Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr
View full book text
________________
નિર્ગુન્થસમ્પ્રદાય
બુદ્ધઘોષ આદિ લેખકોએ જે અનેક અર્થોની પોતપોતાના ગ્રન્થોમાં નોંધ કરી છે અને જે એક અજીવ અર્થ પેલા પ્રાચીન ચીની ગ્રન્થમાં પણ મળે છે - આ બધું તે સમયની જ કલ્પનાસૃષ્ટિ નથી પરંતુ જણાય છે કે બુદ્ધઘોષ આદિથી પહેલાં જ કેટલીય શતાબ્દીઓથી બૌદ્ધ પરંપરામાં બુદ્ધે સૂરમાંસ ખાધું હતું કે નહિ એ મુદ્દા ઉપર પ્રબળ મતભેદ ખડો થઈ ગયો હતો અને જુદા જુદા વ્યાખ્યાકારો પોતપોતાની કલ્પનાથી પોતપોતાના પક્ષોનું સમર્થન કરતા હતા. બુદ્ધઘોષ વગેરેએ તો તે બધા પક્ષોની યાદી માત્ર આપી છે.
૨૬
બૌદ્ધ પરંપરાના ઉપર સૂચવાયેલા બંને પક્ષોનો લાંબો ઇતિહાસ બૌદ્ધ વાડ્મયમાં છે. અમે તો અહીં પ્રસ્તુતોપયોગી કેટલાક સંકેતો કરવા ઉચિત સમજીએ છીએ. પાલિ પિટકો ઉપર મદાર રાખનારો બૌદ્ધ પક્ષ સ્થવિરવાદ કહેવાય છે જ્યારે પાલિ પિટકો ઉપરથી બનેલા સંસ્કૃત પિટકો ઉપર મદાર બાંધનારો પક્ષ મહાયાન કહેવાય છે.22 મહાયાન પરંપરાનો એક પ્રસિદ્ધ ગ્રંથ લંકાવતાર છે જે ઈ.સ.ની પ્રારંભિક રાતાબ્દીઓમાં રચાયો છે. લંકાવતારના આઠમા ‘માંસભક્ષણ પરિવર્ત’ નામના પ્રકરણમાં મહામતિ બોધિસત્ત્વે બુદ્ધને કહ્યું કે - ‘આપ માંસભક્ષણના ગુણદોષનું નિરૂપણ કરો. ઘણા લોકો બુદ્ધશાસન પર આક્ષેપ કરે છે કે બુદ્ધે બૌદ્ધ ભિક્ષુઓ માટે માંસભક્ષણની અનુજ્ઞા આપી છે અને ખુદ બુદ્ધે પણ માંસભક્ષણ કર્યું છે. ભવિષ્યમાં અમે કેવો ઉપદેશ આપીએ એ આપ કહો.’ આના ઉત્તરમાં બુદ્ધે તે બોધિસત્ત્વને કહ્યું કે - ‘ભલા, બધાં પ્રાણીઓમાં મૈત્રીભાવના રાખનારો હું કેવી રીતે માંસ ખાવાની અનુજ્ઞા દઈ શકું અને હું ખુદ માંસને ખાઈ શકું ? અલબત્ત, ભવિષ્યમાં એવા માંસલોલુપ કુતર્કવાદી થરો જે મારા ઉપર જૂઠું લાંછન લગાડીને પોતાની માંસલોલુપતાની તૃપ્તિ કરરો અને વિનયપિટકોનો કલ્પિત અર્થ કરીને લોકોને ભ્રમમાં નાખરો. હું તો સર્વયા સર્વ પ્રકારના માંસનો ત્યાગ કરવાનું જ કહું છું.' આ મતલબનો જે ઉપદેશ લંકાવતારકારે બુદ્ધના મુખથી કરાવ્યો છે તે એટલો બધો યુક્તિપૂર્ણ અને મનોરંજક છે કે જેને વાંચી કોઈ પણ અભ્યાસી સહજ રીતે જ એ જાણી રાકે છે કે મહાયાન પરંપરામાં માંસભોજન વિરુદ્ધ કેવું પ્રબળ આન્દોલન થયું હતું અને તેની સામે બીજો પક્ષ કેટલા બળથી વિનયપિટકાકિ શાસ્ત્રોના આધારે માંસભક્ષણનું સમર્થન કરતો હતો.
લગભગ ઈ.સ.ની છઠ્ઠી રાતાબ્દીમાં શાન્તિદેવ નામના બૌદ્ધ વિદ્વાન થયા. તે મહાયાન પરંપરાના જ અનુયાયી હતા. તેમણે ‘શિક્ષાસમુચ્ચય' નામના પોતાના ગ્રન્થમાં માંસ લેવા ન લેવા અંગેની શાસ્ત્રીય ચર્ચા કરી છે. તેમની સમક્ષ માંસગ્રહણનું સમર્થન કરનારી સ્થવિરવાદી પરંપરા ઉપરાંત કેટલાક મહાયાની ગ્રન્થકાસે પણ એવા હતા જેઓ માંસગ્રહણનું સમર્થન કરતા હતા. શાન્તિદેવે પોતાના સમય સુધીના પ્રાયઃ બધા પક્ષ-વિપક્ષોનાં શાસ્ત્રો જોઈને તેમનો એકબીજા સાથેનો વિરોધ દૂર કરવાનો તથા પોતાનો સ્પષ્ટ અભિપ્રાય પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. શાન્તિદેવનો છેવટનો નિર્ણય અને સલાહ તો લંકાવતારકારની જેમ માંસનિષેધતરફી જ છે, તેમ છતાં લંકાવતારસૂત્રકારની અપેક્ષાએ તેમની સમક્ષ વિપક્ષનું સાહિત્ય અને વિપક્ષની દલીલો બહુ જ અધિક હતી જે બધીને તે ટાળી શકતા ન હતા. તેથી લંકાવતાર સૂત્રના આધારે 22. જુઓ અન્તે આપેલું પરિશિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org