Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 10
________________ જૈનાગમ અને બૌદ્ધાગમનો સંબંધ આગમિક સાહિત્યનું ઐતિહાસિક સ્થાનઃ નિગ્રન્થ સંપ્રદાયનાં આચાર અને તત્ત્વજ્ઞાન સાથે સંબંધ ધરાવતા જે મુદ્દાઓ ઉપર આપણે ઐતિહાસિક દષ્ટિએ વિચાર કરવા માગીએ છીએ તે મુદ્દાઓ જૈન આગમિક સાહિત્યમાં જેવા ને તેવા મળી જાય છે તો પછી તે આગમિક સાહિત્યના આધારે તેમને યથાર્થ માનીને શા માટે સંતુષ્ટ ન રહેવાય ? - આ પ્રશ્ન કોઈ પણ શ્રદ્ધાળુ જૈનના મનમાં ઊઠી રાકે છે. તેથી અહીં એ પણ દર્શાવવું જરૂરી બની જાય છે કે આપણે આગમિક સાહિત્યમાં કહેવામાં આવેલી વાતોની પરીક્ષા શા માટે કરીએ છીએ ? આપણી આગળ મુખ્યપણે બે વર્ગો મોજૂદ છે. એક વર્ગ તો એવો છે જે માત્ર પ્રાચીન આગમોને જ નહિ પણ તેમની ટીકા-અનુટીકા વગેરે ઉત્તરકાલીન સાહિત્યને પણ અક્ષરરાઃ સર્વજ્ઞપ્રણીત યા તત્સદશ માનીને જ પોતાનો મત બનાવે છે. બીજો વર્ગ એવો છે જે કાં તો આગમોને અને પછીની વ્યાખ્યાઓને અંશતઃ માને છે કાં તો બિલકુલ જ નથી માનતો. આવી પરિસ્થિતિમાં આગમિક સાહિત્યના આધારે નિર્વિવાદ પણે બધાંની આગળ કોઈ વાત રજૂ કરવી હોય તો એ જરૂરી બની જાય છે કે પ્રાચીન આગમો અને તેમની વ્યાખ્યાઓમાં કહેવામાં આવેલી વાતોની યથાર્થતા બહારનાં સાધનોથી તપાસવામાં આવે, પરીક્ષવામાં આવે. જો બહારનાં સાધનો આગમવર્ણિત વસ્તુઓનું સમર્થન કરતાં હોય તો માનવું પડશે કે આગમભાગ અવશ્ય પ્રમાણભૂત છે. બહારનાં સાધનો દ્વારા પૂરું સમર્થન પામનાર આગમભાગોને પછી આપણે એક યા બીજા કારણે કૃત્રિમ કહીને ફેંકી દઈ શકતા નથી. આમ ઐતિહાસિક પરીક્ષા એક બાજુ આગમિક સાહિત્યને અર્વાચીન યાકૃત્રિમ કહીને બિલકુલ જ ન માનનારાઓને તેનું સાપેક્ષ પ્રામાણ્ય સ્વીકારવા ફરજ પાડે છે, તો બીજી બાજુ આગમ સાહિત્યને તદ્દન સર્વજ્ઞપ્રણીત માનીને જેવું છે તેવું જ સ્વીકારી લેનારાઓને તેનું પ્રામાણ્ય વિવેકપૂર્વક સ્વીકારવાની શિક્ષા-શિખામણ આપે છે. હવે આપણે જોઈશું કે આવાં બહારનાં સાધનો ક્યાં છે જે નિર્પ્રન્થ સંપ્રદાયના આગમકથિત પ્રાચીન સ્વરૂપનું સીધું પ્રબળ સમર્થન કરતાં હોય. જૈનાગમ અને બૌદ્ધાગમનો સંબંધ જો કે પ્રાચીન બૌદ્ધ પિટક અને પ્રાચીન વૈદિક-પૌરાણિક સાહિત્ય એ બંને પ્રસ્તુત પરીક્ષામાં સહાયકારી છે તેમ છતાં પણ આગમકથિત નિર્પ્રન્થ સંપ્રદાયની સાથે જેટલો અને જેવો સીધો સંબંધ બૌદ્ધ પિટકોનો છે તેટલો અને તેવો સંબંધ વૈદિક યા પૌરાણિક સાહિત્યનો નથી. તેનાં નીચે જણાવેલાં કારણો છે - એક તો જૈન સંપ્રદાય અને બૌદ્ધ સંપ્રદાય બંનેય શ્રમણ સંપ્રદાય છે. તેથી તેમનો સંબંધ ભ્રાતૃભાવ જેવો છે. બીજું કારણ એ કે બૌદ્ધ સંપ્રદાયના સ્થાપક ગૌતમ બુદ્ધ તથા નિર્પ્રન્થ સંપ્રદાયના અંતિમ પુરસ્કર્તા જ્ઞાતપુત્ર મહાવીર બંને સમકાલીન હતા. તે કેવળ સમકાલીન જ નહિ પરંતુ સમાન યા એક જ ક્ષેત્રમાં (પ્રદેશમાં) જીવનયાપન કરનારા હતા. બંનેની પ્રવૃત્તિનું ધામ એક પ્રદેશ જ નહિ પરંતુ એક જ શહેર, એક જ મહોલ્લો અને એક જ કુટુંબ પણ રહ્યું. બન્નેના અનુયાયીઓ પણ પરસ્પર મળતા હતા અને પોતપોતાના પૂજ્ય પુરુષોના ઉપદેશો તથા આચારો ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 130