________________
'પંકે જાયમાન હોય. તેના પહેલા કે પછી તે પદ પંકજપદવાચ્ય નથી. આ નય તમામ ઔપચારિકતાને પાછળ રાખીને શુદ્ધ વસ્તુતત્ત્વને જૂએ છે. આ કારણે સૂક્ષ્મતમ છે.
નયોની આ સંક્ષિપ્ત તેમજ સ્થૂલ પરિભાષા છે. સામે નય ભલે ને એક બીજાથી જુદા હોય, કે વિરુદ્ધ લાગતા હોય પરંતુ અંતર્ગત રૂપથી પ્રત્યેક બીજા નયની સાથે અપેક્ષા સંબંધ રાખે છે. આને જ સાપેક્ષભાવ કહેવાય છે. સાપેક્ષભાવનો અભાવ હોય તો નય સુનય ન રહેતા નયાભાસ થઇ જાય છે.
પોતાની દૃષ્ટિનું પ્રાધાન્ય રાખવા છતાં પણ વિરોધી દૃષ્ટિનો સ્વીકાર કરવો તેમ જ એ દૃષ્ટિને નકારી ન દેવી એટલે સાપેક્ષભાવ. આ સાપેક્ષભાવ જ નયવાદનું હાર્દ છે. સાપેક્ષતા જ સંવાદિતાની જનેતા છે. રાગદ્વેષના વિલય સ્વરૂપ માધ્યસ્થ ભાવની સંપ્રાપ્તિ સંવાદિતાથી થાય છે. જેમાં મુખ્ય હેતુ સાપેક્ષ દૃષ્ટિકોણ હોય છે. દરેક દર્શન જો પ્રમાણ સાથે નયને જોડી દે તો આપમેળે જ વિરોધ ખતમ થઈ જશે અને વસ્તુતત્ત્વનું યથાર્થ તેમજ સંપૂર્ણ દર્શન થઈ શકશે. જરૂરત છે કે દરેક દર્શન નયોની ઉપયુક્તતાનો સ્વીકાર
કરે.
- વૈરાગ્યરતિવિજય
વિ.સં. ૨૦૭૧, ભાદરવા વદ ૧૦ શ્રુતભવન, પૂણે