Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 55
________________ ૫૦ નિગ્રંન્યસમ્પ્રદાય કર્મવાસનાઓની જાળને તોડી નથી શકતો. વ્યાસનું પુરાણી વાસનાઓના ભેદકરૂપે તપનું વર્ણન અને નિર્ઝન્ય પરંપરાનું પુરાણાં કમની નિર્જરાના સાધનરૂપે તપનું નિરૂપણ - આ બને શ્રમણ પરંપરાની તપસંબંધી પ્રાચીનતમ માન્યતાનું વાસ્તવિક સ્વરૂપે પ્રગટ કરે છે. બુદ્ધને છોડીને બધી શ્રમણ પરંપરાઓએ તપનું અતિ મહત્ત્વ સ્વીકાર્યું છે. તેથી આપણે એ પણ સમજી શકીએ છીએ કે આ પરંપરાઓ શ્રમણ કેમ કહેવાઈ? મૂળમાં શ્રમણનો અર્થ જ છે “તપ કરનારો'. જર્મન વિદ્વાન વિન્ટરનિટ્સે યોગ્ય જ કહ્યું છે કે શ્રામાણિક સાહિત્ય વૈદિક સાહિત્યથી પણ પ્રાચીન છે જે જુદાં જુદાં રૂપોમાં મહાભારત, જેનાગમ તથા બૌદ્ધપિટકોમાં સુરક્ષિત છે. મારો પોતાનો મત છે કે સાંખ્યયોગ પરંપરા પોતાના વિશાળ તથા મૂળ અર્થમાં બધી શ્રમણશાખાઓનો સંગ્રહ કરી લે છે. શ્રમણ પરંપરાના તપનો ભારતીય જીવન ઉપર એટલો અધિક પ્રભાવ પડ્યો છે કે તે કોઈ પણ પ્રાન્તમાં, કોઈ પણ જાતિમાં અને કોઈ પણ ફિરકામાં સરળતાથી જોઈ શકાય છે. આ જ કારણે બુદ્ધ તપનો પ્રતિવાદ કરવા છતાં પણ તપ’ શબ્દને છોડી ન શક્યા. તેમણે કેવળ તે શબ્દમાં નવો અર્થ ભરીને તેને પોતાને અનુકૂળ બનાવી દીધો છે. લેશ્યાવિચાર વૈદિક પરંપરામાં ચાર વર્ણોની માન્યતા ધીરે ધીરે જન્મના આધાર પર સ્થિર થઈ ગઈ હતી. જ્યારે તે માન્યતા એટલી બધી ચુસ્ત અને જડ થઈ ગઈ કે આન્તરિક યોગ્યતા ધરાવતી હોવા છતાં પણ એક વર્ણની વ્યક્તિ અન્ય વર્ણમાં કે અન્ય વર્ણયોગ્યધર્મકાર્યમાં પ્રવિષ્ટ થઈ શકતી ન હતી, ત્યારે જન્મસિદ્ધ ચાર વર્ણોની માન્યતાની વિરુદ્ધ ગુણકર્મસિદ્ધ ચાર વર્ણોની માન્યતાનો ઉપદેશ અને પ્રચાર શ્રમણવર્ગે જોરથી ર્યો. આ વાત ઇતિહાસ પ્રસિદ્ધ છે. - બુદ્ધ અને મહાવીર બને કહે છે કે જન્મથી નતો કોઈ બ્રાહ્મણ છે, નક્ષત્રિય છે, નય છે, કે ન છે. બ્રાહ્મણ આદિ ચારેય કર્મથી જ મનાવા જોઈએ ઇત્યાદિ. શ્રમણધર્મના પુરસ્કર્તાઓએ બ્રાહ્મણપરંપરામાં પ્રચલિત ચતુર્વિધ વર્ણવિભાગને ગુણકર્મના આધાર ઉપર સ્થાપ્યો તો ખરો પરંતુ કેવળ એટલાથી તેમને સંતોષ ન થયો. સારાં-નરસાં ગુણ-કર્મની પણ અનેક કક્ષાઓ હોય છે. તેથી તદનુસાર પણ મનુષ્યજાતિનું વર્ગીકરણ કરવું આવશ્યક થઈ જાય છે. શ્રમણ પરંપરાના નાયકોએ કોઈક કાળે આવું વર્ગીકરણ કર્યું પણ છે. પહેલાં કોણે કર્યું એની તો ખબર નથી પડતી પરંતુ બૌદ્ધ ગ્રન્થોમાં બેનામોની સાથે આવા વર્ગીકરણની ચર્ચા આવે છે. દીઘનિકાયમાં આજીવક સંખલિ ગોશાલકના નામની સાથે આવા વર્ગીકરણનો છ અભિજાતિરૂપે નિર્દેશ કરવામાં આવ્યો છે, જ્યારે અંગુત્તરનિકાયમાં પુરણકસ્સ૫ના મન્તવ્ય તરીકે આવા વર્ગીકરણનું છ અભિજાતિરૂપે કથન છે. આ છ અભિજાતિઓ અથવા મનુષ્યજાતિની કર્માનુસાર કક્ષાઓ આ પ્રમાણે છે – કૃષ્ણ, નીલ, લોહિત (રક્ત), હરિદ્ર 1. ઉત્તરાધ્યયન 25.33, ધમ્મપદ 26.11, સુત્તનિપાત 7.21. 2. અંગુત્તરનિકાય, વૉલ્યુમ3, પૃ. 383. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130