Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 4
________________ અનુવાદક-ગ્રન્થમાલાસંપાદકનું નિવેદન ભારતીય દર્શન અને સંસ્કૃતિના ક્ષેત્રના વિશ્વવિખ્યાત ચિન્તક અને સંશોધક પંડિત સુખલાલજીનાં વિચારપ્રેરક મહત્ત્વનાં આજ સુધી ગુજરાતીમાં અનૂદિત થયા વિના રહેલાં ત્રણ હિંદી લખાણોનો સૌપ્રથમ ગુજરાતી અનુવાદ સંસ્કૃત-સંસ્કૃતિ ગ્રન્થમાલામાં પ્રકાશિત કરતાં હું આનન્દ અનુભવું છું. આ અનુવાદ ગ્રન્થનું ‘નિગ્રન્થ સંપ્રદાય’ નામનું પ્રથમ પ્રકરણ એ જૈન સંસ્કૃતિ સંશોધન મંડલ દ્વારા બનારસથી ઈ.સ. ૧૯૪૭માં પ્રકાશિત આ જ શીર્ષક ધરાવતા હિંદી લઘુગ્રન્થનો ગુજરાતી અનુવાદ છે. ‘જૈનતર્કભાષાનું પરિશીલન’ અને ‘જ્ઞાનબિન્દુનું પરિશીલન’ આ બે પ્રકરણો એ પંડિતજીએ સંપાદિત કરેલા અને સિંધી જૈન ગ્રન્થમાલાએ મુંબઈથી ક્રમરાઃ ઈ.સ.૧૯૪૦ અને ઈ.સ.૧૯૪૯માં પ્રકાશિત કરેલા તાર્કિકશિરોમણિ ઉપાધ્યાય યશોવિજયજીકૃત સંસ્કૃત ગ્રન્થો જૈનતર્કભાષા અને જ્ઞાનબિન્દુની પંડિતજીએ લખેલી વિદ્વત્તાપૂર્ણ હિંદી પ્રસ્તાવનાઓનો જ ગુજરાતી અનુવાદ છે. પંડિતજીનાં આ લખાણો ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ લખાયાં છે. પંડિતજીએ ઐતિહાસિક દષ્ટિનું મૂલ્ય વિસ્તારપૂર્વક સમર્થ રીતે સમજાવ્યું છે. (જુઓ પૃષ્ઠ ૨-૫). ઐતિહાસિક અને તુલનાત્મક દષ્ટિ કટ્ટરતાને નિર્મૂળ કરે છે અને અનેકાન્તભાવનાને પોષે છે, મૈત્રીભાવ–ઉદારતાને જન્મ દે છે અને સંપ્રદાયો વચ્ચે જન્મેલી વૈમનસ્યની ખાઈને પૂરે છે, સત્યને પ્રકટ કરે છે અને સત્યનિષ્ઠાને દઢ કરે છે. જૂઠાણામાંથી, અજ્ઞાનમાંથી, ભ્રમમાંથી, વહેમમાંથી જન્મેલી અને તેમનાથી પોષાતી શ્રદ્ધા અને ભક્તિ અંધશ્રદ્ધા છે, અંધભક્તિ છે, બુદ્ધિને કુંઠિત કરી તેનો નાશ કરવાની વાત છે. જ્ઞાનપૂર્વિકા, બુદ્ધિપૂત શ્રદ્ધાજ સમ્યક્ શ્રદ્ધા છે. જ્ઞાનને, બુદ્ધિને, તર્કને, મનનને ઊતારી પાડવાની વાત આધ્યાત્મિક પ્રગતિની પણ બાધક છે. એટલે જ યોગવિદ્યાપારંગત સમદર્શી આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ યુક્તિમ ્ વચનને જ ગ્રહણ કરવા કહે છે. બુદ્ધ પણ પોતાના વચનની પરીક્ષા કર્યા પછી જ તેને સ્વીકારવા જણાવે છે. તાપા છેત્ાન્ન નિષાત્ સુવર્નમિત્ર પšિàઃ । પરીક્ષ્ણ મિક્ષનો ગ્રાહ્ય મદૂત્ત ન તુ પૌવાત્ । અને જૈનસિદ્ધાન્તરહસ્યવેદી મહામેધાવી આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરજી પોતાના શ્રાવકોને ચેતવણીના સૂરમાં કહે છે - “ ‘ગુરુઓનાં વચન અવન્ધ્ય, અમોઘ, તદ્દન સાચાં જ હોય એટલે મારે તેમનો સ્વીકાર વિચાર કર્યા વિના જ કરી લેવો જોઈએ, હું તો અલ્પમતિવાળો છું, હું શું સમજું !’ આવું જે વિચારે છે તે પોતાના જ્ઞાનગુણનો નારા, પોતાના આત્મિક વિકાસનોનારા, પોતાનો નારા કરવા માટે જ દોટ મૂકે છે.’’ અવય્યવાયા પુરવોઽદમપધીરિતિ વ્યવસ્યનું સ્વવધાય ધાતિ । બત્રીસબત્રીસી ૬.૬. મારો વિચાર ગ્રન્થમાલાની પૂર્ણાહુતિ કરવાનો હતો. પ્રકાશિત ગ્રન્થોના ઢગ થતા જાય છે. એટલે આ ગ્રન્થને પ્રકાશિત કરવા મારા પરિચિત પ્રકાશકોને કહ્યું. તેમણે કહ્યું કે આવાં પુસ્તકોને કોઈ સ્પર્શતું પણ નથી, ખર્ચ માથે પડે. ન છૂટકે મારે ગ્રન્થમાલા ચાલુ રાખી તેમાં પ્રકાશિત કરવું પડ્યું. પરંતુ માત્ર એક સો નકલ જ છપાવી, વધુ છપાવું તો બધી પસ્તીમાં જ જાય. એટલે કિંમત પણ વધુ થઈ, બધો ખર્ચ સો નકલ પર પડ્યો. જિજ્ઞાસુઓ અને અભ્યાસીઓ આ ગ્રન્થ વાંચશે તો તેમને જ્ઞાનલાભ થશે જ એની મને ખાતરી છે. ૨૩,વાલ્કેશ્વર સોસાયટી આંબાવાડી, અમદાવાદ - ૩૮૦૦૧૫ ૨, ઓક્ટોબર, ૨૦૦૬. Jain Education International નગીન જી. શાહ અનુવાદક – ગ્રન્થમાલાસંપાદક For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 130