Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 7
________________ २ નિર્પ્રન્ગસમ્પ્રદાય આ કામ પણ આ નાના લેખ દ્વારા પૂરું ન થઈ શકે. અહીં આપણે જૈન સંપ્રદાય સાથે સંબંધ ધરાવતી ગણીગાંઠી તે વાતો ઉપર વિચાર કરીશું જે બૌદ્ધ પિટકોમાં એક યા બીજા રૂપમાં મળે છે, અને જેમનું સમર્થન કોઈ ને કોઈ રૂપમાં પ્રાચીન નિગ્રન્થ આગમો દ્વારા પણ થાય છે. શ્રમણ સંપ્રદાયની સામાન્ય અને સંક્ષિપ્ત પિછાણ એ છે કે તે ન તો અપૌરુષેયઅનાદિરૂપે યા ઈશ્વરરચિતરૂપે વેદોનું પ્રામાણ્ય સ્વીકારે છે કે ન તો બ્રાહ્મણવર્ગનું જાતીય યા પુરોહિત હોવાના સંબંધે ગુરુપદ સ્વીકારે છે, જેવું વૈકિક સંપ્રદાય વેદો અને બ્રાહ્મણોના અંગે માને છે અને સ્વીકારે છે. બધા શ્રમણસંપ્રદાયો પોતપોતાના સંપ્રદાયના પુરસ્કર્તારૂપે કોઈને કોઈ યોગ્યતમ પુરુષને માનીને તેનાં વચનોને જ અંતિમ પ્રમાણ માને છે અને જાતિની અપેક્ષાએ ગુણની પ્રતિષ્ઠા કરીને સંન્યાસી યા ગૃહત્યાગી વર્ગનું જ ગુરુપદ સ્વીકારે છે. પ્રાચીનકાળથી શ્રમણસંપ્રદાયની બધી શાખા-પ્રતિશાખાઓમાં ગુરુ યા ત્યાગી વર્ગના માટે નીચે જણાવેલા રાબ્દો સાધારણપણે વપરાતા હતા - શ્રમણ, ભિક્ષુ, અનગાર, યતિ, સાધુ, તપસ્વી, પરિવ્રાજક, અર્હત્, જિન, તીર્થંકર વગેરે. બૌદ્ધ અને આજીવક આદિ સંપ્રદાયોની જેમ જૈન સંપ્રદાય પણ પોતાના ગુરુવર્ગ માટે ઉપર જણાવેલા શબ્દોનો પ્રયોગ પહેલેથી જ કરતો આવ્યો છે તેમ છતાં એક શબ્દ એવો છે જેનો પ્રયોગ જૈન સંપ્રઠાય જ પોતાના આખા ઇતિહાસમાં પહેલેથી આજ સુધી પોતાના ગુરુવર્ગ માટે કરતો આવ્યો છે. તે શબ્દ છે ‘નિર્ગુન્થ’ (નિગ્ગન્થ). જૈન આગમો અનુસાર ‘નિગ્ગન્થ’ અને બૌદ્ધ પિટકો અનુસાર ‘નિગંઠ’ છે. જ્યાં સુધી આપણે જાણીએ છીએ ત્યાં સુધી, ઐતિહાસિક સાધનોના આધારે આપણે કહી રશકીએ છીએ કે જૈન પરંપરા સિવાય બીજી કોઈ પણ પરંપરામાં ગુરુવર્ગ માટે નિગ્રન્થ શબ્દ સુપ્રચલિત અને રૂઢ થયેલો મળતો નથી. આ કારણે જૈન શાસ્ત્રને ‘નિગૂંથ પાવયણ’ અર્થાત્ ‘નિગ્રન્થ પ્રવચન’ કહેવામાં આવે છે.? બીજા કોઈ સંપ્રદાયના શાસ્ત્રને નિગ્રન્થ પ્રવચન કહેવામાં આવતું નથી. સ્વ-પર માન્યતાઓ અને ઐતિહાસિક દૃષ્ટિ: બધી જાતિ અને સંપ્રદાયવાળા ભિન્ન ભિન્ન પ્રશ્નો અને વિષયો અંગે અમુક અમુક માન્યતાઓ ધરાવતા દેખાય છે. તે માન્યતાઓએ તેમના દિલોમાં એટલાં ઊંડા મૂળ નાખી દીધાં હોય છે કે તેમને તેવી માન્યતાઓ અંગે કોઈ સંદેહ સુધ્ધાં નથી થતો. જો કોઈ સંદેહ પ્રકટ કરે તો તેમને પ્રાણ જાય તેનાથી પણ વધુ આઘાત લાગે છે. તે માન્યતાઓમાં અનેક માન્યતાઓ ખરેખર તદ્દન સાચી હોય છે, ભલે ને તેવી માન્યતાઓ ધરાવનાર લોકો તેમનું સમર્થન કરી શકતા પણ ન હોય અને સમર્થનનાં સાધનો મોજૂદ હોવા છતાં પણ તેમનો ઉપયોગ કરવાનું જાણતા ન હોય. એવી માન્યતાઓને આપણે અક્ષરરાઃ માનીને આંતરિક સંતોષ ધારણ કરી શકીએ, તથા તેમના દ્વારા આપણે આપણો જીવનવિકાસ પણ કદાચ સાધી શકીએ. ઉદાહરણાર્થ, જૈનો જ્ઞાતપુત્ર મહાવીર વિષયક અને બૌદ્ધો તથાગત બુદ્ધ વિષયક પોતપોતાના પરંપરાગત સંસ્કારોના તથા પોતપોતાની પરંપરાગત માન્યતાઓના 1. આચારાંગ 1.3.1.108 2. ભગવતી9.6.383 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 130