________________
૨૫૮
પંચસૂત્રોપનિષદ્ પણ એક ક્ષણ માટે પણ, ઉડતી નજરે પણ બહેનોની પર્ષદા તરફ નજર કરી નથી.”
સંસારને જ્યાં આશ્ચર્ય જણાય છે, એ યોગીની સહજદશા હોય છે. ચમાની ગોલ્ડન ફ્રેમ પરના કાળા લપેડા, કપડાના દોરાઓની રીવર્સ એક્ઝીટ, એક ઝાટકે મેવા-મિઠાઇ-ફૂટનો આજીવન ત્યાગ, ભક્તોની ભૂતાવળથી સદા ય સલામત અંતર, સાદામાં સાદા ઉપકરણો....ક્યાં ક્યાં એમની વિરાગની ધજા ફરકતી ન હતી, એ જ એક પ્રશ્ન છે
અનરાધાર પ્રવચનધારા..... પૃથ્વીચંદ્ર-ગુણસાગર, વિજયશેઠ-વિજયાશેઠાણી જેવા પાત્રો હોય, અંતરમાં ઘૂઘવાટા કરતો વૈરાગ્યનો દરિયો પ્રવચનના માધ્યમે પ્રગટ થઈ રહ્યો હોય, સંવેદનની અભિવ્યક્તિ પરાકાષ્ઠાએ પહોંચી હોય, શ્રોતાગણની આંખો અવિરત અશ્રુધારા કરતી હોય, પથ્થર હૃદયો પણ પીગળી જતાં હોય, વિષય-કષાયોના મિનારાઓ કડડડભૂસ થઈને તૂટી પડતા હોય, કઠિન કર્મોના પડળો પળે પળે ધોવાતા હોય... આ કોઈ એકાદ દિવસની વાત નથી. પૂજ્યશ્રી ૫૦-૫૦ વર્ષો સુધી મન મૂકીને આ રીતે વરસ્યા છે અને હજારો-લાખો ભવ્યાત્માઓના ઉદ્ધાર કર્યા છે. શિબિર જેવા વિશિષ્ટ આલંબનની શ્રીસંઘને ભેટ ધરી છે અને તેના માધ્યમે શ્રીસંઘના દેદાર પલટી નાખ્યા છે.'