન મહાદુઃખકારક છે.
કહ્યું છે કે જુગાર, માંસ, દારૂ, વેશ્યા, શિકાર, ચોરી, પરસ્ત્રીગમન - આ સાત વ્યસનો લોકમાં મહાભયંકર દુઃખદાયક નરકમાં લઈ જનારા છે. એ પ્રમાણે તેણે વિચાર્યું નહિ અને તેવી જ રીતે શિકારના રસમાં મગ્ન એવા મનવાળા તે શાન્તનુ રાજાએ દિવસો પસાર કર્યા. પરંતુ પુત્ર અને પતીથી વિખૂટા પડેલા તે રાજાએ અગ્નિમાં પડેલાની જેમ ચોવીસ વર્ષ સાગરોપમની ઉપમાની જેમ પસાર કર્યા. તે ગંગાએ પણ ક્યારેક પિતાના ઘરે તો ક્યારેક તે ગંગાના કાંઠા પરના વનમાં રહેલા શ્રી ઋષભદેવના પ્રાસાદ (મંદિર)માં શ્રી જિનેશ્વરની પૂજા-ભક્તિમાં તત્પર રહી દિવસો પસાર કર્યા.
કહ્યું છે કે તે ધન્ય છે, જેઓ પ્રત્યક્ષ જિનધર્મને આચરે છે. ધન્યથી પણ તે ધન્ય છે કે જેઓ પરદેશ ગયા હોવા છતાં પણ ત્યાં આચરણ કરે છે. એ પ્રમાણે ગંગાએ અને તેના પુત્ર ગાંગેયે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org