________________
પરિશિષ્ટ-૧ + સાગર ગંભીર છે, પણ
મીઠો નથી, સૂર્ય તેજસ્વી છે,
કે પણ શીતળ નથી, ચંદ્ર સૌમ્ય વિલોકન | છે, પણ નિષ્કલંક નથી, સિંહ
શૂરવીર છે, પણ દયાળુ નથી... આ સૂચિનો અંત
આવે તેમ નથી. મહાકવિ કાલિદાસે કહ્યું છે, “મૈત્ર સર્વાસન્નિપાત: ' એક જ પાત્રમાં સર્વ ગુણો આવી પડતાં નથી. મહાકવિની આ પંક્તિ ઠેર ઠેર સંવાદી થતી હશે, એની ના નહીં, પણ એક પાત્રમાં એ વિસંવાદી પુરવાર થાય છે, જેનું નામ છે વર્લ્ડમાનતપોનિધિ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા.
કલ્પનાની આંખે જોઇએ તો એવું લાગે કે ક્યારેક રાબેતા મુજબનું સર્જન કરતા વિધાતા કંટાળતો હશે અને આવા યુગપુરુષનું સહજ સર્જન થઇ જતું હશે. સાધનાના કયા કક્ષને આ ભુવનભાનુએ અજવાળ્યો નથી, એ જ એક પ્રશ્ન છે. ચાલો, એ અજવાળામાંથી કેટલાક તેજકિરણોનું સાન્નિધ્ય માણીએ, અને તેના દ્વારા આપણા જીવનને ઉજાસથી ભરી દઈએ.