________________
=
=
વાચક પૂજયોએ ઉત્સર્ગના પાલન માટે ઉદ્યમશીલ બને એ ઈચ્છનીય છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે, જેટલા ઉત્સર્ગ માર્ગો છે તેટલા જ અપવાદમાર્ગો છે. જેનું નિરૂપણ વિશિષ્ટ છેદ વિગેરે ગ્રંથોમાં છે. એટલે અન્ય મહાત્માઓ દ્વારા થઈ રહેલા આપવાદિક આચરણને
અનાચાર' માનવાની ભૂલ ન કરવી. ૪. આચારશુદ્ધિ એ આચારનું વર્ણન કરતાં આ ગ્રંથનું લક્ષ્ય છે. અને તેથી, તેના પર વિશેષ ભાર મૂકવામાં
આવ્યો છે. પણ તેથી, સંઘયણાદિની હીનતા વિગેરે કારણોએ આપવાદિક માર્ગનું આચરણ કરનાર પૂજયો પ્રત્યે અનાદર, તિરસ્કાર, અરુચિ કે હીનતાનો ભાવ મનમાં ન આવે તેની વિશેષ કાળજી લેવી. તેવું કરવાથી તો તામમિચ્છતો |
મૂતહાનિક જેવો ઘાટ થશે. ચારિત્રની શુદ્ધિ કરવા જતાં, સમ્યગ્દર્શન મલિન થઈ જશે.. ૫. છેલ્લે, ગ્રંથકાર, વૃત્તિકારના આશયને વફાદાર રહીને પદાર્થના નિરૂપણનો યથાક્ષયોપશમ સમ્યફ પ્રયાસ કર્યો
છે... છતાં છદ્મસ્થતાદિ દોષવશાતુ ભૂલ થવાની શક્યતા નકારી શકાતી નથી. બહુશ્રુત ગીતાર્થ પૂજયો એ ભૂલોનું સમ્યફ સંમાર્જન કરે એવી પ્રાર્થના.
- મુનિ ભવ્યસુંદરવિજયજી
=
=
=
*
F
=