Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah Publisher: Jagruti Dilip Sheth Dr View full book textPage 9
________________ નિગ્રંન્યસમ્પ્રદાય વિરોધી નિર્ણય રજૂ કરતા હતા. આમ એક જ વાત ઉપર યા એક જ મુદ્દા ઉપર બે પરસ્પર વિરોધી નિર્ણયો પોતાની સામે આવવાથી નવયુગની વ્યક્તિ આપોઆપ સંદેહશીલ બની જાય તો એમાં આશ્ચર્ય પામવા જેવી કોઈ વાત નથી. આપણે ઉપર્યુક્ત વિચારને એકાદ ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ. ઐતિહાસિક દષ્ટિનું મૂલ્યાંકન જૈન પરંપરા બૌદ્ધ પરંપરાથી પુરાણી છે અને તેના અંતિમ પુરસ્કર્તા મહાવીર બુદ્ધથી જુદી વ્યક્તિ છે એ બાબત કોઈ પણ જૈન વ્યક્તિને કદી સંદેહ હતો નહિ. આવી સત્ય અને અસંદિગ્ધ વસ્તુના વિરુદ્ધ પણ વિદેશી વિદ્વાનોના મતો પ્રગટ થવા લાગ્યા. શરૂમાં પ્રો. લાસેને લખ્યું કે “બુદ્ધ અને મહાવીર એક જ વ્યક્તિ છે કેમ કે જૈન અને બૌદ્ધ પરંપરાની માન્યતાઓમાં અનેકવિધ સમાનતા છે. થોડા વર્ષો પછી અધિક સાધનોની ઉપલબ્ધિ તથા અધ્યયનના બળે પ્રો. વેબર આદિ વિદ્વાનોએ એ મત પ્રગટ કર્યો કે “જેન ધર્મ બૌદ્ધ ધર્મની એક શાખા છે, તે તેનાથી સ્વતંત્ર નથી.’ આગળ ઉપર વિશેષ સાધનોની ઉપલબ્ધિ અને વિશેષ પરીક્ષાના બળ ઉપર પ્રો. યાકોબીએ ઉપર જણાવેલા બંને મતોનું નિરાકરણ કરીને એ સ્થાપ્યું કે “જૈન અને બૌદ્ધ સંપ્રદાય બંને સ્વતંત્ર છે એટલું જ નહિ પણ જૈન સંપ્રદાય બૌદ્ધ સંપ્રદાયથી પુરાણો પણ છે અને જ્ઞાતપુત્ર મહાવીર તો તે સંપ્રદાયના અન્તિમ પુરસ્કર્તા માત્ર છે.' લગભગ સવા સો વર્ષ જેટલા પરિમિત કાળમાં એક જ મુદ્દા ઉપર ઐતિહાસિકોમાં મત બદલાતો રહ્યો, પરંતુ એની વચ્ચે કોઈ જેને પોતાની યથાર્થ વાતને પણ તે ઐતિહાસિક રીતથી દુનિયાની આગળ રજૂ ન કરી જે રીતથી પ્રો. યાકોબીએ અંતે રજૂ કરી. યાકોબી પાસે અધિકતર સાધનતે જ હતાં જે પ્રત્યેક જૈન વિદ્વાન પાસે અનાયાસ જ ઉપલબ્ધ રહેતાં આવ્યાં છે. યાકોબીએ કેવળ એટલું જ કર્યું કે જૈન ગ્રંથોમાં મળતી હકીકતોને બૌદ્ધ આદિ વાભયમાં વર્ણિત હકીકતો સાથે મેળવીને ઐતિહાસિક દષ્ટિએ પરીક્ષા કરી અને છેવટે જૈન સંપ્રદાયની માન્યતાની સચ્ચાઈ પર મહોર મારી દીધી. જે વાત જૈનો માનતા હતા તેમાં યાકોબીએ કોઈ વધારો કર્યો નથી તેમ છતાં જેને સંપ્રદાયની બૌદ્ધ સંપ્રદાયથી પ્રાચીનતા અને ભગવાન મહાવીરનું તથાગત બુદ્ધથી સ્વતંત્ર વ્યક્તિત્વ આ બે મુદ્દા ઉપર આપણા સાંપ્રદ્યાયિક જૈન વિદ્વાનોના અભિપ્રાયનું તે સાર્વજનિક મૂલ્ય નથી જે સાર્વજનિક મૂલ્ય યાકોબીના અભિપ્રાયનું છે. વાચક આ અંતરનું રહસ્ય પોતે પોતાની મેળે જ સમજી શકે છે કે યાકોબી ઉપલબ્ધ ઐતિહાસિક સાધનોના બલાબલની પરીક્ષા કરીને કહે છે જ્યારે સાંપ્રદાયિક જૈન વિદ્વાનો કેવળ સાંપ્રદાયિક માન્યતાને કોઈ પણ જાતની પરીક્ષાર્યા વિના જ પ્રગટ કરે છે. તેથી એ સ્પષ્ટ થઈ જાય છે કે સાર્વજનિક માનસ પરીક્ષિત સત્યને જેટલું માને છે તેટલું અપરીક્ષિત સત્યને માનતું નથી. આ કારણે આપણે આ લેખમાં નિર્ઝન્ય સંપ્રદાય સાથે સંબંધ ધરાવતી કેટલીક વાતો ઉપર એતિહાસિક પરીક્ષા દ્વારા પ્રકાશ પાડવા માગીએ છીએ, જેથી વાચકો એ જાણી શકે કે નિર્ઝન્ય સંપ્રદાય વિશે જે માવ્યો જૈન સંપ્રદાયમાં પ્રચલિત છે તે ક્યાં સુધી સત્ય છે અને તેમને કેટલો ઐતિહાસિક આધાર છે. 3. s.B.E. Vol. 22, Introduction p. 19. 4. એજન, પૃ. 18 5. એજન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 130