Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr
View full book text
________________
જ્ઞાનબિન્દુનું પરિશીલન ઉપાધિભેદના કારણે ચિત્રવિચિત્ર સંભવે છે ત્યારે એ અર્થાત્ જ સિદ્ધ થઈ જાય છે કે તે ઉપાધિઓ દૂર થઈ જતાં તે વૈવિધ્ય પણ ખતમ થઈ જાય છે. જ્યારે કેવલજ્ઞાનાવરણ ક્ષીણ થઈ જાય છે ત્યારે બારમા ગુણસ્થાનના અને અન્ય મતિ આદિ ચાર આવરણ અને તેમના ક્ષયોપશમાં પણ રહેતા નથી. તેથી તે વખતે અપૂર્ણ જ્ઞાનની તથા તર્ગત તારતમ્યની પણ નિવૃત્તિ થઈ જ જાય છે. જેમ સાન્દ્ર મેઘપટલ તથા વસ્ત્ર આદિ ઉપાધિઓન રહેતાં સૂર્યનો મન્દ પ્રકાશ અને તેનું વૈવિધ્યકંઈ પણ રહેતું નથી, એકમાત્ર પૂર્ણ પ્રકારા જ સ્વતઃ પ્રકટ થાય છે, તેવી જ રીતે તે વખતે ચેતના પણ સ્વતઃ પૂર્ણપણે પ્રકાશમાન થાય છે અને આ જ તો કેવલ્યજ્ઞાનાવસ્થા છે.
ઉપાધિની નિવૃત્તિ દ્વારા ઉપાધિકૃત અવસ્થાઓની નિવૃત્તિ દર્શાવતી વખતે ઉપાધ્યાયજીએ આચાર્ય હરિભદ્રના કથનનો હવાલો આપીને આધ્યાત્મિક વિકાસક્રમના સ્વરૂપ ઉપર જાણવાલાયક પ્રકાશ પાડ્યો છે. તેમના કથનનો સાર એ છે કે આત્માના ઔપાધિક પર્યાય અર્થાત્ ધર્મ પણ ત્રણ પ્રકારના છે. જાતિ, ગતિ આદિ પર્યાયકેવળકર્મોદયરૂપ ઉપાધિથી પેદા થાય છે. તેથી તેઓ પોતાનાં કારણભૂત અઘાતીર્મો સર્વથા દૂર થતાં જ મુક્તિના સમયે નિવૃત્ત થાય છે. ક્ષમા, સન્તોષ આદિ તથા મતિજ્ઞાન આદિ એવા પર્યાયો છે જે ક્ષયો પરામજન્ય છે. તાત્ત્વિક ધર્મસંન્યાસની પ્રાપ્તિ થતાં આઠમા વગેરે ગુણસ્થાનોમાં જેમ જેમ કર્મના ક્ષયોપશમનું સ્થાનકર્મનો ક્ષય લેતો જાય છે તેમ તેમ ક્ષયોપશમરૂપ ઉપાધિનાન રહેવાથી તે પર્યાયોમાંથી તન્યવૈવિધ્ય પણ ચાલ્યું જાય છે. જે પર્યાયો કર્મક્ષયજન્ય હોવાથી ક્ષાયિક અર્થાત્ પૂર્ણ અને એકરૂપ જ છે તે પર્યાયોનું પણ અસ્તિત્વ જો દેહવ્યાપારાદિરૂપ ઉપાધિસહિત હોય તો તે પૂર્ણ પર્યાયોનું પણ અસ્તિત્વ મુક્તિમાં (જ્યાં દેહાદિ ઉપાધિઓ હોતી જ નથી) રહે નહિ. અર્થાત્ તે વખતે એટલે કે મુક્તિમાં તે પૂર્ણ પર્યાયો હોય તો છે પરંતુ સોયાધિક નથી હોતા, જેમકે સદેહ ક્ષાયિચારિત્ર પણ મુક્તિમાં મનાતું નથી. ઉપાધ્યાયજીએ ઉક્ત ચર્ચા દ્વારા એ દેખાડ્યું છે કે આત્મપર્યાયવૈભવિક અર્થાત્ ઉદયજન્ય હો કે સ્વાભાવિક પરંતુ જો તેઓ સોપાધિક હોય તો પોતપોતાની ઉપાધિ દૂર થતાં તેઓનરહે. મુક્ત દશામાં બધા પર્યાયો બધી જાતની બાહ્ય ઉપાધિઓથી મુક્ત જ મનાયા છે.
ઉપાધ્યાયજીએ જૈનપ્રક્રિયાનુસારી જે ભાવ જૈન પરિભાષામાં દેખાડ્યો છે તે જ ભાવ પરિભાષાભેદથી અન્ય ભારતીય દર્શનોમાં પણ યથાવત્ દેખાય છે. બધાં દર્શનો આધ્યાત્મિક વિકાસક્રમ દર્શાવતી વખતે સંક્ષેપમાં ઉત્કટ મુમુક્ષા, જીવન્મુક્તિ અને વિદેહમુક્તિ આ ત્રણ અવસ્થાઓને સમાનપણે માને છે, અને તે બધાં દર્શનો જીવન્મુક્ત સ્થિતિમાં જ્યારે ક્લેશ અને મોહનો સર્વથા અભાવ હોય છે અને પૂર્ણજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે વિપાકારમ્ભી આયુષ આદિ કર્મની ઉપાધિના કારણે દેહધારણ અને જીવનનું અસ્તિત્વ માને છે, વળી તે બધાં દર્શનો માને છે કે જ્યારે વિદેહમુક્તિ પ્રાપ્ત થાય છે ત્યારે ઉક્ત આયુષ આદિ કર્મની ઉપાધિ સર્વથા ન રહેવાથી તજજન્ય દેહધારણ આદિ કાર્યનો અભાવ હોય છે. ઉક્ત ત્રણ અવસ્થાઓને સ્પષ્ટપણે દર્શાવનારી દાર્શનિક પરિભાષાઓની તુલનાનીચે આપી છે : .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org