________________
પણ અસ્થાને છે. કેમકે શુક્લપાક્ષિકમાં શુક્લપક્ષ એટલે શુક્લમત અર્થાત્ ક્રિયાવાદ (અસ્તિત્વવાદ) લેવાનો છે. એટલે કે આત્માકર્મ-મોક્ષ વગેરેના અસ્તિત્વને યથાસ્થિત માને તે ક્રિયાવાદી, શુક્લપાક્ષિક ગણાય અને એ ન માને તે નાસ્તિત્વવાદી, વનયિકવાદી વગેરે અક્રિયાવાદી, તે કૃષ્ણપાક્ષિક ગણાય. આ જૈન આગમોની માન્યતા છે. (જુઓ શ્રી યશો વિ.ક્ત ધર્મપરીક્ષા) આમાં ક્રમસર તેજ વધવા ઘટવા રૂપ ચંદ્રના શુક્લપક્ષ કૃષ્ણપક્ષ જેવી કલ્પના સંગત નથી. નહિતર કૃષ્ણ. સદા વધારે પ્લાન થયો જાય !
(૧૪) વિભાષા માં પ્રો. નું નવું અવતરણ દ્વિભાષા' એ અસંગતે છે 'હાર' નો ભલે પ્રાકૃતમાં 'વાર' આદેશ થાય, પણ 'દ્ધિ નો તો 'હું' જ આદેશ થાય છે. જેમ કે 'દ્વિવિધ' નું દુવિહં થાય, પણ વિવિહં નહિ. દ્વિગુણનું વિગુણ' નહિ પણ 'દુગુણ' થાય. દ્વીપનું 'વાવ' નહિ, પણ 'દીવ' થાય છે. તેમ
અહિ પણ 'દ્ધિમાષT' લેવું હોત તો દુભાષા કહેત, નહિ કે વિભાસા. વિભાસાનો અર્થ તો વિભાષા જ થાય. * (૧૫) 'સુપ્પઉત્તાવસ્મયના અર્થમાં પ્રો. સામાયિકાદિ છે આવશ્યક લે છે, તે ખોટું છે. કેમકે સામાયિકાદિનો સારો અભ્યાસ તો પ્રવ્રજ્યા લીધા પછી કરશે. અહિ તો આવશ્યક તરીકે લોકોત્તર પ્રવ્રજ્યા-ધર્મ સ્વીકારવા માટે સારી રીતે યોજેલ સાધુવેષનું ધારણ વગેરે જે અવશ્ય કર્તવ્યો, તે લેવાના છે. બીજું એ, કે એ માટે તો 'સુઅદ્ભુત્થ' જેવું કાંઇક કહેત. અહિ 'સુપઉત્ત' કહ્યું છે, તે પ્રો. કેમ ભૂલે છે ?
(૧૬) સુત્ર ચોથામાં 'ઉપાય એ ઉપેય (કાર્ય) નો સાધક