Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr
View full book text
________________
ગ્રન્થનું બાહ્ય સ્વરૂપ–વિષય
જ્ઞાનવિકાસની કઈ ભૂમિકાનો આશ્રય લઈને પ્રસ્તુત જ્ઞાનબિન્દુ ગ્રન્ય ઉપાધ્યાયજીએ રચ્યો છે એને બરાબર સમજવા માટે અમે અહીં જ્ઞાનવિકાસની કેટલીક ભૂમિકાઓનું સંક્ષેપમાં ચિત્રણ કરીએ છીએ. આવી જ્ઞાતવ્ય ભૂમિકાઓ નીચે જણાવ્યા મુજબ સાત કહી શકાય(1) કર્મશાસ્ત્રીય તથા આગમિક, (2) નિર્યુક્તિગત, (3) અનુયોગગત, (4) તત્ત્વાર્થગત, (5) સિદ્ધસેનીયા (6) જિનભદ્રીય અને (7) અકલંકીય.
(1) કર્મશાસ્ત્રીય તથા આગમિક ભૂમિકા તે છે જેમાં પંચવિધ જ્ઞાનનાં મતિ યા અભિનિબોધ આદિ પાંચ નામો મળે છે અને આ જ પાંચ નામોની આસપાસ સ્વદરનાભ્યાસજનિત થોડાઘણા ઊંડા અને વિસ્તૃત ભેદ-પ્રભેદોનો વિચાર પણ મળે છે.
| (2) બીજી ભૂમિકા તે છે જે પ્રાચીન નિર્યુક્તિ ભાગમાં, લગભગ વિક્રમની બીજી શતાબ્દી સુધીમાં, સિદ્ધ થયેલી જણાય છે. તેમાં દર્શનાન્તરના અભ્યાસની થોડીક અસર જણાય છે કેમકે પ્રાચીન નિર્યુક્તિમાં મતિજ્ઞાનના માટે મતિ અને અભિનિબોધ શબ્દ ઉપરાંત સંજ્ઞા, પ્રજ્ઞા, સ્મૃતિ આદિ અનેક પર્યાય શબ્દોની જે વૃદ્ધિ દેખાય છે અને પંચવિધ જ્ઞાનનો જે પ્રત્યક્ષ તથા પરોક્ષ એ રીતનો વિભાગદેખાય છે તે દર્શનાન્તરીય અભ્યાસને જ સૂચવે છે.
(3) ત્રીજી ભૂમિકા તે છે જે ‘અનુયોગકાર’ નામના સૂત્રગ્રન્થમાં મળે છે જે પ્રાય વિક્રમીય બીજી શતાબ્દીની કૃતિ છે. તેમાં અક્ષપાદીય ન્યાયસૂત્ર'નાં ચાર પ્રમાણોનો+તથા તેના અનુમાન પ્રમાણ સંબંધી ભેદપ્રભેદોનો સંગ્રહ છે જે દનાન્તરીય અભ્યાસનું અસંદિગ્ધ પરિણામ છે. આ સૂત્રગ્રન્થમાં જૈન પંચવિધ જ્ઞાનવિભાગને સામે રાખવા છતાં તેના કર્તા આર્યરક્ષિતસૂરિએ ન્યાયદર્શનમાં પ્રસિદ્ધ પ્રમાણવિભાગને તથા તેની પરિભાષાઓને જેને વિચારક્ષેત્રમાં લાવવાનો કદાચ સર્વપ્રથમ પ્રયત્નર્યો છે.
(4) ચોથી ભૂમિકાતે છે જે વાચક ઉમાસ્વાતિના તત્ત્વાર્થસૂત્ર’ અને ખાસ કરીને તેમના સ્વપજ્ઞ ભાગમાં જોવા મળે છે. તે પ્રાયઃ વિક્રમીય ત્રીજી શતાબ્દી પછીની કૃતિ છે. તેમાં નિર્યુક્તિપ્રતિપાદિત પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણનો ઉલ્લેખ કરીને વાચકે અનુયોગદ્વારમાં 11. નિયુક્તિસાહિત્યને જોવાથી જાણવા મળે છે કે જેટલું પણ સાહિત્ય નિયુક્તિનામથી મળે છે તે
બધું તો એક આચાર્યની કૃતિ છે કે ન તો તે એક જ શતાબ્દીમાં લખાયું છે, તેમ છતાં પ્રસ્તુત જ્ઞાનની ચર્ચા કરતો આવયનિર્યુક્તિનો ભાગ ભદ્રબાહુપ્રથમકૃત માનવામાં કોઈ વાંધો નથી.
તેથી તેને અહીં વિક્રમની બીજી શતાબ્દી સુધીમાં સિદ્ધ થયેલો કહેવામાં આવ્યો છે. 12. આવયકનિયુક્તિ, ગાથા 12. 13. બૃહત્કલ્પભાષ્યાન્તર્ગત ભદ્રબાહુકૃત નિર્યુક્તિ ગાથા 3, 24, 25. જો કે ટીકાકારે આ
ગાયાઓને ભદ્રબાહવીય નિર્યુક્તિગત હોવાનું સૂચન કર્યું નથી તેમ છતાં પૂર્વાપર સંદર્ભને જોવાથી આ ગાથાઓને નિર્યુક્તિગત માનવામાં કોઈ વાંધો નથી. ટીકાકારે નિર્યુક્તિ અને ભાષ્યનો વિવેક સર્વત્ર દેખાડ્યો નથી, એ વાત તો બૃહત્કલ્પના કોઈ પણ વાચકના ધ્યાનમાં તુરત જ આવી શકે છે અને ખાસ વાત એ છે કે ન્યાયાવતારટીકાની ટિપ્પણીના રચયિતા દેવભદ્ર જેમાં સ્પષ્ટતઃ પ્રત્યક્ષ અને પરોક્ષનું લક્ષણ આપવામાં આવેલું છે તે 25મી ગાથાને
ભગવાન ભદ્રબાહુની હોવાનું સૂચન કરે છે. ન્યાયાવતાર, પૃ. 15. 14. અનુયોગદ્વારસૂત્ર, પૃ. 21થી. 15. તત્ત્વાર્થસૂત્ર, 1.9-13.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org