Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 11
________________ નિગ્રંન્યસમ્પ્રદાય મિત્રભાવે યા પ્રતિસ્પર્ધિભાવે ચર્ચા પણ કરતા હતા. એટલું જ નહિ પણ અનેક અનુયાયીઓ એવા પણ નીકળ્યા જે બને મહાપુરુષોને સમાન ભાવે માનતા હતા. કેટલાક એવા પણ અનુયાયીઓ હતા જે પહેલાં કોઈ એકના અનુયાયી રહ્યા હતા પરંતુ પછી બીજાના અનુયાયી બની ગયા, માનો યા સમજો કે મહાવીર અને બુદ્ધના અનુયાયીઓ એવા પાડોશી યા એવા કુટુંબી હતા જેમનો સામાજિક સંબંધ બહુ જ નજીકનો હતો. કહેવું તો એવું જોઈએ કે જાણે એક જ કુટુંબના અનેક સદસ્ય ભિન્ન ભિન્ન માન્યતાઓ ધરાવતા હતા જેવું આજ પણ જોવામાં આવે છે. 6 ત્રીજું કારણ નિર્ગસ્થ સંપ્રદાયની અનેક વાતોનું બુદ્ધ તથા તેમના સમકાલીન શિષ્યોએ આંખે દેખ્યું હોય તેવું વર્ણન ક્યું છે, ભલે ને તે ખંડનદષ્ટિએ કર્યું હોય કે પ્રાસંગિકપણે કર્યું હોય? - બૌદ્ધ પિટકોના જે જે ભાગમાં નિર્ઝન્ય સંપ્રદાય સાથે સંબંધ ધરાવતી વાતોનો નિર્દેશ છે તે બધા ભાગ બુદ્ધનાં સાક્ષાત્ વચનો યા શબ્દો છે એવું માની શકાય નહિ, તેમ છતાં એવા ભાગોમાં અમુક અંશા એવો અવાય છે જે બુદ્ધના યા તેમના સમકાલીન શિષ્યોના કાં તો શબ્દો છે કાં તો તેમના પોતાના ભાવોનો સંગ્રહમાત્ર છે. આગળ ઉપર બૌદ્ધ ભિક્ષુઓએ નિર્ચન્ય સંપ્રદાયના જે ભિન્ન ભિન્ન આચારો યા વિચારો (મન્તવ્યો) ઉપર ટીકા યા સમાલોચના ચાલુ રાખી તે ખરેખર કોઈ નવી વસ્તુ ન હોતાં તથાગત બુદ્ધની નિર્ગન્જ આચારવિચાર પ્રત્યે જે દષ્ટિ હતી તેનો જ વિવિધ રૂપે વિસ્તાર માત્ર છે. ખુદ બુદ્ધે કરેલી નિન્ય સંપ્રદાયની સમાલોચના સમકાલીન અને ઉત્તરકાલીન ભિક્ષુઓની સામેન હોત તો તે ભિક્ષુઓ નિર્ચન્થ સંપ્રદાયનાં ભિન્ન ભિન્ન પાસાંઓ ઉપર પુનરુક્તિનો અને પિષ્ટપેષણનો ભય રાખ્યા વિના આટલો બધો વિસ્તાર કરવાનું ચાલુ ન રાખત. ઉપલબ્ધ બૌદ્ધ પિટકનો બહુ મોટો હિસો અશોકના સમય સુધીમાં સુનિશ્ચિત અને સ્થિર થઈ ગયેલો મનાય છે. બુદ્ધના જીવનથી લઈને અશોકના સમય સુધીના લગભગ અઢી સો વર્ષમાં બૌદ્ધ પિટકોનું ઉપલબ્ધ સ્વરૂપ અને પરિમાણ રચિત, ગ્રથિત અને સંકલિત થયું છે. આ અઢી સો વર્ષ દરમ્યાન નવા નવા સ્તરો થતા ગયા, પરંતુ તેમનામાં બુદ્ધનું સમકાલીન પ્રાચીન સ્તર - ભલેને ભાષા અને રચનાના પરિવર્તન સાથે જ હો- પણ છે અવરય. આગળ ઉપરના સ્તરો બહુધા પ્રાચીન સ્તરોના માળખા ઉપર અને પ્રાચીન સ્તરોના વિષયો ઉપર જ બનતા ગયા અને વિસ્તરતા ગયા. તેથી બૌદ્ધ પિટકોમાં મળતો નિગ્રન્થ સંપ્રદાયના આચાર-વિચારનો નિર્દેશ ઐતિહાસિક દષ્ટિએ બહુમૂલ્યવાન છે. પછી જ્યારે આપણે બૌદ્ધ પિટકોમાં મળતા નિર્ચન્થ સંપ્રદાય અંગેનાતે નિર્દેશોને ખુદ નિગ્રન્થ પ્રવચનરૂપે ઉપલબ્ધ આગમિક સાહિત્યના નિર્દેશોની સાથે શબ્દ અને ભાવની દષ્ટિએ મેળવીએ છીએ તો એમાં કોઈ સંદેહ રહેતો નથી કે બંને નિર્દેશો પ્રમાણભૂત છે; ભલે ને બંને બાજુઓમાં વાદિ-પ્રતિવાદિભાવ રહ્યો હોય. જેવી બૌદ્ધ પિટકોની રચના અને સંકલનાની સ્થિતિ છે લગભગ તેવી જ સ્થિતિ પ્રાચીન નિર્ઝન્ય આગમોની છે. 6. ઉપાસકદશાંગ, અ. 8, ઇત્યાદિ. 7. મઝિમનિકાય, સુત્ત 14, 56. દીઘનિકાય, સુત્ત 29, 33. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 130