Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 127
________________ જ્ઞાનબિન્દુનું પરિશીલન (ખ) [174] બીજી વાત ઉપાધ્યાયજીની વિશિષ્ટ સૂઝ અંગે છે, તે એ કે જ્ઞાનબિન્દુના અંતમાં ઉપાધ્યાયજીએ પ્રસ્તુત ત્રણે વાદોનો નયભેદની અપેક્ષાથી સમન્વય કર્યો છે જે એમના પહેલાં કોઈને સૂચો જણાતો નથી. અહીં એ સમન્વયને દર્શાવનાર પદ્યોનો તથા તેના પછી આપવામાં આવેલા જ્ઞાનમહત્ત્વસૂચક પદ્યોનો સાર આપવાનો લોભ અમે રોકી રાકતા નથી. સાવ છેલ્લે ઉપાધ્યાયજીએ પોતાની પ્રરાસ્તિ આપી છે જેમાં તેમનો પોતાનો તથા પોતાની ગુરુપરંપરાનો તે જ પરિચય છે જે તેમની અન્ય કૃતિઓની પ્રાપ્તિઓમાં પણ મળે છે. સૂચિત પઘોનો સાર આ પ્રમાણે છે : ૧૨૩ (1) જે લોકો ગતાનુગતિક બુદ્ધિવાળા હોવાના કારણે પ્રાચીન શાસ્ત્રોનો અક્ષરશઃ અર્થ કરે છે અને નવો તર્કસંગત અર્થ કરતાં યા તેનો સ્વીકાર કરતાં ખચકાય છે તેમને લક્ષ્યમાં રાખીને ઉપાધ્યાયજી કહે છે કે શાસ્ત્રોનાં પુરાણા વાક્યોમાંથી યુક્તિસંગત નવો અર્થ કાઢતાં તે લોકો જ ડરે છે જેઓ તર્કશાસ્ત્રને જાણતા નથી. તર્કશાસ્ત્રના જાણકાર તો પોતાની પ્રજ્ઞાથી નવા નવા અર્થો પ્રકાશિત કરતાં ચારેય ખચકાતા નથી. આ વાતનું ઉદાહરણ તો સન્મતિનો બીજો કાણ્ડ જ છે જેમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનના વિષયમાં ક્રમપક્ષ, યૌગપદ્યપક્ષ તથા અભેદપક્ષનું ખંડનમંડન કરતી ચર્ચા છે. આ ચર્ચામાં પ્રાચીન એક જ સૂત્રવાક્યોમાંથી દરેક પક્ષકારે પોતપોતાના અભિપ્રેત પક્ષને સિદ્ધ કરવા માટે તર્ક દ્વારા જુદા જુદા અર્થો ફલિત કર્યા છે. (2) મલ્લવાદી જે એક જ સમયમાં જ્ઞાનદર્શન બે ઉપયોગ માને છે તેમણે ભેદસ્પર્શી વ્યવહારનયનો આશ્રય લીધો છે. અર્થાત્ મલ્લવાદીનો યૌગપઘવાદ વ્યવહારનયના અભિપ્રાયથી સમજવો જોઈએ. પૂજ્યશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ જે ક્રમવાદના સમર્થક છે તે કારણ અને ફળની સીમામાં શુદ્ધ ઋજુસૂત્રનયનું પ્રતિપાદન કરે છે. અર્થાત્ તે કારણ અને ફળરૂપે જ્ઞાનદર્શનનો ભેદ તો વ્યવહારનયસિદ્ધ માને જ છે પરંતુ તે ભેદથી આગળ વધીને તે ઋજુસૂત્રનયની દષ્ટિથી માત્ર એકસમયાવચ્છિન્ન વસ્તુનું અસ્તિત્વ માનીને જ્ઞાન અને દર્શનને ભિન્ન ભિન્ન સમયભાવી કાર્યકારણરૂપે ક્રમવર્તી પ્રતિપાદિત કરે છે. સિદ્ધસેનસૂરિ જે અભેદપક્ષના સમર્થક છે તેમણે સંગ્રહનયનો આશ્રય લીધો છે જે કાર્યકારણ યા અન્યવિષયક ભેદોના ઉચ્છેદમાં જ પ્રવીણ છે. તેથી આ ત્રણે સૂરિપક્ષનયભેદની અપેક્ષાએ પરસ્પર વિરુદ્ધ નથી. (3) કેવલપર્યાય ઉત્પન્ન થઈને ચારેય વિચ્છિન્ન નથી થતો. તેથી તે સાદિઅનંત પર્યાયની સાથે તેની ઉપાદાનભૂત ચૈતન્યરાક્તિનો અભેદ માનીને જ ચૈતન્યને શાસ્ત્રમાં સાદિઅનંત કહેલ છે, અને જ્યારે ચૈતન્યને ક્રમવર્તી યા સાદિસાન્ત કહેલ છે ત્યારે કેવલપર્યાયના ભિન્ન ભિન્ન સમયાવચ્છિન્ન અંગોની સાથે ચૈતન્યની અભેદવિવક્ષાથી. જ્યારે કેવલપર્યાય એક માની લીધો ત્યારે તદ્ગત સૂક્ષ્મ ભેદો વિવક્ષિત નથી, અને જ્યારે કાલકૃત સૂક્ષ્મ અંશો વિવક્ષિત છે ત્યારે તે કેવલપર્યાયની અખંડતા ગૌણ છે. (4) ભિન્ન ભિન્ન ક્ષણભાવી અજ્ઞાનના નારા અને જ્ઞાનની ઉત્પત્તિના ભેદના આધારે પ્રચલિત એવા ભિન્ન ભિન્ન નયાશ્રિત અનેક પક્ષ શાસ્ત્રમાં જેમ સંભળાય છે તેવી જ રીતે જો ત્રણે આચાર્યોના પક્ષોમાં નયાશ્રિત મતભેદ હોય તો તેમાં શું આશ્ચર્ય છે ? એક જ વિષયમાં જુદા જુદા વિચારોની એકસરખી પ્રધાનતા કચાંય કોઈએ જોઈ છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130