Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr
View full book text
________________
નિર્ગન્ધસમ્પ્રદાય
આપણે ઉપરની ચર્ચા ઉપરથી નીચેના નિષ્કર્ષો ઉપર પહોંચીએ છીએ - (1) નિગ્રન્થસંઘની નિર્માણપ્રક્રિયાના જમાનામાં તથા અન્ય આપવાડિક પ્રસંગોમાં નિર્ગુન્થ પણ સામિષ આહાર લેતા હતા જેનો પુરાણો અવરોષ આગમોમાં રહી ગયો છે. (2) જન્મથી જ નિરામિષભોજી નિર્પ્રન્થસંઘ સ્થાપિત થઈ જતાં તે આપવાદિક સ્થિતિ ન રહી અને સર્વત્ર નિરામિષ આહાર સુલભ થઈ ગયો પરંતુ આ કાલના નિરામિષ આહાર ગ્રહણ કરવાના આત્યન્તિક આગ્રહની સાથે પ્રાચીન સામિષ આહારનાં સૂચક સૂત્રોનો મેળ નથી ખાતો એવું નિશ્ચિતપણે લાગવા માંડ્યું.
(3) આ બેમેળ યા વિરોધનું નિવારણ કરવાની સવૃત્તિમાંથી બીજો વનસ્પતિપરક અર્થ
કરાવા લાગ્યો અને પ્રાચીન તેમજ નવો એમ બન્નેય અર્થો સાથે સાથે જ સ્વીકારાયા. (4) જ્યારે ઇતર કારણોને લીધે નિર્પ્રન્થ દળોમાં ફૂટ પડી ત્યારે એક દળે આગમોનો બહિષ્કાર કરવા માટે સામિષ આહારનાં સૂચક સૂત્રોની દલીલ પણ બીજા દળની સામે તેમજ સામાન્ય જનતાની સામે રજૂ કરી.
૧૮
એક વૃન્તમાં અનેક ફળ
અમે પહેલાં દર્શાવી ગયા છીએ કે પરિવર્તન યા વિકાસક્રમ અનુસાર સમાજમાં જ્યારે આચાર-વિચારની ભૂમિકા પ્રાચીન આચાર-વિચારોથી બદલાઈ જાય છે ત્યારે નવી પરિસ્થિતિના કેટલાક વ્યાખ્યાકારો પ્રાચીન આચાર-વિચારો ઉપર થતા આક્ષેપોથી બચવા માટે પ્રાચીન વાક્યોમાંથી જ પોતાની પરિસ્થિતિને અનુકૂળ અર્થ કાઢીને તે આક્ષેપોનો પરિહાર કરવાનો પ્રયત્ન કરે છે જ્યારે બીજા વ્યાખ્યાકારો નવી પરિસ્થિતિના આચાર-વિચારોને અપનાવવા છતાં પણ તે આચાર-વિચારોથી તદ્દન વિરુદ્ધ પ્રાચીન આચાર-વિચારોનાં સૂચક વાક્યોનો તોડીમરડીને નવો અર્થ કાઢવાના બદલે પ્રાચીન અર્થને જ કાયમ રાખે છે અને આ રીતે પ્રત્યેક વિકાસગામી ધર્મસમાજમાં પ્રાચીન શાસ્ત્રોનો અર્થ કરવાની બાબતમાં બે પક્ષો પડી જાય છે. જેમ વૈદિક અને બૌદ્ધ સંપ્રદાયનો ઇતિહાસ અમારા ઉક્ત થનની સાબિતી છે તેમ જ નિગ્રન્થ સંપ્રદાયનો ઇતિહાસ પણ અમારા મન્તવ્યની સાક્ષી પૂરે છે. અમે નિરામિષ અને સામિષ આહારના ગ્રહણ અંગે અમારું ઉક્ત વિધાન સ્પષ્ટ કરી જ દીધું છે તો પણ અહીં નિર્પ્રન્થસંપ્રદાય વિશે પ્રધાનપણે થોડું વર્ણન કરવું છે, એટલે અમે તે વિધાનને બીજી એક તેવી જ ઐતિહાસિક ઘટના દ્વારા સ્પષ્ટ કરીએ તો તે ઉપયુક્ત જ થશે.
ભારતમાં મૂર્તિપૂજા યા પ્રતીકોપાસના બહુ જ પ્રાચીન અને વ્યાપક પણ છે. નિર્પ્રન્થપરંપરાનો ઇતિહાસ પણ મૂર્તિ અને પ્રતીકની ઉપાસના-પૂજાથી ભરેલો છે, પરંતુ આ દેશમાં મૂર્તિવિરોધી અને મૂર્તિભંજક ઇસ્લામના આવ્યા પછી મૂર્તિવિરોધી અનેક પરંપરાઓએ જન્મ લીધો. નિર્ણન્યપરંપરા પણ આ પ્રતિક્રિયાથી બચી નહિ. પંદરમી સદીમાં લોકારાહ નામની એક વ્યક્તિ ગુજરાતમાં પેદા થઈ જેણે મૂર્તિપૂજા અને તેના નિમિત્તે થતા આડંબરોનો સક્રિય વિરોધ શરૂ કર્યો જે ક્રમશઃ એક મૂર્તિવિરોધી ફિરકામાં પરિણત થઈ ગયો. નવું આન્દોલનયા વિચાર કોઈ પણ કેમન હોય, પરંતુ તે સંપ્રદાયમાં ત્યારે જ સ્થાન પામે છે અને સફળ થાય છે જ્યારે તેને શાસ્ત્રોનો આધાર હોય. આવો આધાર જ્યાં સુધી ન હોય ત્યાં સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org