________________
अर्वाचीन गुजराती कृति
१५१
છે, તે ભેદક છતાં પણ દ્રવ્ય તેનું તે જ રહે. એટલે પૂર્વે અનુભવ કરેલું જ્ઞાન જેનાથી થાય, તે દ્રવ્યનો નિત્ય સ્વભાવ” કહેવાય છે.
જે દ્રવ્યના પર્યાયમાં પરિણામ-રૂપાંતર થાય અર્થાત્ જેના રૂપમાં ઉત્પાદ-વ્યય રહેલા છે, તે દ્રવ્યનો ‘અનિત્ય સ્વભાવ છે.
સહભાવી સ્વભાવના જે એક રૂપને લઇને આધાર થાય, તે દ્રવ્યનો એક સ્વભાવ કહેવાય છે. જેમ રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો એક આધાર ઘડો છે, તેવી રીતે એક દ્રવ્યની અંદર વિવિધ પ્રકારના ધર્મનો આધાર, તે દ્રવ્યનો ‘એક સ્વભાવ’ કહેવાય છે.
એકમાં અનેક સ્વભાવ જોવામાં આવે, તે દ્રવ્યનો ‘અનેક સ્વભાવ કહેવાય છે. જેમ માટી એક દ્રવ્ય છે. પણ તેની અંદર બીજા અનેક દ્રવ્યનો પ્રવાહ રહેલો હોય છે, તેથી તે દ્રવ્ય અનેક સ્વભાવી ગણાય છે.
આકાશ એક દ્રવ્ય છે, પણ તેની અંદર ઘટાકાશ વિગેરે ભેદ જોવામાં આવે છે. એક ગુણ અને બીજો ગુણી, એક પર્યાય અને બીજો પર્યાયી વિગેરે સંજ્ઞા અને સંખ્યા વિગેરે લક્ષણાદિકના ભેદ એક દ્રવ્યમાં પાડી શકાય છે, તેથી તે દ્રવ્યનો ભેદ સ્વભાવ” કહેવાય છે.
એ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજન, ગુણ, ગુણી વિગેરેનો એક સ્વભાવ હોવાથી, અભેદવૃત્તિએ દ્રવ્યનો ‘અભેદ સ્વભાવ” પણ કહેવાય છે.
એક જ દ્રવ્ય અનેક કાર્ય-કારણની શક્તિવાળું હોય, તે ભવિષ્ય કાળમાં પર સ્વરૂપાકાર થઈ શકે છે, તેથી દ્રવ્યનો તે ‘ભવ્ય સ્વભાવ છે.
જે ત્રણે કાળ પર સ્વરૂપમાં મળે તો પણ પર સ્વરૂપાકાર ન થાય, તે દ્રવ્યનો ‘અભવ્ય સ્વભાવ છે. જે જે પરિણામિક ભાવ મુખ્ય હોય, તે દ્રવ્યનો પરમભાવ સ્વભાવ' છે. જે મકે- ‘જ્ઞાન સ્વરૂપ આત્મા’.
આ પ્રમાણે દ્રવ્યના અગીયાર સ્વભાવ જાણવા યોગ્ય છે. આ તેના સંક્ષિપ્ત અર્થ કહેલા છે. વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ અન્ય ગ્રંથોમાં જોઈ લેવું.
હવે દ્રવ્યના દશ વિશેષ સ્વભાવ સંક્ષેપથી કહે છેઃ
જે ચેતનપણાનો વ્યવહાર પ્રવર્તે છે. તે દ્રવ્યનો “ચેતન સ્વભાવ છે, અને તેનાથી ઉલટી રીતે જે પ્રવર્તે તે દ્રવ્યનો “અચેતન સ્વભાવ છે.
જે દ્રવ્ય રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ વિગેરેને ધારણ કરે, તે તેનો ‘મૂર્ત સ્વભાવ છે. તેથી જે ઉલટો તે અમૂર્ત સ્વભાવ છે.
એકત્વ પરિણતિ અને અખંડ આકારના સંનિવેશનું જે ભાજનપણું તે “એકપ્રદેશ સ્વભાવ છે. વળી જે ભિન્ન પ્રદેશની કલ્પનાએ કરીને અનેક પ્રદેશ વ્યવહારનું યોગ્યપણું હોય, તે દ્રવ્યનો ‘અનેક સ્વભાવ છે.
દ્રવ્ય પોતાના સ્વભાવથી જુદી રીતે વર્તે છે, તેથી તેનો ‘વિભાવ સ્વભાવ છે. દ્રવ્ય કેવળ શુદ્ધ અને ઉપાધિભાવ રહિત અંતર્ભાવ પરિણમન પણ હોઈ શકે છે, તે તેનો શુદ્ધ