________________
છે. તેથી એના પર અહીં ટૂંકી સમીક્ષા કરવામાં આવી છે.
(૧) અરુહ શબ્દ એ જેમ સંસ્કૃત 'અહં' શબ્દનું તંદ્ભવ રૂપ છે. તેમ સં. અરુહ શબ્દનું તત્સમરૂપ છે. ટીકાકારે શ્રી અરિહંત પ્રભુની એક વધુ વિશેષતા શિષ્યને બતાવવા માટે આ 'તત્સમ' શબ્દ લીધો છે. અહીં પ્રોફેસર તદ્ભવનો આગ્રહ રાખી, તત્સમને ભૂલ કહેવાનું અજ્ઞાન સાહસ કરી, ઊલટું પોતાની જ તત્સમની અજ્ઞાનતા સૂચવે છે.
(૨) 'તસ્સ પણ વિવાગ સાહણાણિ' અહીં વિરાગ' શબ્દની રૂએ 'તસ્સ' શબ્દનો ટીકાએ કરેલ અર્થ અયોગ્ય માની 'પાપકર્મની' એ અર્થ કરવા જતાં પ્રો. એ ભૂલી ગયા કે જૈનદર્શનમાં ભવપરિણતિનો પરિપાક કાળનો પરિપાક, ભવ્યત્વનો પરિપાક વગેરે ઉલ્લેખો ખૂબ આવે છે, અને વિપાક એ પરિપાક છે. ભવ્યત્વ એ મોક્ષબીજ હોવાથી એનો વિપાક થવો આવશ્યક છે. તેથી તસ્રનો અર્થ 'ભવ્યત્વનો' એવો થાય છે બીજું, પાપકર્મનો વિપાક તો પાપકર્મના સ્થિતિકાળ પાકવા ઉપર નિર્ભર છે. વળી, પાપકર્મ અનેક છે. તેથી તે લેવા હોત તો 'તસ્સ' એવું એકવચન રૂપ નહિ મુકત. પ્રો. પોતે જ પહેલાં પાવક— વિગમાઓ' નો અર્થ કરતાં પાપકર્મો એવું બહુવચનરૂપ લીધું છે. તો પછી તેના સર્વનામ તરીકે 'તરૂ' એવું એકવચન રૂપ કેમ લેવાય ?'
(૩) જૈન ધર્મમાં અતિપ્રસિદ્ધ 'મિચ્છામિ દુક્કડું' નો અર્થ 'મિથ્યા મે દુષ્કૃતમ્' મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ એવો આવે છે, તે ઉચિત છે. કેમકે એથી 'દુષ્કૃત્ય પર મારો કોઇ પણ