Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 36
________________ અયેલત્વ-સએલત્વ (1) ચન્દ્રગુપ્ત મૌર્યના સમયમાં પાટલિપુત્રમાં થયેલી વાચના સમયે જૈન સંઘમાં પૂર્ણ એકમત્યનો જે અભાવ હતો એ આપણને બૌદ્ધ વૈશાલી સંગીતિની યાદ દેવડાવે છે. (2) ઈ.સ.ની બીજી શતાબ્દીના અંતમાં શ્વેતામ્બર-દિગમ્બર ફિરકાઓનું પારસ્પરિક અત્તર એટલું બધું વધી ગયું હતું કે એક બીજાને નિદ્ભવ’ તો બીજાએ પહેલાને “જેનાભાસ” સુધ્ધાં કહી દીધો. આ ઘટના આપણને સ્થવિરવાદી અને મહાસાંધિકોની વચ્ચે થયેલી પરસ્પર ભર્જનાની યાદ દેવડાવે છે જેમાં એક બીજાને અધર્મવાદી તથા બીજાએ પહેલાને હીનયાની કહ્યો. (3) અમે પહેલાં (પૃ. ૯-૧૦) જે વ્યુતાવર્ણવાદદોષના લાંછનનો નિર્દેશ કર્યો છે તે આપણને ઉપર સૂચિત સ્થિરમતિ અને વસુબધુ આદિ દ્વારા હીનયાનીઓ ઉપર કરવામાં આવેલા તીવ્ર પ્રહારોની યાદ દેવડાવે છે. વિશેષ વિવરણ માટે જુઓ A Historical Study of the terms Hinayana and Mahayana Buddhism by Prof. Ryukan Kimura, Published by Calcutta University. (2). અચેલત્વ-સએલત્વ બૌદ્ધ પિટકોમાં પદે પદે કોઈને કોઈ પ્રસંગમાં નિગંઠો નાતપુત્તો' જેવા શબ્દો આવે છે, તથા નિગંઠા એકસાટકા જેવા શબ્દો પણ આવે છે. જૈન આગમોના જાણકારો માટે આ શબ્દોનો અર્થ કોઈ પણ રીતે કઠિનનથી. ભગવાન મહાવીર જ સૂત્રતાંગ જેવા પ્રાચીન આગમોમાં “નાયપુર' તરીકે નિર્દિષ્ટ છે. તેવી જ રીતે આચારાંગના અતિપ્રાચીન પ્રથમ શ્રુતસ્કંધમાં અચેલક અને એકવસ્ત્રધારી નિર્ગુન્હકલ્પની પણ વાત આવે છે. ખુદ મહાવીરના જીવનની ચર્ચા કરનાર આચારાંગના નવમા અધ્યયનમાં પણ મહાવીરના ગૃહાભિનિષ્ક્રમણનું વર્ણન કરતી વખતે કહેવામાં આવ્યું છે કે તેમણે શરૂઆતમાં એક વસ્ત્ર ધારણ કર્યું હતું પરંતુ અમુક સમય પછી તે એક વસ્ત્રને પણ તેમણે છોડી દીધું અને તે અચેલક બની ગયા. બૌદ્ધ ગ્રન્થોમાં વર્ણિત એકરાટક નિર્ચન્ય’ પાર્શ્વનાથયા મહાવીરની પરંપરાના જ હોઈ શકે, બીજા કોઈ નહિ, કેમ કે આજની જેમ તે યુગમાં તથા તેનાથી પણ પ્રાચીન યુગમાં નિર્ઝન્ય પરંપરા સિવાય પણ બીજી અવધૂત આદિ અનેક એવી પરંપરા હતી જે પરંપરાઓમાંનગ્ન અને સવસન ત્યાગી હતા પરંતુ જ્યારે એકાટક સાથે ‘નિગંઠ વિરોષણ આવે છે ત્યારે નિઃસંદેહપણે બૌદ્ધ 1. મઝિમનિકાય, સુત્ત56. 2. અંગુત્તરનિકાય, Vol. 3, પૃ. 383. 3. સૂત્રકૃતાંગ, 1.2.3.22. 4. આચારાંગનું વિમોહાધ્યયન. 5. આચારાંગ, અ. 9. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130