Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr
View full book text
________________
૧૦૪
ઘનબિન્દુનું પરિશીલન અને બૌદ્ધ પરંપરાના ગ્રન્થોમાં પણ તે યુક્તિએ પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કરી લીધું તથા તેવી જ રીતે જેન પરંપરામાં પણ તે પ્રતિષ્ઠિત થઈ.
જેન પરંપરાના આગમ, નિર્યુક્તિ, ભાષ્ય આદિ પ્રાચીન અનેક ગ્રન્થ સર્વજ્ઞત્વના વર્ણનથી ભરેલા છે, પરંતુ આપણને ઉપર્યુક્ત જ્ઞાનતારતમ્યવાળી સર્વજ્ઞત્વસાધક યુક્તિનો સૌપ્રથમ પ્રયોગ મલ્લવાદીનીકૃતિમાં જ જોવા મળે છે. અત્યારે એ કહેવું શક્ય નથી કે મલ્લવાદીએ કઈ પરંપરામાંથી આ યુક્તિને અપનાવી છે, પરંતુ એટલું તો નિશ્ચિત છે કે મલ્લવાદી પછી થયેલા બધા દિગમ્બરશ્વેતામ્બર તાર્કિકોએ આ યુક્તિનો ઉદારતાથી ઉપયોગ કર્યો છે. ઉપાધ્યાયજીએ પણ જ્ઞાનબિન્દુમાં કેવલજ્ઞાનના અસ્તિત્વને સિદ્ધ કરવા માટે એક માત્ર આ યુક્તિનો પ્રયોગ કર્યો છે અને તેનું જ પલ્લવનક્યું છે. (2) કેવલજ્ઞાનનું પરિષ્કૃત લક્ષણઃ
[57] પ્રાચીન આગમ, નિર્યુક્તિ આદિ ગ્રન્થોમાં તથા પછીના તાર્કિક ગ્રન્થોમાં જ્યાં ક્યાંય પણ કેવલજ્ઞાનનું સ્વરૂપ જેન વિદ્વાનોએ દર્શાવ્યું છે ત્યાં સ્થળ શબ્દોમાં એટલું જ કહેવામાં આવ્યું છે કે જે આત્મમાત્રસાપેક્ષ યા બાહ્યસાધનનિરપેક્ષ સાક્ષાત્કાર બધા પદાર્થોને અર્થાત્ સૈકાલિક દ્રવ્યપર્યાયોને વિષય કરે છે તે જ કેવલજ્ઞાન છે. ઉપાધ્યાયજીએ પ્રસ્તુત ગ્રન્થમાં કેવલજ્ઞાનનું સ્વરૂપ તો તે જ માન્યું છે પરંતુ તેમણે તેનું નિરૂપણ એવી નવીન શૈલીમાં કર્યું છે જે તેમની પહેલાંના કોઈ જૈન ગ્રન્થમાં દેખાતી નથી. ઉપાધ્યાયજીએ નૈયાયિક ઉદયન તથા ગંગેશ આદિની પરિષ્કૃત પરિભાષામાં કેવલજ્ઞાનના સ્વરૂપનું લક્ષણ સવિસ્તર સ્પષ્ટ કર્યું છે. અહીં તેમના લક્ષણ સાથે સંબંધ ધરાવતા બે મુદ્દાઓ પર દાર્શનિક તુલના કરવી પ્રાપ્ત છે. તે બે મુદ્દાઓમાંથી પહેલો મુદ્દો છે સાક્ષાત્કારત્વનો અને બીજો છે સર્વવિષયત્વનો. આ બન્ને મુદ્દાઓ પર મીમાંસક સિવાયના બધા દાર્શનિકોનું એકમાત્ય છે. જો તેમના કથનમાં થોડું અંતર છે તો તે કેવળ પરંપરાભેદનું જ છે. ન્યાયશેષિક દર્શન
જ્યારે “સર્વ’ વિષયક સાક્ષાત્કારનું વર્ણન કરે છે ત્યારે તે ‘સર્વ’ શબ્દથી પોતાની પરંપરામાં પ્રસિદ્ધ દ્રવ્ય, ગુણ, આદિ સાતેય પદાર્થોને સંપૂર્ણ ભાવથી લે છે. સાંખ્યયોગ જ્યારે સર્વ વિષયક સાક્ષાત્કારનું ચિત્રણ કરે છે ત્યારે તે પોતાની પરંપરામાં પ્રસિદ્ધ પ્રકૃતિ, પુરુષ આદિ 25 તત્ત્વોના પૂર્ણ સાક્ષાત્કારની વાત કરે છે. બૌદ્ધ દર્શન ‘સર્વ’ શબ્દથી પોતાની પરંપરામાં પ્રસિદ્ધ પાંચ સ્કન્ધોને સંપૂર્ણ ભાવથી લે છે. વેદાન્ત દર્શન ‘સર્વ’ શબ્દથી પોતાની પરંપરામાં પારમાર્થિક રૂપે પ્રસિદ્ધ એક માત્ર પૂર્ણ બ્રહ્મને જ લે છે. જેના દર્શન પણ ‘સર્વ’ શબ્દથી પોતાની પરંપરામાં પ્રસિદ્ધ સપર્યાય ષ દ્રવ્યોને પૂર્ણપણે લે છે. આમ ઉપર્યુક્ત બધાં દરનો પોતપોતાની પરંપરા અનુસાર માનવામાં આવેલા બધા પદાર્થોને લઈને તેમનો પૂર્ણ સાક્ષાત્કાર માને છે અને તદનુસારી લક્ષણ પણ કરે છે, પરંતુ આ લક્ષણગત ઉક્ત સર્વવિષયકત્વ તથા સાક્ષાત્કારત્વ વિરુદ્ધ મીમાંસકને સખત વાંધો છે. 3. જુઓ તત્ત્વસંગ્રહ, પૃ. 825. 4. જુઓ નયચક્ર, લિખિત પ્રતિ, પૃ. 123 5. 5. જુઓ તત્ત્વસંગ્રહ, કારિકા3134 પંજિકાસહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org