Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr
View full book text
________________
જ્ઞાનબિન્દુનું પરિશીલન જેન સાહિત્યનો સાર તો આપી દીધો છે જ પરંતુ સાથે સાથે તેમણે કેટલોકનવો ઊહાપોહ પણ પોતાના તરફથી કર્યો છે. અહીં અમે એવી ત્રણ ખાસ વાતોનો નિર્દેશ કરીએ છીએ જેના પર ઉપાધ્યાયજીએ નવો ઊહાપોહ ર્યો છે -
(1) પ્રત્યક્ષ જ્ઞાનની પ્રક્રિયામાં દાર્શનિકોનું એકમાત્ય (2) પ્રામાયનિશ્ચયના ઉપાયનો પ્રશ્ન (3) અનેકાન્ત દષ્ટિએ પ્રામાણ્યના સ્વતસ્વપરતત્ત્વની વ્યવસ્થા
(1) પ્રત્યક્ષ જ્ઞાનની પ્રક્રિયામાં શબ્દભેદ ભલે હોય પરંતુ વિચારભેદ કોઈનો નથી. ન્યાયવૈશેષિક આદિ બધા વૈદિક દાર્શનિક તથા બૌદ્ધ દાર્શનિક પણ એ જ માને છે કે જ્યાં ઇન્દ્રિયજન્ય અને મનોજન્ય પ્રત્યક્ષ જ્ઞાન થાય છે ત્યાં સૌપ્રથમ, વિષય અને ઇન્દ્રિયનો સક્નિકર્ષ થાય છે. પછી નિર્વિકલ્પક જ્ઞાન, તેના પછી સવિકલ્પક જ્ઞાન ઉત્પન્ન થાય છે જે સંસ્કાર દ્વારા સ્મૃતિને પણ ઉત્પન્ન કરે છે. ક્યારેક ક્યારેક સવિકલ્પક જ્ઞાન ધારારૂપે પુનઃ પુનઃ થયા કરે છે. પ્રત્યક્ષ જ્ઞાનની પ્રક્રિયાનો આ સામાન્ય ક્રમ છે. આ પ્રક્રિયાને જૈન તત્ત્વજ્ઞોએ પોતાની વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અવાય અને ધારણાની ખાસ પરિભાષામાં બહુ પ્રાચીન સમયથી દર્શાવેલ છે. ઉપાધ્યાયજીએ આ જ્ઞાનબિન્દુમાં પરંપરાગત જેન પ્રક્રિયામાં ખાસ કરીને બે વિષયો પર પ્રકાશ પાડ્યો છે. પહેલો છે કાર્યકારણભાવનો પરિષ્કાર અને બીજો છે દનાન્તરીય પરિભાષાની સાથે જૈન પરિભાષાની તુલના. અર્થાવગ્રહ પ્રતિ વ્યંજનાવગ્રહની, અને ઈહ પ્રતિ અર્થાવગ્રહની અને આ જ ક્રમે આગળ ધારણા પ્રતિ અવાયની કારણતાનું વર્ણન તો જૈન વાલ્મમાં પ્રાચીન છે જ, પરંતુ નવ્ય ન્યાયશાસ્ત્રીય પરિશીલને ઉપાધ્યાયજી પાસે તે કાર્યકારણભાવનું પ્રસ્તુત જ્ઞાનબિન્દુમાં સપરિષ્કાર વર્ણન કરાવ્યું છે જે અન્ય કોઈ જૈન ગ્રન્થમાં મળતું નથી. ન્યાય આદિ દર્શનોમાં પ્રત્યક્ષ જ્ઞાનની પ્રક્રિયા ચાર અંશોમાં વિભક્ત છે. [36] પહેલો કારણાંશ[પૃ. 10 પંક્તિ 20] જે સન્નિકૃષ્ટ ઇન્દ્રિયરૂપ છે. બીજો વ્યાપારાંશ[46] જે સનિકર્ષ અને નિર્વિકલ્પ જ્ઞાનરૂપ છે. ત્રીજો ફલોર [પ્ર. 15 પંક્તિ 16] જે સવિકલ્પક જ્ઞાન યા નિશ્ચયરૂપ છે અને ચોથો પરિપાકાંશ[47] જે ધારાવાહી જ્ઞાનરૂપ તથા સંસ્કાર, સ્મરણ આદિરૂપ છે. ઉપાધ્યાયજીએ વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ આદિ પ્રાચીન જેના પરિભાષાને ઉક્ત ચાર અંશોમાં વિભાજિત કરીને સ્પષ્ટપણે સૂચવ્યું છે કે જૈનેતર દર્શનોમાં પ્રત્યક્ષ જ્ઞાનની જે પ્રક્રિયા છે તે જ શબ્દાન્તરથી જૈન દર્શનમાં પણ છે. ઉપાધ્યાયજી વ્યંજનાવગ્રહને કારણાંશ, અર્થાવગ્રહ તથાઈહાને વ્યાપારાશ, અવાયનેપલાશ અને ધારણાને પરિપાકાં કહે છે, જે તદ્દન ઉપયુક્ત છે.
બૌદ્ધ દર્શનના મહાયાનીય ‘ચાયબિન્દુ આદિ જેવા સંસ્કૃત ગ્રન્થોમાં મળતી પ્રત્યક્ષ જ્ઞાનની પ્રક્રિયાગત પરિભાષા તો ન્યાયદર્શન જેવી જ છે પરંતુ હીનયાનીય પાલિ ગ્રન્થોની પરિભાષા જુદી છે. જો કે પાલિ વાલ્મય ઉપાધ્યાયજીને સુલભ ન હતું તેમ છતાં તેમણે જે તુલના સૂચવી છે તે તુલનાને વર્તમાન સમયમાં સુલભ પાલિ વાલ્મય સુધી વિસ્તારીને અમે અહીં બધાં ભારતીય દર્શનોની ઉક્ત પરિભાષાગત તુલના દર્શાવીએ છીએ – 39. જુઓ પ્રમાણમીમાંસા ટિપ્પણ, પૃ. 45.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org