Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 77
________________ ७२ જ્ઞાનબિન્દુનું પરિશીલન પ્રસ્તુત જ્ઞાનબિન્દુમાં આવ્યું જ છે, પરંતુ તે સિવાય જ્ઞાન સંબંધી અનેક નવા વિચારો પણ આ જ્ઞાનબિન્દુમાં સનિવિષ્ટ થયા છે જે વિચારો પહેલાંના કોઈ જૈન ગ્રન્થમાં જોવામાં આવતા નથી. એક રીતે પ્રસ્તુત જ્ઞાનબિન્દુ વિરોષાવશ્યકભાષ્યગત પંચવિધજ્ઞાનવર્ણનનું નવું પરિસ્કૃત અને નવીન દષ્ટિએ સમ્પન સંસ્કરણ છે. 3. રચનારેલી પ્રસ્તુત ગ્રન્ય જ્ઞાનબિન્દુની રચનારીલી કેવા પ્રકારની છે એને સ્પષ્ટ સમજવા માટે શાસ્ત્રોની મુખ્ય મુખ્ય શૈલીઓનો સંક્ષિપ્ત પરિચય જરૂરી છે. સામાન્યપણે દાર્શનિક પરંપરામાં ચાર શૈલીઓ પ્રસિદ્ધ છે - (1) સૂત્રોલી, (2) કારિકારોલી, (3) વ્યાખ્યારેલી અને (4) વર્ણનરોલી. મૂળ રૂપમાં સૂત્રોલીનું ઉદાહરણ છે ન્યાયસૂત્ર’ આદિ. મૂળરૂપમાં કારિકાશૈલીનું ઉદાહરણ છે “સાંખ્યકારિકા’ આદિ. ગદ્યપદ્ય યા ઉભય રૂપમાં જ્યારે કોઈ મૂળ ગ્રન્થ ઉપર વ્યાખ્યા રચવામાં આવે છે ત્યારે તે છે વ્યાખ્યારશૈલી-જેમકે ‘ભાગ્ય’ ‘વાર્તિક' આદિ ગ્રન્થ. જેમાં સ્વોપજ્ઞયા અચોપજ્ઞ કોઈ મૂળનું અવલંબનન હોય પરંતુ જેમાં ગ્રન્થકાર પોતાના પ્રતિપાઘ વિષયનું સ્વતંત્રપણે સીધે સીધી રીતે વર્ણન જ કરતા જાય છે અને પ્રસન્તાનુપ્રસક્ત અનેક મુખ્ય વિષય સંબંધી વિષયોને ખડા કરીને તેમના નિરૂપણ દ્વારા મુખ્ય વિષયના વર્ણનને જ પુષ્ટ કરે છે તે રૌલી છે વર્ણનશૈલીયા પ્રકરણરોલી. પ્રસ્તુત ગ્રન્થની રચના આ વર્ણનશૈલીમાં કરવામાં આવી છે. જેમ વિઘાનન્દ ‘પ્રમાણપરીક્ષા, મધુસૂદન સરસ્વતીએ વેદાન્તકલ્પલતિકા અને સદાન ‘વેદાન્તસાર’ વર્ણનરોલીમાં રચ્યા તેમજ ઉપાધ્યાયજીએ જ્ઞાનબિન્દુની રચના વર્ણનરીલીમાં કરી છે. તેમાં પોતે કે કોઈ બીજાએ રચેલાગઘાત્મક યા પદ્યાત્મક ભૂલનું અવલંબન નથી. તેથી તેના પૂરેપૂરા રૂપમાં જ્ઞાનબિન્દુ કોઈ મૂળ ગ્રન્થની વ્યાખ્યા નથી. તે તો સીધે સીધી રીતે પ્રતિપાદ્ય તરીકે પસંદ કરવામાં આવેલા જ્ઞાન અને તેના પાંચ પ્રકારોનું નિરૂપણ પોતાની રીતે કરે છે. આ નિરૂપણમાં ગ્રન્થકારે પોતાની યોગ્યતા અને મર્યાદા અનુસાર મુખ્ય વિષય સાથે સંબંધ ધરાવતા અનેક વિષયોની ચર્ચા છણાવટ સાથે કરી છે જેમાં તેમણે પક્ષ યા વિપક્ષ રૂપે અનેક ગ્રન્થકારોનાં મન્તવ્યોનાં અવતરણો પણ આપ્યાં છે. જો કે ગૂન્યકારે આગળ જઈને ‘સન્મતિ’ની અનેક ગાથાઓને લઈને (પૃ. 33) તેમનું કમરાઃ વ્યાખ્યાન પણ પોતે ક્યું છે, તેમ છતાં વસ્તુતઃ તે ગાથાઓને લેવી અને તેમનું વ્યાખ્યાન કરવું એ તો કેવળ પ્રાસંગિક છે. જ્યારે કેવલજ્ઞાનના નિરૂપણનો પ્રસંગ આવ્યો અને તે સંબંધમાં આચાર્યોના મતભેદો ઉપર કંઈક લખવાનું પ્રાપ્ત થયું ત્યારે તેમણે સન્મતિગત કેટલીક મહત્ત્વની ગાથાઓને લઈને તે ગાથાઓના વ્યાખ્યાનના રૂપમાં પોતાના વિચાર પ્રકટ કરી દીધા છે. ખુદ ઉપાધ્યાયજીએ જ તન્ન તત્ત્વ વિક્ત સમ્મતિથfમોવVરયામ:' (પૃ. 33) કહીને તે ભાવ સ્પષ્ટ કરી દીધો છે. ઉપાધ્યાયજીએ અનેકાન્તવ્યવસ્થા આદિ અનેક પ્રકરણગ્રન્ય લખ્યા છે જે જ્ઞાનબિન્દુની જેમ વર્ણનરોલીમાં છે. આ શૈલીનું અવલંબન લેવાની પ્રેરણા કરનારા વેદાન્તકલ્પલતિકા, વેદાન્તસાર, ન્યાયદીપિકા આદિ અનેક એવા ગ્રન્થ હતા જેમનો તેમણે ઉપયોગ પણ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130