________________
૪૧
(૨૩) "સાંખ્યદર્શનના પ્રકૃતિ-પુરુષ મતનો જૈનદર્શનના કર્મ-આત્મા મત સાથે નિકટ મેળ છે," એવું લખનાર પ્રો. એ ભૂલે છે કે બે વચ્ચે મહાન અંતર છે. સાંખ્યો પુરુષને કુટસ્થનિત્ય, અબદ્ધ, અમુક્ત, અજ્ઞાન, અસુખી માને છે. જૈનો આત્માને પરિણામી, બદ્ધમુક્ત, અનંત સુખી માને છે. સાંખ્યો પ્રકૃતિને જગતનું ઉપાદાન કહે છે. 'પ્રકૃતિનો પરિણામ એ જ પંચભૂત, અને ઇન્દ્રિયો વગેરે જગત,' એમ એ કહે છે. ત્યારે જૈનો જગતની વિવિધ રચનાઓમાં કર્મને માત્ર નિમિત્ત કારણ માને છે, બાકી જગતનું કલેવર તો જુદા જુદા દ્રવ્યોનું બનેલું કહે છે. સાંખ્યો જડ પ્રકૃતિના પરિણામમાં જ્ઞાન, ઇચ્છા વગેરે ધર્મો માને છે. ત્યારે જૈનો જડ કર્મના આવા ધર્મો નથી માનતા, સાંખ્યો સદા શુદ્ધ મુક્ત પુરુષનેય મોક્ષ પુરુષાર્થ જરૂરી માને છે. જૈનો બદ્ધ આત્માને જ એ જરૂરી, મુક્તને નહિ એમ કહે છે. કેવા મહાન તફાવત !
(૨૭) દિદક્ષાના પ્રસંગનાં સૂત્રોને પ્રો. ગૂઢ અને ગુંચવણભર્યા માની એને સ્પષ્ટ ન સમજી શકે, એ તો ઠીક; પણ ટીકાકાર મહર્ષિનેય પોતાની સમજણ માટે સહાય ન કરી શકવાનું, અર્થાત્ ન સમજી શકવાનું કહે, એ અજ્ઞાન બચ્યું બાપને અજ્ઞાન કહે, એના જેવું છે. ટીકાકારે કેવી સરસ સ્પષ્ટતા કરી છે, એ આગળ વિવેચન-ગ્રંથના પૃષ્ઠમાં જુઓ.
(૨૮) 'ન તદુછેડનુત્પા' નો અર્થ સ્પષ્ટ છે. સંસાર સત્ છે. એનો સર્વથા ઉચ્છેદ જો થઈ શકે, તો તદ્દન અસત્ સંસારની ઉત્પત્તિ ય ન થઇ શકે એવું નહિ, અર્થાત્ થઇ શકે. જો સત્નો સર્વથા વિનાશ થઈ શકે, તો અસત્ની ઉત્પત્તિ ય