Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 117
________________ જ્ઞાનબિન્દુનું પરિશીલન પ્રતીતિ કરનારી વ્યક્તિના સ્થાને છે, કેમ કે જૈનદર્શનસંમત અંતરાત્મા તે જ રીતે આત્મવિષયક શ્રવણમનનનિદિધ્યાસનવાળો હોય છે જે રીતે વેદાન્તસંમત વ્યાવહારિકસર્વપ્રતીતિવાળો બ્રહ્મના શ્રવણમનનનિદિધ્યાસનવાળો હોય છે. જેનદર્શનસંમત પરમાત્મા જે તેરમા ગુણસ્થાનમાં વર્તમાન હોવાના કારણે દ્રવ્ય મનોયોગવાળો છે તે વેદાન્તસંમત અજ્ઞાનગત તૃતીયશક્તિજન્ય પ્રાતિમાસિકસર્વપ્રતીતિવાળી વ્યક્તિના સ્થાને છે, કેમ કે તે અજ્ઞાનથી સર્વથા મુક્ત હોવા છતાં પણ દગ્ધરસ્તુકલ્પ ભવોપગ્રહિકર્મ સાથેના સંબંધના કારણે વચનાદિમાં પ્રવૃત્તિ કરે છે જેવી રીતે પ્રતિભાસિકસર્વપ્રતીતિવાળી વ્યક્તિ બ્રહ્મસાક્ષાત્કાર થવા છતાં પણ પ્રપંચનો પ્રતિભાસ માત્ર કરે છે. જેને દર્શન જેને શેલેશી અવસ્થાપ્રાપ્ત આત્મા યા મુક્ત આત્મા કહે છે તે વેદાન્તસંમત અજ્ઞાન જન્ય ત્રિવિધ સૃષ્ટિથી પર અંતિમબોધવાળી વ્યક્તિના સ્થાને છે, કેમકે હવે તેને મન, વચન, કાયનો કોઈ વિકલ્પપ્રસંગ રહેતો નથી, જેવી રીતે વેદાન્તસંમત અંતિમબોધવાળી વ્યક્તિને પ્રપંચમાં કોઈ પણ જાતની સર્વપ્રતીતિ રહેતી જ નથી. () શ્રુતિ અને સ્મૃતિઓનું જૈનમતાનુકૂળ વ્યાખ્યાન [88]વેદાન્તપ્રક્રિયાની સમાલોચના કરતી વખતે ઉપાધ્યાયજીએ વેદાન્તસંમત વાક્યોમાંથી જ જનસંમત પ્રક્રિયા ફલિત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. તેમણે એવાં અનેક શ્રુતિસ્મૃતિગત વાક્યો ઉદ્ધત ક્યાં છે જે બ્રહ્મજ્ઞાન અને તેના દ્વારા અજ્ઞાનના નાશનું તથા અન્ત બ્રહ્મભાવની પ્રાપ્તિનું વર્ણન કરે છે. તે જ વાક્યોમાંથી જન પ્રક્રિયાને ફલિત કરતાં ઉપાધ્યાયજી કહે છે કે આ બધી કૃતિઓ અને સ્મૃતિઓ જૈન સંમત કર્મના વ્યવધાયકત્વનું તથા ક્ષીણકર્મત્વરૂપ જૈનસંમત બ્રહ્મભાવનું જ વર્ણન કરે છે. ભારતીય દાર્શનિકોની એ પરિપાટી રહી છે કે પહેલાં પોતાના પક્ષના સયુક્તિક સમર્થન દ્વારા પ્રતિવાદીના પક્ષનો નિરાસ કરવો અને છેવટે સંભવ હોય તો પ્રતિવાદીને માન્ય શાસ્ત્રવાક્યોમાંથી જ પોતાના પક્ષને ફલિત થતો દર્શાવવો. ઉપાધ્યાયજીએ પણ એ જ કર્યું છે. (8) કેટલાંક જ્ઞાતવ્ય જૈનમન્તવ્યોનું કથનઃ બ્રહ્મજ્ઞાનની પ્રક્રિયામાં આવતા જુદા જુદા મુદ્દાઓનો નિરાસ કરતી વખતે ઉપાધ્યાયજીએ તે તે સ્થાને કેટલાક જૈનદર્શનસંમત મુદ્દાઓનું પણ સ્પષ્ટીકરણ ક્યું છે. ક્યાંક તો તે સ્પષ્ટીકરણ તેમણે સિદ્ધસેનની સન્મતિગત ગાથાઓના આધારે ક્યું છે અને ક્યાંક યુક્તિ અને જેનશાસ્ત્રાભ્યાસના બળે કર્યું છે. જેને પ્રક્રિયાના અભ્યાસીઓ માટે એવાં કેટલાંક મન્તવ્યોનો નિર્દેશ અહીંકરી દેવો જરૂરી છે? (1) જૈન દષ્ટિએ નિર્વિકલ્પક બોધનો અર્થ (2) બ્રહ્મની જેમ બ્રહ્મભિન્નમાં પણ નિર્વિકલ્પક બોધનો સંભવ (3) નિર્વિકલ્પક અને સવિકલ્પક બોધનો અનેકાન્ત (4) નિર્વિકલ્પક બોધ પણ શાબ્દ નથી પણ માનસિક છે - એવું સમર્થન (5) નિર્વિકલ્પક બોધ પણ અવગ્રહરૂપનથી પરંતુ અપાયરૂપ છે-એવું પ્રતિપાદન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130