Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr
View full book text
________________
જ્ઞાનબિન્દુનું પરિશીલન અનિવાર્યરૂપે જરૂરી બની જાય છે. આ ઉત્સર્ગ અને અપવાદ વિધિની મર્યાદાને લઈને આચાર્ય હરિભદ્ર ઉક્ત ચાર પ્રકારના અર્થબોધોનું વર્ણન ક્યું છે.
અહિંસાના વિષયમાં જૈન ધર્મનો સામાન્ય નિયમ આ છે કે કોઈ પણ પ્રાણીનો કોઈ પણ રીતે ઘાત ન કરવામાં આવે. આ થયો પદાર્થ”. આના ઉપર પ્રશ્ન થાય છે કે જો સર્વથા પ્રાણિઘાત વર્ય હોય તો ધર્મસ્થાનનું નિર્માણ તથા શિરોમુંડન આદિ કાર્ય પણ ન કરી શકાય જેમને કર્તવ્ય સમજવામાં આવે છે. આ શંકાવિચાર “વાક્યાર્થ’ છે. અવરય કર્તવ્ય જે શાસ્ત્રવિધિપૂર્વક કરવામાં આવે તો તેમાં થનારો પ્રાણિઘાત દોષાવહ નથી, અવિધિકૃત જ દોષાવહ છે. આ વિચાર ‘મહાવાક્યર્થ છે. જે જિનાજ્ઞા છે તે જ એક માત્ર ઉપાદેય છે એવું તાત્પર્ય છેવટે કાઢવું એ દમ્પર્યાર્થ” છે. આ રીતે સર્વ પ્રાણિહિંસાના સર્વથા નિષેધરૂપ સામાન્ય નિયમમાં વિધિવિહિત અપવાદોને સ્થાન અપાવનારો અને ઉત્સર્ગ અપવાદરૂપ ધર્મમાર્ગ સ્થિર કરનારો જે વિચારપ્રવાહ ઉપર દર્શાવ્યો તેને આચાર્ય હરિભદ્ર લૌકિક દષ્ટાન્તો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
અહિંસાનો પ્રશ્ન તેમણે પ્રથમ ઉઠાવ્યો છે જે જૈન પરંપરાની જડ છે. એમતો અહિંસા પૂરી આર્ય પરંપરાનો સામાન્ય ધર્મ રહ્યો છે, તેમ છતાં ધર્મ, ક્રીડા, ભોજન આદિ અનેક નિમિત્તોથી જે વિવિધ હિંસાઓ પ્રચલિત રહી તેમનો આત્યંતિક વિરોધ જૈન પરંપરાએ ર્યો. આ વિરોધના કારણે તેને પ્રતિવાદીઓ તરફથી જાતજાતના પ્રશ્નો પૂછાવા લાગ્યા. તેમણે પ્રશ્ન પૂછ્યો કે જો જેનો સર્વથા હિંસાનો નિષેધ કરે છે તો તેઓ ખુદ પણ જીવિત રહી શકશે નહિ અને ધર્માચરણ પણ નહિ કરી શકે. તે બધા પ્રશ્નોનો જવાબ દેવાની દષ્ટિએ જ હરિભદ્ર જેનસમ્મત અહિંસાસ્વરૂપ સમજાવવા માટે ચાર પ્રકારના વાક્યાર્થબોધના ઉદાહરણ તરીકે સૌપ્રથમ અહિંસાના પ્રશ્નને જ હાથમાં લીધો છે.
બીજો પ્રશ્નનિર્ઝન્યત્વનો છે. જૈન પરંપરામાં ગ્રન્થનો અર્થાત્ વસ્ત્રાદિનો પરિગ્રહ રાખવાન રાખવા અંગે દલભેદ થઈ ગયો હતો. હરિભદ્રની સામે આ પ્રશ્ન ખાસ કરીને દિગમ્બરત્વપક્ષપાતીઓ તરફથી જ ઉપસ્થિત કરવામાં આવ્યો જણાય છે. હરિભદ્ર જે દાનનો પ્રશ્ન ઉઠાવ્યો છે તે લગભગ આધુનિક તેરાપંથી સંપ્રદાયની વિચારસરણીનું પ્રતિબિંબ છે. જોકે તે વખતે તેરાપંથ યા તેવો જ કોઈ બીજ સ્પષ્ટ પંથ હતો નહિ, તેમ છતાં જૈન પરંપરાની નિવૃત્તિપ્રધાન ભાવનામાંથી તે સમયે પણ દાન દેવા વિરુદ્ધ કોઈ કોઈને વિચાર આવી જવો સ્વાભાવિક હતું જેનો જવાબ હરિભદ્ર આપ્યો છે. જૈનસમ્મત તપનો વિરોધ બૌદ્ધ પરંપરા પહેલેથી જ કરતી આવી છે. તેનો જવાબ હરિભદ્ર આપ્યો છે. આ રીતે જૈન ધર્મના પ્રાણભૂત સિદ્ધાન્તોનું સ્વરૂપ તેમણે ‘ઉપદેશપદમાં ચાર પ્રકારના વાક્યાર્થબોધનું નિરૂપણ કરવાના પ્રસંગે સ્પષ્ટ ક્યું છે જે યાજ્ઞિક વિદ્વાનોની પોતાની હિંસાઅહિંસાવિષયક મીમાંસાનો જેનદષ્ટિ અનુસાર સંશોધિત માર્ગ છે.
ભિન્ન ભિન્ન સમયના અનેક ઋષિઓએ સર્વભૂતાયાનો સિદ્ધાન્ત તો આર્યવર્ગમાં બહુ પહેલેથી જ સ્થાપી દીધો હતો. તેનો જ પ્રતિઘોષ છે -‘હિંસાતુ સર્વા ભૂતાનિ’ આ શ્રુતિકલ્પ 31.જુઓ મઝિમનિકાય, સુર 14.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org