________________
૨ ૬૦
પંચસૂત્રોપનિષ જિનશાસનનિષ્ઠા “અહિંસા પરમો ધર્મ: આ પ્રભુ વીરના નાદને જગતમાં ગુંજતો કર્યો, અનેક સ્થળોએ કતલખાના, બલિપ્રથા, ઇંડાવિતરણ બંધ કરાવ્યા, ગીરના જંગલમાં સિંહદર્શનની હિંસક યોજનાને ઉચાળા ભરાવ્યા, દિવસરાત અથાગ પરિશ્રમ કરીને બાળદીક્ષાની રક્ષા કરી, દેવદ્રવ્ય આદિ અનેક બાબતોમાં જિનાજ્ઞાનું પ્રવર્તન કરાવ્યું... જિનશાસનનિષ્ઠાની પરાકાષ્ઠા તો ત્યાં દાખવી કે જ્યાં સામુદાયિક પક્ષપાતને ગૌણ કરીને સમગ્ર શ્રીસંઘના હિતને મુખ્ય કર્યું. જિનશાસનહીલના અને શ્રીસંઘસંક્લેશનું નિવારણ કરવા માટે કડવા અપમાનોને સહન કરી લીધા. ગુરુના આશયને સતત અનુસરતા રહીને સ્વર્ગસ્થ ગુરુદેવના પણ અનહદ આશીર્વાદ પામી લીધા.
કળિકાળની અંધારી રાતે ઉગેલો એક ઝળહળતો ભાનુ... પાંચમા આરે ય ચોથા આરાના અપ્રમત્ત સાધક સાધનાના પ્રદેશ પ્રદેશને અજવાળતું દેદીપ્યમાન વ્યક્તિત્વ. સહજપણે Master of all જેવા ઉદ્ગારો નીકળી જાય. એવી એક વિરલ વિભૂતિ... એવા પૂજયશ્રીના ચરણોમાં કોટિ કોટિ વંદના.
ગુરુપાદપઘરેણુ આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ