________________
રૂરૂ બીજે ક્યાયં લઇ જવાનું નથી કે જેથી 'સુવાનેય' કહેવાની જરૂર રહે. ખરી રીતે 'પ+ની' નો અર્થ દૂર કરવું એવો થાય, જે ઝેરને બરાબર લાગુ થાય, તેમજ, 'મપુનર્માવ' એ પણ ઝેરને સંગત થાય, કેમકે મંત્રાદિથી ઝેર ઉતારી નાખ્યા પછી ફરી એ ઝેરરૂપ થતું નથી. 'શત્રુને બેડીથી બાંધી, પછી એ ફરી શત્રુરૂપ થતો નથી, એવું શત્રુ તો એકલા આ સાક્ષર પ્રોફેસર કહી શકે ! બાકી ઝેરમાં તેવું કહી શકાય.
() સૂત્ર બીજાના ટીપ્પણમાં,-ટીકાકારે લીધેલા 'શૂન' ને બદલે 'શૂર' શબ્દને પ્રોફેસરે 'તદ્દન જુદા અર્થવાળો છે, એમ અદ્ધર આક્ષેપ કર્યો વસ્તુતઃ એ બીજે ય આવે છે. વળી, ર' લ' નું ઐક્ય પણ ગણાય છે.
(૭) 'તિગિચ્છા સત્થીનો નવો અર્થ ચિકિત્સાશાસ્ત્ર એટલે વાઢકાપનું શસ્ત્ર કરી વિદ્વત્તાનું પ્રદર્શન કરવામાં પ્રો. એટલું જોવું ચૂક્યા કે આ વિશેષણ આજ્ઞાનું છે. આજ્ઞા એટલે જિનઆગમ. એને શસ્ત્ર નહિ, પણ શાસ્ત્ર કહેવું ઉચિત છે જેમાં કર્મવ્યાધિની ચિકિત્સા ઉપદેશી છે.
(૮) 'મનુષ્પા૫ર' ની આગળ 'સ' ઉમેરવાનું સૂચવતાં પ્રો. એ ન સમજ્યા કે લોકવિરુદ્ધને જે તજે છે તે વર્તમાનમાં અનુકંપાવાળો બનીને નહિ, કિંતુ અહિંસાદિ વ્રતો લીધા હોઇને અનુકંપાવાળો પૂર્વથી જ બની ચૂક્યો છે. તેથી, 'સ' તો વર્તમાનકાળ સૂચવે છે, તો પછી જો વર્તમાનમાં અનુકંપાવાળો બનતો હોય તો વ્રત લીધેલા ભૂતકાળમાં અનુકંપા ક્યાં રહી? માટે પ્રો. નો 'સ' નો અધ્યાહાર ખોટો છે. .