________________
४४
(ઘ) 'સંનેિસ' એટલે સંક્લેશ. એ જિનાગમ પ્રસિદ્ધ શબ્દ છે, એનો અર્થ કષાયની તીવ્રતા થાય છે. પ્રો. તેનો દુઃખ એવો અર્થ કરે છે, તે ખોટો છે. કેમકે માત્ર દુ:ખમાં જ નહિ, સુખમાં ય ઘણીવાર જે ગુસ્સો, અભિમાન, માયા, તૃષ્ણા વગેરેની તીવ્રતા સંભવે છે, તે પણ સંક્લેશ છે.
(ચ) બીજા ફકરામાં 'અનુત્તરવુખ્યસંમાર' થી અનુત્તર એટલે સર્વશ્રેષ્ઠ એવો, પુણ્ય સંભાર એટલે પુણ્યનો પ્રાગ્ભાર, જે તીર્થંકર નામકર્માદિ, તે લેવાનું છે. તે શ્રી અરિહંત પ્રભુની જ ખાસ વિશેષતા છે. તે ન સમજી પ્રો. સામાન્યથી સર્વશ્રેષ્ઠ પુણ્યોના સમૂહ લે છે. વળી આમાં પુણ્યનો અર્થ ગુણ કર્યો તે પણ ખોટો છે.
(છ) ત્રીજા ફકરામાં કેવળજ્ઞાનનો અર્થ 'સર્વવિષયનું જ્ઞાન અનંત જ્ઞાન' એવો થાય છે એની જગ્યાએ પ્રો. 'ખામી વિનાનું જ્ઞાન' એવો અર્થ લખે છે, તે અર્થ સમજ વિનાનો છે.
(જ) બીજું કૃતકૃત્યમાં કૃત્યનો અર્થ પ્રો. ફરજો કરે છે, પણ તે ખોટું છે. કેમકે ફરજો પૂરી કરેલી હોય છતાં પોતાની અપૂર્ણ સ્થિતિને પૂર્ણ કરવાનું કામ જ્યાં સુધી ઊભું રહે છે, ત્યાં સુધી મોક્ષ નથી. માટે ત્યનો અર્થ દરેક કાર્ય એવો લેવાનો છે, કૃતકૃત્ય એટલે હવે જેને કાંઇ જ કરવાનું રહેતું નથી તે.
(ઝ) ચોથા ફકરામાં સાધુને પરોપકાર-નિરત કહ્યા. એનો અર્થ પ્રો. બીજાને મદદ કરનારા એવું કહે છે, તેને બદલે શ્રેષ્ઠ ઉપકાર કરનારા (Benevolent) કહેવા જોઇએ. સાધુઓ ગૃહસ્થને તો મદદ કરનાર નહિ, પણ ઉપકાર કરનારા કહેવાય છે.