________________
४६
ચરણકરણાનુયોગમાં આગમો પછી પંચસૂત્ર મૂલ આધારસ્થંભ તરીકે લાગે છે. પંચસૂત્રનો આધાર આગમો છે. વિધિવાદનો આ સંક્ષિપ્તસંગ્રહ ગ્રન્થ નિદિધ્યાસન માટે પણ પરમ ઉપકારક છે. આનો વિવેચન ગ્રન્થ પણ ઘણા પદાર્થોને અલ્પ શબ્દમાં સંગ્રહે છે. તેથી ખૂબ સ્થિરતાપૂર્વક પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વાક્ય અને પ્રત્યેક પ્રકરણ પુનઃ પુનઃ મનનીય છે. મુક્તિકાર,
લી. કૃપાક્ષરોદધિ ગુરુદેવ દશા પોરવાડ સોસાયટી
સિદ્ધાંતમહોદધિ પૂ. આચાર્યદેવેશ અમદાવાદ.
વિજયપ્રેમસૂરીશ્વરજીનો વિનેયાણુ ભાનુવિજય આસો સુદ ૩ વિ. સં. ૨૦૨૨
(આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.)
આનંદનીય-અનુમોદનીય - ૬ પ. પૂ. દાદાગુરુદેવશ્રીની આ અણમોલ પ્રસાદી સેંકડોહજારો વર્ષો સુધી સાધકોને કૃતાર્થ કરતી રહે એ ઉદ્દેશથી આ સંસ્કૃત તાત્પર્યાનુવાદનું સર્જન તો થયું. પણ એના સંપાદન માટે વિશિષ્ટ વિદ્વાનોનો સહયોગ આવશ્યક હતો. ૫ પૂ. શાસનપ્રભાવક પંન્યાસપ્રવર શ્રી મુક્તિવલ્લભવિજયજી ગણિવર્યના શિષ્યરત્ન પ. પૂ. વિદ્વદ્વર્ય મુનિરાજ શ્રી વીતરાગવલ્લભવિજયજી મ. સા. તથા પ.પૂ. શાસનપ્રભાવક પંન્યાસપ્રવર શ્રી યશોવિજયજી ગણિવર્યના શિષ્યરત્ન પ. પૂ. વિદ્વદ્વર્ય મુનિરાજશ્રી નિર્મલયશવિજયજી મ. સા.એ પોતાના અમૂલ્ય સમયનો વિનિયોગ કરીને આ પ્રબંધના સંપાદનમાં સુંદર સહયોગ આપ્યો છે, તે અત્યંત અનુમોદનીય છે. તેમને ખૂબ-ખૂબ અભિનંદન-ધન્યવાદ ઘટે છે.