Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 67
________________ જ્ઞાનબિન્દુનું પરિશીલન કહ્યું કે હું શ્રુતસમુદ્રમાંથી જ્ઞાનબિંદુ'નો સમ્યગૂ ઉદ્ધાર કરું છું ત્યારે તેમણે પોતાના શ્રીમુખે એ તો કહી જ દીધું કે મારો આ ગ્રન્થ ગમે તેવો કેમ ન હોય છતાં પણ તે શ્રુતસમુદ્રનું તો એક બિન્દુમાત્ર છે. નિઃસંદેહ અહીં શ્રુત શબ્દથી ગ્રન્થકારનો અભિપ્રાય પૂર્વાચાર્યની કૃતિઓથી છે. એ પણ સ્પષ્ટ છે કે ગ્રન્થકારે પોતાના ગ્રન્થમાં, પૂર્વકૃતમાં સાક્ષાત્ ન ચર્ચાયેલી એવી કેટલીય વાતો નિહિત કેમ ન કરી હોય તેમ છતાં તે પોતે પોતાને પૂર્વાચાર્યો આગળ લઘુજ સૂચવે છે. આ રીતે પ્રસ્તુત ગ્રન્થ પ્રાચીન ગ્રુતસમુદ્રનો એક અંશમાત્ર હોવાથી તેની અપેક્ષાએ તો અતિ અલ્પ છે જ, પરંતુ સાથે સાથે જ જ્ઞાનબિન્દુ નામ રાખવામાં ગ્રન્થકારનો વળી એક વધુ અભિપ્રાય પણ છે. તે અભિપ્રાય એ છે કે ઉપાધ્યાયજી આ ગ્રન્થની રચનાના પહેલાં એક જ્ઞાનવિષયક અત્યન્ત વિસ્તૃત ચર્ચા કરતો બહુ મોટો ગ્રન્થ રચી ચૂક્યા હતા જેનો આ જ્ઞાનબિન્દુ એક અંરા છે. જો કે આ મોટો ગ્રન્થ આજ આપણને ઉપલબ્ધ નથી તેમ છતાં ગ્રન્થકારે પોતે જ પ્રસ્તુત ગ્રન્થમાં તેનો ઉલ્લેખ ક્યો છે અને એ ઉલ્લેખ પણ મામૂલી નામથી નહિ પણ “જ્ઞાનાર્ણવ જેવા વિશિષ્ટ નામથી. તેમણે અમુક ચર્ચા કરતી વખતે વિરોષ વિસ્તારથી જાણવા માટે સ્વરચિત “જ્ઞાનાર્ણવ ગન્ય તરફ સંકેત છે. “જ્ઞાનબિન્દુમાં કરવામાં આવેલી કોઈ પણ ચર્ચા પોતે જ વિશિષ્ટ અને પૂર્ણ છે, તેમ છતાં તેમાં અધિક ઊંડાણ ઈચ્છનારાઓ માટે જ્યારે ઉપાધ્યાયજી “જ્ઞાનાર્ણવ’ જેવી પોતાની મોટીકૃતિનું સૂચન કરે છે ત્યારે એમાં કોઈ શંકા નથી કે તે પોતાની પ્રસ્તુત કૃતિને પોતાની જ બીજી તે જ વિષયની બહુ મોટી કૃતિથી પણ નાની સૂચિત કરે છે. બધા દેશોના વિદ્વાનોની એ પરિપાટી રહી છે અને આજે પણ છે કે તેઓ કોઈ વિષય ઉપર જ્યારે બહુ મોટો ગ્રન્થ લખે ત્યારે તે જ વિષય ઉપર અધિકારી વિશેષની દષ્ટિએ મધ્યમ પરિમાણનો યા લઘુ પરિમાણનોયાબને પરિમાણનો ગ્રન્થ પણ રચે. આપણે ભારતવર્ષના સાહિત્યિક ઇતિહાસને જોઈશું તો પ્રત્યેક વિષયના સાહિત્યમાં તે પરિપાટીનાં ઉદાહરણો જોવા મળશે. ઉપાધ્યાયજીએ પોતે જ અનેક વિષયો પર લખતી વખતે તે પરિપાટીનું અનુસરણ ક્યું છે. તેમણે નય, સપ્તભંગી આદિ અનેક વિષયો ઉપર નાનાં નાનાં પ્રકરણો પણ લખ્યાં છે અને તે જ વિષયો ઉપર મોટા મોટાગ્રન્યો પણ લખ્યા છે. ઉદાહરણાર્થ, ‘નયપ્રદીપ’, ‘નયરહસ્ય’ આદિનાનાં નાનાં પ્રકરણો છે જ્યારે અનેકાન્તવ્યવસ્થા’, ‘નયામૃતતરંગિણી' આદિ મોટાયા આકરગ્રન્યો પણ છે. એવું જણાય છે કે જ્ઞાનવિષય ઉપર લખતી વખતે પણ તેમણે પહેલાં “જ્ઞાનાર્ણવ નામનો આકરગ્રન્થ લખ્યો અને પછી “જ્ઞાનબિન્દુ’ નામનોનાનો પણ પ્રવેરાક ગ્રન્ય રચ્યો. ‘જ્ઞાનાર્ણવ” ઉપલબ્ધ ન હોવાથી તેમાં શું શું, કેટલી કેટલી અને કેવા કેવા પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી હશે એ કહેવું સંભવ નથી, તેમ છતાં ઉપાધ્યાયજીના વ્યક્તિત્વના સૂચક સાહિત્યરાશિને જોવાથી એટલું તો નિઃસંદેહ કહી શકાય કે તેમણે તે અર્ણવગ્રન્થમાં જ્ઞાનસંબંધીયચ્ચ યાવચ્ચ કહી નાખ્યું હશે. 4. “જ્ઞાનવત્ શ્રતાપે સક્રિયતે મા' - પૃ.1 5. ‘ મતજ્ઞાનાવાતુ કરણેયમ્' -પૃ. 16. તથા ગ્રન્યકારે શાસ્ત્રવાર્તાસમુચ્ચયની ટીકા સ્યાદ્વાદકલ્પલતામાં પણ સ્વકૃત જ્ઞાનાર્ણવનો ઉલ્લેખ કર્યો છે-“તત્વમત્રત્યે નૃતજ્ઞાનાવાનું નવસેમ્’-પૃ. 20. દિગમ્બરાચાર્ય શુભચન્દ્રનો પણ એક શાનાર્ણવ નામનો ગ્રન્ય મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130