Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah Publisher: Jagruti Dilip Sheth Dr View full book textPage 6
________________ પ્રથમ પ્રકરણ નિર્ચન્થસમ્પ્રદાય શ્રમણ નિર્ઝન્ય ધર્મનો પરિચય: બ્રાહ્મણ કે વૈદિક ધર્માનુયાયી સંપ્રદાયનો વિરોધી સંપ્રદાય શ્રમણ સંપ્રદાય કહેવાય છે. આશ્રમણ સંપ્રદાય ભારતમાં સંભવતઃ વૈદિક સંપ્રદાયનો પ્રવેશ થયો તેના પહેલેથી જ કોઈને કોઈ રૂપમાં અને કોઈને કોઈ પ્રદેશમાં અવશ્ય મોજૂદ હતો. શ્રમણ સંપ્રદાયની શાખાઓ અને પ્રશાખાઓ અનેક હતી, તેમાં સાંખ્ય, જૈન, બૌદ્ધ, આજીવક આદિ નામો સુવિદિત છે. શ્રમણ સંપ્રદાયની પુરાણી અનેક શાખાઓ અને પ્રતિશાખાઓ જે પહેલાં તો વૈદિક સંપ્રદાયની વિરોધી હતી તે એક યા બીજા કારણે વૈદિક સંપ્રદાયમાં ધીરે ધીરે બિલકુલ ભળી ગઈ છે. ઉદાહરણ તરીકે આપણે વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયનું સૂચન કરી શકીએ. પુરાણાં વૈષ્ણવ અને શેવ આગમવૈદિક સંપ્રદાયથી કેવળ ભિન્ન જ નહતાં, પરંતુ તેનો વિરોધ પણ કરતાં હતાં અને આ કારણે વૈદિક સંપ્રદાયના સમર્થક આચાર્યો પણ પુરાણાં વૈષ્ણવ અને શેવ આગમોને વેદવિરોધી માનીને તેમને વેદબાહ્ય માનતા હતા. પરંતુ આજે આપણે જોઈ શકીએ છીએ કે તે જ વૈષ્ણવ અને શૈવ સંપ્રદાય અને તેમની અનેક શાખાઓ વૈદિક સંપ્રદાયમાં બિલકુલ સમ્મિલિત થઈ ગઈ છે. આ જ સ્થિતિ સાંખ્ય સંપ્રદાયની છે જેને પહેલાં અવૈદિક માનવામાં આવતો હતો પણ આજ વૈદિક મનાય છે. આવું હોવા છતાં કેટલાક શ્રમણ સંપ્રદાયો આજ પણ એવા છે જે ખુદ પોતાને અવૈદિક જ માને-મનાવે છે અને વૈદિક વિદ્વાનો પણ તે સંપ્રદાયોને અવૈદિક જ માનતા આવ્યા છે. આવું કેમ બન્યું? આ પ્રશ્ન બહુ મહત્ત્વનો છે, પરંતુ તેની વિશેષ ચર્ચાનું આ સ્થાન નથી. અહીંતો એટલું જ પ્રસ્તુત છે કે પહેલેથી આજ સુધી બિલકુલ અવૈદિક રહેવાવાળા અને કહેવાવાવાળા સંપ્રદાયો અત્યારે પણ જીવતા છે. આ સંપ્રદાયોમાં જૈન અને બૌદ્ધ મુખ્ય છે. જોકે અહીં આજીવક સંપ્રદાયનું પણ નામ ગણાવી શકાય, પરંતુ તેનું સાહિત્ય અને તેનો ઈતિહાસ સ્વતન્તરૂપે ઉપલબ્ધ ન હોવાનાકારણે તથા સાતમી સદી પછી તેનો પ્રવાહ અન્ય નામોમાં અને અન્ય સ્વરૂપોમાં બદલાઈ જવાના કારણે અમે અહીં તેનો નિર્દેશ કરતા નથી. જૈન અને બૌદ્ધ સંપ્રદાય અનેક પરિવર્તનશીલ પરિસ્થિતિઓમાંથી પસાર થવા છતાં પણ તેવા જ જીવિત છે જેવા વૈદિક સંપ્રદાય તથાજરસ્થીતી, યહૂદી, ખ્રિસ્તી આદિ ધર્મમત જીવિત છે. જેનામતનો પૂરો ઇતિહાસ તો અનેક પુસ્તકોમાં જ લખી શકાય. અહીં અમારો ઉદ્દેશ જૈન સંપ્રદાયના પ્રાચીન સ્વરૂપ ઉપર થોડોક ઐતિહાસિક પ્રકાશ પાડવાનો જ માત્ર છે. પ્રાચીન’ શબ્દથી અહીં અમારો અભિપ્રાયચૂળરૂપે ભગવાન પાર્શ્વનાથનાસમય(ઈ.સ. પૂર્વ800)થી લઈને લગભગ અશોકના સમય સુધીનો છે. ‘પ્રાચીન’ શબ્દથી ઉપર સૂચવાયેલા લગભગ પાંચસો વર્ષના નિરૈન્ય પરંપરાના ઇતિહાસમાં સમાવેશ પામનારી બધી વાતો ઉપર વિચાર કરવો આ લેખનો ઉદ્દેશ નથી કેમકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 130