________________
૪૦
તે સમ્યગ્દષ્ટિ ભવ્યને જ હોય છે. પરિજ્ઞાનો આ અર્થ શ્રી આચારાંગ વગેરે સૂત્રો અને એની વૃત્તિઓમાં સ્પષ્ટ છે.
(૨૩) અસ્થિર-સ્થિર બે જાતના દ્વીપ-દીપના પ્રસંગમાં ટીકામાં 'મયત્રીદ્યો નાક્ષેપોસિદ્ધયે પ્રત્યાયત્વ' જે લખ્યું તેનો અર્થ સ્પષ્ટ છે કે 'દ્વીપ-દીપ બંનેમાં જે પહેલો અસ્થિર પ્રકાર તે અક્ષેપણ અર્થાત્ વિલંબ વિના તરત જ) ઇષ્ટ મોક્ષની સિદ્ધિ નથી બનતો, કેમકે વિનાશી છે.' અહિ પ્રો. 'ઉભયત્રાદ્યોનાક્ષેપણ એમ વચમાં અવગ્રહ કલ્પીને 'અનાક્ષેપણ' પદ લગાવી અર્થની વિમાસણમાં અને ભ્રમમાં પડ્યા !
(૨૪) 'પવન્ને-પ્રપન્ના' પદમાં 'પદ ધાતુ ગતિ અર્થમાં હોવાથી અને 'અત્યથંડર્મવિમુખેઃ' હૈ. વ્યા. સૂત્રના અનુસારે 'રુ' પ્રત્યય કર્તામાં આવવાથી, કર્તરિભૂતકૃદંત છે. પણ પ્રો. આના અજ્ઞાનથી કર્મણિ ભૂતકૃદંત સમજી પ્રપન્નનું પ્રપન્નવાન કરવા શીખવે છે !!
(૨૫) 'તત્તત્તવાહો' માં પ્રો. તતુ-તત્ત્વને સ્થાને તત્પત્વની ભલામણ કરવા જતાં ભૂલ્યા, અને વિરુદ્ધ હેતુ ઊભો કર્યો, કેમકે આ પદ તો પૂર્વે બતાવેલ બીજી અપૂર્ણ ક્રિયાઓની અસંપૂર્ણતામાં હેતુદર્શક છે. જ્યારે તત્પત્વનું ખંડન એ તો ઊલટું અસંપૂર્ણતાને વિરુદ્ધ પડે. ત્યારે ટીકાકારે લખ્યા મુજબ 'તત્તત્ત્વનું એટલે કે ભોગક્રિયાના શુદ્ધ આનંદદાયી સ્વરૂપનું જે સંક્લેશાદિજન્ય ખંડન, એ ક્રિયાની અસંપૂર્ણતામાં હેતુ બની શકે. આ ન સમજવાથી પ્રોફેસરે મૂળ ગ્રંથમાં પણ હેતુદર્શક આ પદને પૂર્વથી છુટું પાડી નવા ફકરામાં મૂકવાની ભૂલ કરી ! તેમજ પૂર્વોક્ત અસંપૂર્ણતાના હેતુને ય તદ્દન વિસરી જવાની ભૂલ કરી !