________________
४५
આ તો સામાન્ય ભૂલોનું દિગ્દર્શન છે, પણ પ્રો. ના આ ભાષાંતરમાં આગળ ઉપર તો ઘણી અસહ્ય અનેક ગંભીર ભૂલો છે, જેને અહીં સંમાર્જવાનો અવકાશ નથી. પણ તે ભૂલો આ વિવેચન-ગ્રંથ પરથી સમજી શકાશે. વિદ્વત્-શરણ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના લેખમાં ભૂલો કાઢવા જતાં, કે એમના કરતાં સારો અર્થ બતાવવા જતાં પ્રોફેસરે પોતે કરેલી સંખ્યાબંધ ભૂલોનું અને ભાષાંતરમાં કરેલ અનેકાનેક તાત્ત્વિક
“ઓનું મુખ્ય કારણ તો એમને ગુરુગમનો અભાવ લાગે
છે. આ પંચસૂત્રકમાં બતાવેલ અવશ્ય કર્તવ્ય ગુરુની નિશ્રા વિના કેવળ ભાષાજ્ઞાંનથી કે ઇધર-ઉધરના પાના-પ્રસ્તાવનાઓ ઉથલાવી જવાથી ગંભીર જિનાગમોના સાચા અર્થ સમજાઇ જાય; એ માનવું મિથ્યા છે, અયુક્ત છે. ગીતાર્થ ગુરુઓના માર્ગદર્શન વિના વાચા કે કલમ ઉપાડવાનું પરિણામ કેટલું કટું આવે છે, તે ઉપર બતાવ્યું છે. જે કોલેજના વિદ્યાર્થીઓ વાસ્તવ વિદ્વાન સાધુઓના સંસર્ગમાં નથી આવતા, તે આવા પ્રોફેસરોના લેખથી કેવી વિદ્યા પામે એ પણ સમજાય એવું છે. એવી વિદ્યા પર બી. એ; એમ. એ; પી.એચ.ડી. નાં વૈભવી બિરુદો આપતાં પહેલાં અને એવા પુસ્તકોને પાઠ્ય પુસ્તકો બનાવવા પૂર્વે યુનિવર્સિટીએ પૂરતી તપાસ કરવી ઘટે. કોલેજીયનોએ પણ આ ઉપ૨થી સદ્વિદ્યા માટે ખૂબ સાવધ રહેવું ઘટે.
પ્રાંતે, મોક્ષના આદર્શવાલા આર્યમાત્રને સ્વાધ્યાય માટે, તથાભવ્યત્વના પરિપાક માટે આ શ્રી પંચસૂત્રશાસ્ત્ર અતિ આવશ્યક છે, આનો રોજ સ્વાધ્યાય કરવો જોઇએ, જેથી સાચો મોક્ષાધિકાર પ્રાપ્ત થાય. આના નિરુપણો ઘણા મૌલિક અને વ્યાપક છે. જેમ દ્રવ્યાનુયોગમાં તત્વાર્થાધિગમ, તેમ