________________
३५
,'
સંભવ છે.' હવે 'મૃત્યુ સહિત છે,' એવો અર્થ કરવાથી તો ઊલટું એમ થાય, કે દવા લાવું તોય મરી જવાના છે, માટે એમને છોડીને ઔષધ લેવા જવામાં ય શી વિશેષતા રહી ? ઔષધ લેવા જાય પણ એ હજી કાળ કાઢે તેમ ન હોય તો શું કામનું ? તેથી 'કાલસહાણિ' કહ્યું. ઔષધ લાવી બચાવવાની ધગશવાળાને એ વિચારવાનું ક્યાંથી હોય કે માબાપ અંતે તો મરવાના છે ? બીજું 'સહ'નો અર્થ 'સહિત' કર્યો તે ય ખોટો. એ અર્થ માટે તો 'સહાનાળિ' એવું પદ રાખ્યું હોત, નહિ કે 'જનસાળિ' નિશાળનો સંસ્કૃતનો વિદ્યાર્થી પણ આટલું તો જાણતો હોય છે..ત્યારે ક્લાસિકલ લિટરચરના આ વિદ્વાને કેમ વિચાર ન કર્યો ? ઉપરાંત એમણે 'વવહારો' પદ પણ ઊંધું લગાડી એમ અર્થ કર્યો કે 'મરણ તો વ્યવહારથી છે, પણ નિશ્ચયથી નહિ.' એવો સાચો ભાવ એ છે કે વ્યવહારથી (સ્થિતિ જોતાં લાગે છે કે) એ કાલસહ છે, અર્થાત્ કેટલોક કાળ કાઢે તેમ લાગે છે. કેમકે ટીકામાં લખ્યું છે કે 'તથાખીવનસંમવાત્નિશ્ર્વયતસ્તુ । ।' વ્યવહારથી જીવવું સંભવે છે, પણ નિશ્ચયથી ન કહી શકાય કે એટલું આયુષ્ય છે જ. કાલપદને આયુષ્યકાળને બદલે મરણ એવો ઊંધો અર્થ પ્રો. લીધો, તેથી પછી કેટલા ય બીજા ખોટા અર્થની ક્લ્પનામાં ઊતરવું પડયું ! અહીં 'તથાજીવનસંભવામ્'નો અર્થ 'મરણ સંભવે છે, પણ નિશ્ચયથી મરણ નથી સંભવતું, એવો અર્થ તો પ્રો. કરી શકે ! ન્યાયવાર્તિકમાં 'વિચારાસહત્વ' શબ્દ આવે છે. આયુર્વેદ શાસ્ત્રમાં વનસ્પતિ માટે 'કાલસહ' 'અકાલસહ' કહે છે.
(૧૩) શુક્લપાક્ષિકની વિચારણામાં ચંદ્રકલાની કલ્પના