Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr
View full book text
________________
નિગ્રંન્યસમ્પ્રદાય પ્રચલિત હતું કે નહિ? અને પ્રચલિત હતું તો તેનું સ્વરૂપ કેવું હતું?
(2) બૌદ્ધ અને બીજી શ્રમણ પરંપરાઓમાં પૌષધનું સ્થાન શું હતું? અને તેઓ પૌષધ અંગે પરસ્પર શું વિચારતા હતા? .
(3) પૌષધવ્રતની ઉત્પત્તિનું મૂળશું છે? અને મૂળમાં તેનો બોધક રાબ્દ કયો હતો?
(1) ઉપાસકદશા નામના અંગસૂત્રમાં મહાવીરના દસ મુખ્ય શ્રાવકોનું જીવનવૃત્ત છે. તેમાં આનન્દ વગેરે બધા શ્રાવકોએ પૌષધશાળામાં પૌષધ લીધાનું વર્ણન છે. તેવી જ રીતે ભગવતીના બારમા રાતકના પ્રથમ ઉદ્દેશકમાં શંખ શ્રાવકનું જીવનવૃત્ત છે. શંખને ભગવાન મહાવીરનો ચુસ્ત પાકો શ્રાવક કહેવામાં આવેલ છે અને કહ્યું છે કે શંખે પૌષધાલામાં અરશન આદિને છોડીને જ પૌષધવ્રત લીધું હતું જ્યારે શંખના બીજા સાથીઓએ અશન સહિત પૌષધવ્રત લીધું હતું. આનાથી એટલું તો સ્પષ્ટ છે કે પ્રાચીન સમયમાં પણ ખાનપાન સહિત અને ખાનપાન રહિત પૌષધ લેવાની પ્રથા હતી. ઉપર્યુક્ત વર્ણન બરાબર ભગવાન મહાવીરના સમયનું છે કે પછીનું એનો નિર્ણય કરવો સહજ નથી તો પણ આ પ્રશ્ન બાબતે બૌદ્ધ ગ્રન્થોમાંથી એવા સંકેતો મળે છે જેમના આધારે એ નિર્વિવાદપણે કહી શકાય કે બુદ્ધના સમયમાં નિરૈન્ય પરંપરામાં પૌષધવ્રત લેવાની પ્રથા હતી અને તે પણ આજના જેવી અને ભગવતી આદિમાં વર્ણવાયેલ શંખ આદિના પૌષધ જેવી હતી કેમકે અંગુત્તરનિકાયમાં? બુદ્ધ પોતે જ વિશાખાનામની પોતાની પરમ ઉપાસિકા આગળ ત્રણ પ્રકારના ઉપસથનું વર્ણન કર્યું છે - “ઉપોસથ’ શબ્દ નિર્ઝન્ય પરંપરાના ‘પૌષધ' શબ્દનો પર્યાય માત્ર છે - (1) ગોપાલક ઉપોસથ, (2) નિગંઠ ઉપોસથ અને (3) આર્ય ઉપોસથ.
આત્રણમાં જે બીજો નિગઠ ઉપોસથ’ છે તે જ નિર્ઝન્ય પરંપરાનો પૌષધ છે. જોકે બુદ્ધ ત્રણ પ્રકારના ઉપોસથમાંથી આર્ય ઉપાસકને જ સર્વોત્તમ કહ્યો છે, જે તેમને પોતાના સંઘમાં અભિમત હતો, તેમ છતાં પણ જ્યારે નિગંઠ ઉપોસથ’ નો પરિહાસર્યો છે, તેની ત્રુટિ દેખાડી છે ત્યારે એટલા માત્રથી એ તો સ્પષ્ટ થઈ જ જાય છે કે બુદ્ધના સમયમાં નિર્ઝન્ય પરંપરામાં પણ પૌષધની અર્થાત્ ઉપોસથની પ્રથા પ્રચલિત હતી. ‘અંગુત્તરનિકાય’ના ઉપોસથવાળા શબ્દો જે બુદ્ધના મુખે કહેવડાવવામાં આવ્યા છે તે ભલે બુદ્ધના શબ્દો ન પણ હોય પરંતુ તો પણ એટલું તો કહી શકાય કે અંગુત્તરનિકાય’ની વર્તમાન રચનાના સમયે નિર્ઝન્ય ઉપોસથ અવશ્ય પ્રચલિત હતો અને સમાજમાં તેનું ખાસું સ્થાન હતું. પિટકની વર્તમાન રચના અશોકથી અર્વાચીન નથી, તેથી એ તો સ્વયં સિદ્ધ છે કે નિર્ઝન્ય પરંપરાનો ઉપોસથ એટલો પ્રાચીન તો અવશ્ય છે. નિર્ઝન્ય પરંપરાના ઉપોસથની પ્રતિષ્ઠા ધાર્મિક જગતમાં એટલી તો અવયજામી હતી કે જેના કારણે બૌદ્ધ લેખકોને તેનો પ્રતિવાદ કરીને પોતાની પરંપરામાં પણ ઉપોસથનું અસ્તિત્વ છે એવું દેખાડવું પડ્યું. બૌદ્ધોએ પોતાની પરંપરામાં ઉપોસથનું માત્ર અસ્તિત્વ જ નથી દેખાડ્યું પરંતુ તેમણે તેને “આર્ય ઉપોસથ’ કહીને તેની ઉત્કૃષ્ટતાનું પણ પ્રતિપાદન કર્યું છે અને સાથે સાથે જ નિર્ઝન્ય પરંપરાના ઉપાસકોને ત્રુટિપૂર્ણ પણ દેખાડ્યા છે. બૌદ્ધ પરંપરામાં ઉપોસથવ્રતનો પ્રવેશ આકસ્મિક નથી પરંતુ તેનો આધાર પ્રાચીન છે.
7. અંગુત્તરનિકાય, વૉલ્યુમ 1, પૃ. 206.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org