Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr
View full book text
________________
૫૮
જૈનતભાષાનું પરિશીલન પ્રાચીન સમયમાં મળતાં ન્યાયશબ્દયુક્ત નામોની પરંપરાનો આ એક જ અપવાદ છે જેમાં ન્યાયશબ્દને બદલે તર્કશબ્દ છે. આવી પરંપરા હોવા છતાં પણ ન્યાય’ શબ્દનાસ્થાને તક શબ્દ લગાવીને તર્કભાષાનામ રાખનાર અને એ નામ ધરાવતું ધર્મકીર્તિકૃત ન્યાયબિન્દુ નામના ગ્રન્થના પદાર્થો પર જ એક પ્રકરણ લખનાર બૌદ્ધ વિદ્વાન મોક્ષાકર છે જે બારમી રાતાબ્દીના મનાય છે. મોક્ષાકરની આ તકભાષા કૃતિનો પ્રભાવ વૈદિક વિદ્વાન કેશવમિશ્ર પર પડ્યો જણાય છે, જેથી તેમણે વૈદિક પરંપરાનુસારી અક્ષપાદના ન્યાયસૂત્રનો આધાર લઈને પોતાનો તર્કભાષા ગ્રન્થ તેરમી-ચૌદમી શતાબ્દીમાં રચ્યો. મોક્ષાકરનો જગત્તલ બૌદ્ધ વિહાર કેશવ મિશ્રની મિથિલાથી બહુ દૂર નહિ હોય એવું જણાય છે. ઉપાધ્યાય યશોવિજયજીએ બૌદ્ધ વિદ્વાન અને વૈદિક વિદ્વાનની બન્ને તર્કભાષાઓ જોઈ, ત્યારે તેમને પણ ઇચ્છા થઈ કે એક એવી તકભાષા લખાવી જોઈએ જેમાં જેન મન્તવ્યોનું વર્ણન હોય. આ ઇચ્છાથી પ્રેરાયેલા તેમણે પ્રસ્તુત ગ્રન્યરચ્યો અને તેનું કેવળ તકભાષા’ નામન રાખતાં જનકભાષા” એવું નામ રાખ્યું. એમાં કોઈ જ સંદેહ નથી કે ઉપાધ્યાયજીની જેનતકભાષાની રચના કરવાની કલ્પનાનું મૂળઉક્ત બે તર્કભાષાઓના અવલોકનમાં છે. મોક્ષાકરીય તકભાષાની પ્રાચીન તાડપત્રીય પ્રતિ પાટણના ભંડારમાં છે જેના ઉપરથી જાણી શકાય છે કે મોક્ષારીય તકભાષાનો જૈન ભંડારમાં સંગ્રહ તો ઉપાધ્યાયજીના પહેલાં જ થયો હશે પરંતુ કેશવમિશ્રીય તકભાષા જૈન ભંડારમાં સંગૃહીત હોવાની બાબતમાં કંઈ ભારપૂર્વક કહી શકાતું નથી. સંભવ છે કે જેને ભંડારમાં તેનો સંગ્રહ સૌપ્રથમ ઉપાધ્યાયજીએ જ કર્યો હોય કેમકે તેની પણ વિવિધ ટીકાયુક્ત અનેક પ્રતિઓ પાટણ આદિ અનેક સ્થાનોના જૈન સાહિત્યસંગ્રહમાં છે,
મોક્ષાકરીયતકભાષા ત્રણ પરિચ્છેદોમાં વિભક્ત છે, જેવી રીતે તેનો આધારભૂત ગ્રન્ય ન્યાયબિન્દુ પણ છે. કેરાવમિશ્રીય તર્કભાષામાં આવા પરિચ્છેદ વિભાગો નથી. તેથી જ ઉપાધ્યાયજીની તર્કભાષાના ત્રણ પરિચ્છેદો કરવાની કલ્પનાનો આધાર મોક્ષાકરીયત/ભાષા છે એમ કહેવું અસંગત નહિ ગણાય. જૈનતભાષાની રચનાની, તેના નામકરણની અને તેના વિભાગની કલ્પનાનો ઇતિહાસ થોડોઘણો જ્ઞાત થયો, પરંતુ હવે પ્રશ્ન એ છે કે તેમણે પોતાના ગ્રન્થનો જે પ્રતિપાદ્ય વિષય પસંદ ર્યો અને તેને પ્રત્યેક પરિચ્છેદમાં વિભાજિતર્યો તેનો કોઈ આધાર તેમની સામે હતો કે પછી તેમણે પોતે પોતાની મેળે જ વિષયની પસંદગી કરી અને તેનું પરિચ્છેદ અનુસાર વિભાજન પણ કર્યું? આ પ્રશ્નનો ઉત્તર આપણને ભટ્ટારક અકલંકની કૃતિ લઘીયલ્સયનું અવલોકન કરવાથી મળી જાય છે. અકલંકનો ગ્રન્થ લધીયઋય જે મૂલ પદ્યબદ્ધ છે અને સ્વપજ્ઞવિવરણયુક્ત છે, તેના મુખ્યપણે પ્રતિપાઘ વિષયોત્રણ છે - પ્રમાણ, નય અને નિક્ષેપ. તે જ ત્રણ વિષયોને લઈને ન્યાયપ્રસ્થાપક અકલકે ત્રણ વિભાગમાં લધીયસની રચના કરી જે ત્રણ પ્રવેશોમાં વિભાજિત છે. બૌદ્ધ-વૈદિક બે તકભાષાઓના અનુકરણરૂપે જૈન તર્કભાષા રચવાની ઉપાધ્યાયજીને ઇચ્છા થઈ હતી જ, પરંતુ તેમને પ્રતિપાદ્યવિષયની પસંદગી તથા તેના વિભાગ વાસ્તે અકલંકની કૃતિ મળી ગઈ જેનાથી તેમની ગ્રન્યનિર્માણની યોજના બરાબર બની ગઈ. ઉપાધ્યાયજીએ જોયું કે લવીયઝયમાં પ્રમાણ, નય અને નિક્ષેપનું વર્ણન છે પરંતુ પ્રાચીન હોવાથી વિકસિત યુગ માટે પર્યાપ્ત નથી. તેવી જ રીતે કદાચ તેમણે એ પણ વિચાર્યું હોય કે દિગમ્બરાચાર્યકૃત લઘીયત્રય જેવો પરંતુ નવયુગને અનુકૂળ વિરોષોથીયુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org