Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr
View full book text
________________
ત્રીજું પ્રકરણ જ્ઞાનબિન્દુનું પરિશીલન
ગ્રન્થકાર
પ્રસ્તુત ગ્રન્થ ‘જ્ઞાનબિન્દુ’ના પ્રણેતા તે જ વાચકપુંગવ શ્રીમદ્ યશોવિજયજી છે જેમની એક કૃતિ ‘જૈનતર્કભાષા’ આના પહેલાં આ જ ‘સિંધી જૈન ગ્રન્થમાલા’માં આઠમા મણિના રૂપમાં પ્રકાશિત થઈ ચૂકી છે. તે જૈનતર્કભાષાના પ્રારંભમાં ઉપાધ્યાયજીનો સપ્રમાણ પરિચય આપી દીધો છે. એમ જોઈએ તો તેમના જીવનના સંબંધમાં, ખાસ કરીને તેમની અનેક પ્રકારની કૃતિઓના સંબંધમાં, ઘણું બધું વિચારવાનો અને લખવાનો અવકારા છે, તેમ છતાં અહીંતો કેવળ એટલાથી જ સંતોષ માનવામાં આવે છે જેટલું તર્કભાષાના પ્રારંભમાં કહેવામાં આવ્યું છે.
જો કે ગ્રન્થકારના વિરો અમારે અત્યારે અહીં અધિક કંઈ કહેવું નથી તેમ છતાં પ્રસ્તુત જ્ઞાનબિન્દુ નામની કૃતિનો સવિશેષ પરિચય કરાવવો આવશ્યક છે અને ઇષ્ટ પણ છે. એના દ્વારા ગ્રન્થકારના સર્વાંગીણ પાંડિત્ય તથા ગ્રન્થનિર્માણકૌશલનો પણ થોડોઘણો પરિચય વાચકોને અવશ્ય જ થઈ જશે.
ગ્રન્થનું બાહ્ય સ્વરૂપ
ગ્રન્થના બાહ્ય સ્વરૂપનો વિચાર કરતી વખતે મુખ્યપણે ત્રણ વાતો ઉપર કેટલોક વિચાર કરવો અવસરપ્રાપ્ત છે - (1) નામ, (2) વિષય અને (3) રચનારશૈલી.
(1) નામ :
ગ્રન્થકારે પોતે જ ગ્રન્થનું ‘જ્ઞાનબિન્દુ’ નામ, ગ્રન્થ રચવાની પ્રતિજ્ઞા કરતી વખતે પ્રારંભમાં? તથા તેની સમાપ્તિ કરતી વખતે અન્તમાં ઉલ્લેખ્યું છે. આ સામાસિક નામમાં ‘ાન’ અને ‘બિન્દુ’ આ બે પદો છે. ‘જ્ઞાન’ પદ્મનો સામાન્ય અર્થ પ્રસિદ્ધ જ છે અને બિન્દુનો અર્થ છે ટીપું. જે ગ્રન્થ જ્ઞાનનું બિન્દુ માત્ર છે અર્થાત્ જેમાં જ્ઞાનની ચર્ચા ટીપા જેટલી અતિ અલ્પ છે તે જ્ઞાનબિન્દુ એવો અર્થ ‘જ્ઞાનબિંદુ’ શબ્દનો વિવક્ષિત છે. જ્યારે ગ્રન્થકાર પોતાના આગંભીર, સૂક્ષ્મ અને પરિપૂર્ણ ચર્ચાવાળા ગ્રન્થને પણ બિંદુ કહીને નાનો સૂચવે છે ત્યારે એ પ્રશ્ન સહજ જ ઊઠે છે કે શું ગ્રન્થકાર, પૂર્વાચાર્યોની તથા અન્ય વિદ્વાનોની જ્ઞાનવિષયક અતિ વિસ્તૃત ચર્ચાની અપેક્ષાએ, પોતાની પ્રસ્તુત ચર્ચાને નાની કહીને વસ્તુસ્થિતિ પ્રકટ કરે છે કે પછી આત્મલાઘવ પ્રકટ કરે છે, અથવા પોતાની આ જ વિષયની અન્ય કોઈ મોટી કૃતિનું સૂચન કરે છે ? આ ત્રિઅંશી પ્રશ્નનો જવાબ પણ બધા અંશોમાં હારૂપ જ છે. જ્યારે તેમણે 1. જુઓ ‘જૈનતભાષાનું પરિશીલન’ગત પરિચય, પૃ. 54.
2. ‘જ્ઞાનવિન્તુઃ શ્રુતામ્મોપેઃ સમ્યયુપ્રિયતે મયા' - પૃ. 1
3. ‘સ્વાવાદ્દસ્ય જ્ઞાનવિન્ડોઃ’ - પૃ. 49.
5
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org