Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 85
________________ જ્ઞાનબિન્દુનું પરિશીલન સંક્લેશની માત્રા તીવ્ર હોય ત્યારે તજ્જન્ય અશુભ કર્મમાં અશુભતા તીવ્ર હોય છે અને તજન્ય શુભ કર્મમાં શુભતા મન્દ હોય છે. એનાથી ઊલટું, જ્યારે અધ્યવસાયમાં વિશુદ્ધિની માત્રા વધવાના કારણે સંક્લેશની માત્રા મન્દ થઈ જાય છે ત્યારે તજન્યશુભકર્મમાં શુભતાની માત્રા તો તીવ્ર થાય છે અને તજજન્ય અશુભ કર્મમાં અશુભતા મન્દ થઈ જાય છે. અધ્યવસાયનું એવું પણ બળ છે જેના કારણે કેટલાક તીવ્રતમવિપાકી કમશનો તો ઉદય દ્વારા જ નિર્મુલના થઈ જાય છે અને કેટલાક એવા જ કમશવિદ્યમાન હોવા છતાં પણ અકિંચિત્કર બની જાય છે, તથા મન્દવિપાકી કર્મો જ અનુભવમાં આવે છે. આ જ સ્થિતિ ક્ષયોપશમની છે. ઉપર કર્મશક્તિ અને તેના કારણના સંબંધમાં જે જેને સિદ્ધાન્ત દર્શાવવામાં આવ્યો છે તે શબ્દાન્તરથી અને રૂપાન્તરથી (ભલે સંક્ષેપમાંતો સંક્ષેપમાં) બધા પુનર્જન્મવાદીદર્શનાન્તરોમાં મળે છે. ન્યાય-વૈશેષિક, સાંખ્ય અને બૌદ્ધદર્શનોમાં એ સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે જેવી રાગ-દ્વેષ-મોહરૂપકારણની તીવ્રતા-મજતા તેવી ધર્માધર્મયાકર્મસંસ્કારોની તીવ્રતા-મદતા. વેદાન્ત દર્શન પણ જૈન-સમ્મત કર્મની તીવ્ર-મન્દ શક્તિની જેમ અજ્ઞાનગત નાનાવિધ તીવ્રમન્દ શક્તિઓનું વર્ણન કરે છે, જે તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિની પહેલાંથી લઈને તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિની પછી પણ યથાસંભવ કામ કરે છે. બીજાં બધાં દર્શનોની અપેક્ષાએ ઉક્ત વિષયમાં જેના દર્શનની સાથે યોગદર્શનનું અધિક સામ્ય છે. યોગદર્શનમાં ક્લેશોની પ્રસુખ, તનુ, વિચ્છિન્ન અને ઉદાર એ જે ચાર અવસ્થાઓ દર્શાવી છે તે જૈન પરિભાષા અનુસાર કર્મની સત્તાગત, ઔપસમિક, ક્ષાયોપથમિક અને ઔદયિક અવસ્થાઓ છે. તેથી જ ખુદ ઉપાધ્યાયજીએ પાતંજલયોગસૂત્રો ઉપરની પોતાની સંક્ષિપ્ત વૃત્તિમાં પતંજલિ અને તેમના ભાષ્યકારની કર્મવિષયક વિચારસરણી તથા પરિભાષાઓ સાથે જન પ્રક્રિયાની તુલના કરી છે, જે ખાસ જાણી લેવી જોઈએ. જુઓ યોગદર્શન, યશોવિજય 2.4. આબધું હોવા છતાં પણ ર્મવિષયક જૈનેતર વર્ણન અને જૈન વર્ણનમાં ખાસ અંતર પણ દેખાય છે. પહેલું તો એ કે જેટલું વિસ્તૃત. જેટલું વિશદ અને જેટલું પૃથક્કરણવાળું વર્ણન જેન ગ્રન્થોમાં છે તેટલું વિસ્તૃત, વિશઠ અને પૃથક્કરણયુક્ત વર્ણનકોઈ અન્ય જૈનેતર સાહિત્યમાં નથી. બીજું અંતર એ છે કે જેનચિત્તકોએ અમૂર્ત અધ્યવસાયો અથવા પરિણામોની તીવ્રતામન્દતા તથા શુદ્ધિ-અશુદ્ધિના દુરહ તારતમ્યને પીગલિક0 અર્થાત્ મૂર્ત કર્મરચનાઓ દ્વારા 10. ન્યાયસૂત્રનાવ્યાખ્યાકારોએ અદષ્ટના સ્વરૂપના સંબંધમાં પૂર્વપક્ષરૂપે એકમતનો નિર્દેશ કર્યો છે જેમાં તેમણે કહ્યું છે કે કોઈ અદઈને પરમાણુગણ માનનારા પણ છે - ન્યાયભાષ્ય 3.2.69. વાચસ્પતિ મિત્રે તે મતને સ્પષ્ટપણે જૈનમત કો છે (તાત્પર્યટીકા પૂ. 584). જયન્ત (ન્યાયમંજરી, પ્રમાણભા, પૂ. 255) પણ પગલિક અદષ્ટવાદી તરીકે જનમતને જ દર્શાવ્યો છે અને પછી તે બધા વ્યાખ્યાકારોએ તે મતની સમાલોચના કરી છે. એવું જણાય છે કે ન્યાયસૂત્રનો કોઈ પણ વ્યાખ્યાતા અદણવિષયક જનમતને બરાબર સમજ્યો નથી. જૈન દર્શન મુખ્યપણે અદઈને આત્મપરિણામ જ માને છે. તેણે પુગલોને જે કર્મયા અદષ્ટ કહેલ છે તે તો ઉપચાર છે. જૈન શાસ્ત્રોમાં આસવજન્યયા આસવજનકરૂપે પીદ્ગલિક કર્મનો જે વિસ્તૃત વિચાર છે અને કર્મની સાથે પુદ્ગલ શબ્દનોને વારંવાર પ્રયોગદેખાય છે તેના કારણે વાસ્યાયન આદિ બધા વ્યાખ્યાકારો ભ્રાન્તિવાયા અધૂરા જ્ઞાનવર ખંડનમાં પ્રવૃત્ત થયા જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130