Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 86
________________ મતિ-બુતજ્ઞાનની ચર્ચા વ્યક્ત કરવાનો અને સમજાવવાનો જે પ્રયત્ન કર્યો છે તે અન્ય કોઈ ચિન્તકે ર્યો નથી. આ જ કારણે જૈન વાડ્મયમાં કર્મવિષયક એક સ્વત–સાહિત્યરાશિ ચિરકાળથી વિકસ્યો છે. 2. મતિ-શ્રુત જ્ઞાનની ચર્ચા જ્ઞાનની સામાન્યપણે ચર્ચા કર્યા પછી ગ્રન્થકારે તેની વિશેષ વિચારણા કરવાની દષ્ટિએ તેના પાંચ ભેદોમાંથી પ્રથમ મતિ અને શ્રુતનું નિરૂપણ કર્યું છે. જો કે વર્ણનક્રમની દષ્ટિએ મતિજ્ઞાનનું પૂરેપૂરું નિરૂપણ કર્યા પછી જ શ્રતનું નિરૂપણ આવે તેમ છતાં મતિ અને શ્રુતનાં સ્વરૂપ એકબીજાથી એટલાં વિવિક્તનથીકે એકના નિરૂપણ વખતે બીજાના નિરૂપણને ટાળી શકાય, આ કારણે જ બન્નેની ચર્ચા સાથે સાથે કરી દીધી છે [પૃ. 16 પં. 6]. આ ચર્ચાના આધારે તથા તે ભાગ ઉપર સંગૃહીત અનેક ટિપ્પણોના આધારે જે ખાસ ખાસ મુદ્દાઓ ઉપર અહીં વિચાર કરવો છે તે મુદ્દાઓ આ છે - (1) મતિ અને શ્રુતની ભેદરેખાનો પ્રયત્ન (2) કૃતનિશ્રિત અને અમૃતનિશ્રિત મતિનો પ્રશ્ન (3) ચતુર્વિધ વાક્યાર્થજ્ઞાનનો ઇતિહાસ (4) અહિંસાના સ્વરૂપનો વિચાર તથા વિકાસ (5) પસ્યાનપતિતત્વ અને પૂર્વગત ગાથા (6) મતિજ્ઞાનના વિશેષ નિરૂપણમાં નવો ઊહાપોહ. (1) મતિ અને શ્રુતની ભેદરેખાનો પ્રયત્ન જેનકર્મશાસ્ત્રના પ્રારંભિક સમયથી જ જ્ઞાનાવરણીયકર્મના પાંચ ભેદોમાં મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણ એ બે ઉત્તર પ્રવૃતિઓ તદ્દન જુદી માનવામાં આવી છે. તેથી જ એ પણ સિદ્ધ છે કે તે બે પ્રકૃતિના આવાર્યરૂપ મનાયેલાં મતિ અને શ્રુત જ્ઞાનો પણ સ્વરૂપમાં એકબીજાથી ભિન્ન જ શાસ્ત્રકારોને ઇષ્ટ છે. મતિ અને શ્રુતના પારસ્પરિક ભેદના વિષયમાં તો પુરાકાળથી જ કોઈ મતભેદ હતો નહિ અને આજે પણ તેમાં કોઈ મતભેદ દેખાતો નથી, પરંતુ તે બન્નેનું સ્વરૂપ એટલું બધું સંમિશ્રિત છે યા એકબીજાની એટલું બધું નિકટ છે કે તે બન્નેની વચ્ચે ભેદક રેખા સ્થિર કરવી બહુ જ કઠિન છે; અને ક્યારેક ક્યારેક તો તે કાર્ય અસંભવ જેવું બની જાય છે. મતિ અને શ્રુતની વચ્ચે ભેદ છે કે નહિ, જો છે તો તેની સીમાકેવી રીતે નિર્ધારિત કરવી, આ અંગે વિચાર કરનારા ત્રણ પ્રયત્નો જૈન વાડ્મયમાં દેખાય છે. પહેલો પ્રયત્ન આગમાનુસારી છે, બીજો આગમમૂલક તાર્કિક છે, અને ત્રીજો શુદ્ધતાર્કિક છે. [49] પહેલા પ્રયત્ન અનુસાર મતિજ્ઞાન તે કહેવાય છે જે ઇન્દ્રિય-મનોજન્ય છે તથા અવગ્રહ આદિ ચાર વિભાગોમાં વિભક્ત છે, અને શ્રુતજ્ઞાનતે કહેવાય છે જે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યરૂપે જૈન પરંપરામાં લોકોત્તર શાસ્ત્રના નામથી પ્રસિદ્ધ છે તથા જે જૈનેતર વાલ્મય લૌકિક શાસ્ત્ર કહેવાય છે. આ પ્રયત્નમાં મતિ અને શ્રતની ભેદરેખા સુસ્પષ્ટ છે, કેમ કે તેમાં શ્રુતપદ જેને પરંપરાના પ્રાચીન અને પવિત્ર મનાતા શાસ્ત્ર માત્ર સાથે પ્રધાનપણે સંબંધ ધરાવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130