________________
સાદ
सरणं
=
=
સાધુઓનું મને શરણ હો
ભાવાર્થ : સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર વડે મોક્ષને સાધનારા મુનિઓનું મારે શરણ હો, તે મુનિઓના ચિત્તના પરિણામ ક્ષાંતિને લીધે અત્યંત શાંત અને અગાધ હોવાથી ગંભીર હોય છે. તેઓ (નિંદ્ય) કરવું, કરાવવું અને અનુમોદવું એ રૂપ પાપવ્યાપારથી વિરામ પામેલા હોય છે. તેઓ જ્ઞાનાચારાદિક પાંચ પ્રકારના આચારને જાણનારા અને પાળનારા હોય છે. તેઓ એકાંત અને અત્યંત પરનો ઉપકાર કરવામાં તત્પર હોય છે, તેઓ પદ્મ (કમળ) જેવા નિર્લેપ રહેનારા છે. જેમ કમળ કાદવમાંથી ઉત્પન્ન થઈ જળમાં રહે છે તો પણ તે કાદવ અને પાણી બંનેથી ન્યારું રહે છે તેમ તેઓ કામભોગરૂપ પંકથી ઉત્પન્ન થઈ કામભોગવાળા સંસારમાં રહ્યા છતાં તે બંનેથી લેપાતા નથી - તેનો ત્યાગ કરે છે. વળી તેઓ એકાગ્ર ચિત્તે ધ્યાન કરવામાં અને સ્વાધ્યાય કરવામાં નિરંતર મગ્ન રહે છે, તથા તેમના ભાવ-ચિત્તના પરિણામ અત્યંત વિશુદ્ધ-નિર્મળ હોય છે.
१२
श्री पञ्चसूत्रम