Book Title: Niti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Author(s): Ratnachandra Muni
Publisher: Jain Siddhant Sabha

View full book text
Previous | Next

Page 11
________________ નીતિ માગનસારીના કે - - - - - - - - - સુખ સૌને પ્રિય છે. પરંતુ માણસે જ્યારે સુખનો વિચાર કરે છે ત્યારે તેઓ આ સંસારમાં મળતાં સુખોનો જ વિચાર કરે છે. પરંતુ સંસારનાં સર્વસુખે ક્ષણિક છે, નાશવંત છે, થોડોક વખતજ સુખ આપનારાં છે, પછી તો દુ:ખમાં પરિણમે છે. સંસારનાં સર્વ સુખદુ:ખ કર્માધીન છે. ખરૂં શાશ્વત સુખ આ કર્મોથી છૂટવાથી જ મળે છે. શુભાશુભ સર્વ કર્મોમાંથી મુકિત મેળવવાથી જ સાચું સુખ પ્રાપ્ત થાય છે. આવું પરમ સુખ, આવી પરમ મુકિત મનુષ્ય ભવમાંજ મેળવી શકાય છે. તેથી શાનીઓએ મનુષ્ય ભવને દુર્લભ કહેલ છે અને એટલા માટે જ મનુષ્ય ભવ, મનુષ્ય યોનિને બીજી યોનિઓ કરાં ઉત્તમ કહેલ છે. | સર્વજ્ઞ શ્રી. તીર્થકર ભગવાને કર્મમુકિત થવાનાં, મોક્ષ પ્રાપ્ત કરવાનાં ચાર અંગે સાધને બતાવ્યાં છે (૧) મનુષ્યત્વ, મનુષ્યપણું, (૨) શ્રુતિ, રૂચિપૂર્વક શાસ્ત્રનું સાંભળવું, (૩) શ્રધ્ધા, સર્વશ તીર્થકર ભગવાનના વચન ઉપર પૂણવશ્વાસ અને (૪) ઈંદ્રિયો તેમજ મનને વશ કરવા રૂપ સંયમ ને વિષે પરાક્રમ-ઉંઘમ ફેરવ. આ ચારે બાબતો કાષ્ઠ છે અને મનુષ્ય ભવે પણ પરમ દુર્લભ છે. (જાઓ ઉત્તરાધ્યયન. ૩–૧). મનુષ્યપણું એટલે માણસાઈ. માણસ બીજા માણસો સાથેના પ્રતિકળ વર્તનમાં હમેશાં એવો ખ્યાલ રાખે કે સામો માણસ એવું જ વર્તન મારી સામે રાખે તો મને કેવું લાગે? આવા ખ્યાલ સાથેનું વર્તન તેજ મારસાઈ. આવા ખ્યાલથી વર્તન કરવામાં આવે તે કદી બેટું વર્તન થઈ શકેજ નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 148