________________
३८ વાપરેલો, એમ કહી પ્રો. શું કહેવા માગે છે ? જૈનસૂત્રોમાં 'આયત' શબ્દ 'મોક્ષ' અર્થમાં સારી રીતે વપરાયેલો છે, ને તે વ્યુત્પત્તિસિદ્ધ છે.
(૧૯) 'અનિયોગ' નો અર્થ 'દુરુપયોગ કર્યો તે યોગ્ય નથી. હજી દુન્નિયોગનો એ અર્થ થાત. અહિ તો અધિકાર અર્થ યોગ્ય છે.
(૨૦) 'અત્યઉ' માં તો પ્રો. ખૂબ જ ચૂક્યા. કેમકે ખરી રીતે આ વિરાધના-અનારાધનાનું પ્રકરણ એ સમજી શક્યા નથી. આ પ્રકરણની સમજ રહસ્ય સાથે આ વિવેચન-ગ્રંથમાં વિસ્તારથી આપવામાં આવી છે. એ પરથી સમજાશે કે સૂત્રકાર બે વિભાગ કરે છે, એક માર્ગોલ્લંઘી અને બીજો માર્ગગામી. એમાં માર્ગગામીને પણ સ્કૂલના (વિરાધના) ન જ સંભવે એમ નહિ, સંભવે ખરી. કેમકે એ છદ્મસ્થ છે. પણ એની સ્કૂલના અનર્થહેતુ નહિ પણ 'અર્થહતુ ઇષ્ટનો હેતુ હોય છે; કેમકે એણે માર્ગ તરફ ચોક્કસ પ્રયાણ આરંભ્ય છે. હવે અહિં પ્રો. 'અર્થ-હેતુમાં અર્થનો અર્થ 'શબ્દની સમજ' એવો કરે છે, એ કેટલું બધું બેહૂદું છે ! કેમકે માર્ગોલ્ડંઘીને પણ એવો સૂત્રાર્થ એ પ્રયોજન તરીકે તો હોય છે. વળી પ્રો. મૂલ સૂત્રમાંનું 'ન એસા મગ્નામિણો વિરાણા અણસ્થમુહા' એ અંશને ઉપરના ફકરામાં લીધો અને પછી જુદા ફકરામાં 'અત્યuઉ' લીધું, એ કેવું અજ્ઞાનતાભર્યું ? વસ્તુતઃ કહેવું તો એ છે કે માર્ગગામીની વિરાધના તો (ઉન્માર્ગી જેવી) અનર્થમુખી નથી બનતી પણ અર્થ (ઇષ્ટ મોક્ષ) નો હેતુ બને છે. પ્રો. ને આ નહિ સમજાવાનું કારણ એ છે કે અહિ "મામિળો