________________
પરિશિષ્ટ-૧
૫૯
શાસ્ત્રપારગામિતા
છઠ્ઠના પારણે છઠ્ઠ કરીને આત્મતત્ત્વવિવેક જેવા જટિલ ગ્રંથોનો અભ્યાસ....ન્યાયભૂમિકા જેવા માસ્ટર કી-ગ્રંથોનું સર્જન.... ૫૦ વર્ષ પહેલા ભણેલા ગ્રંથો પણ જાણે તાજા જ હોય એમ ઉપસ્થિત... શાસ્ત્રપંક્તિઓના ગંભીરતમ અર્થોને પ્રગટ કરવાની એક સહજ કળા... કાળધર્મના આગલા દિવસ સુધી અવિરત અધ્યાપનપ્રવૃત્તિ... ચમત્કૃતિસભર ચિંતનો દ્વારા ચાંદનીનો સદુપયોગ...શતાધિક શાસ્ત્રોના સર્જન... દિવ્યદર્શનના માધ્યમે વિશ્વને દિવ્ય જ્ઞાનદષ્ટિનું પ્રદાન... હજારો શ્લોકો પ્રમાણ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો કંઠસ્થ . . . આગમના રહસ્યો હૃદયસ્થ... વધુ તો શું કહું? ઘણી વાર એવું લાગે છે કે આપણે ‘ન્યાયવિશારદ' કહીએ છીએ, તેમાં પૂજ્યશ્રીને અન્યાય તો નથી થતો ને ?
કૃતજ્ઞતા
શતાધિક શિષ્યોના ગુરુ બન્યા પછી ય પોતાના ગુરુદેવની સેવામાં ઉછળતે ઉમંગે પડાપડી, ગુરુની વૃદ્ધવયે હોંશે હોંશે તેમને ખભે ઉંચકીને વિહાર, ગુરુના કાળધર્મના સમાચાર સાંભળતા જ અસહાય બાળકની જેમ કરેલું આક્રંદ... ગૃહસ્થ વિદ્યાગુરુનો પણ અદ્ભુત વિનય... પોતાની ૧૦૦ ઓળીનો યશ એક શ્રાવકને જાય છે... એવી જાહેરમાં જાહેરાત... ખરેખર યુગપ્રભાવક હોવા છતાં પણ આ સ્થિતિ પ્રકૃષ્ટ ગુણિયલતા વિના શક્ય જ નથી.