________________
अर्वाचीन गुजराती कृति
१५५
(૧) કપાધિનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક :-નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ-એ ચારે ગતિ સંસાર કહેવાય છે, અને તેમાં જે જીવોનું ગમનાગમન થાય તે સંસારી જીવ કહેવાય છે. એ સંસારી જીવ શુદ્ધ નિશ્ચય નયથી આઠ રૂચક પ્રદેશપ્રમાણ નિર્મળ છે. અને તેથી સર્વ સંસારી પ્રાણી માત્રને સિદ્ધ સમાન ગણીએ, એટલે તેનો સહજ ભાવ જે શુદ્ધાત્મ સ્વરૂપ તેને આગળ કરીએ અને તેમના ભવપર્યાય એટલે સંસારિક ભાવ છે તેને ગણીએ નહિ અર્થાત્ તેની વિરક્ષા ન કરીએ, તે ‘કર્મોપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય' કહેવાય છે, એ ઉપરથી એમ સમજવાનું છે કે-ચૌદ ગુણસ્થાનક અને ચૌદ માર્ગણાની અપેક્ષા સંસારી જીવમાં અશુદ્ધ નયની વિવક્ષા થાય છે. પણ માત્ર ભાવનું જ ગ્રહણ થાય તે આત્મા શુદ્ધ નયની વિવક્ષાથી સિદ્ધ સમાન જ છે.
(૨) ઉત્પાદવ્યય ગૌણત્વે સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક :- 'ઉત્પાદ્રવ્યયધ્રોવ્યયુ સ’ એવું તત્ત્વાર્થનું વચન છે. એટલે જે પદાર્થની ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા છે તે પદાર્થ સત્ છે. દ્રવ્યાર્થિક નયના આ બીજા ભેદમાં ઉત્પાદ અને વ્યયની ગૌણતા અને સત્તાની એટલે નિત્યપણાની મુખ્યતા બતાવી. અને જ્યારે ઉત્પાદ વ્યયને ગૌણ મનાય ત્યાં સત્તા માત્ર માન્ય રહે છે, અને તેથી આ નયથી દ્રવ્યના નિત્ય સ્વરૂપનું પ્રહણ થાય છે. અને જે નિત્ય છે. તે ત્રણે કાળમાં નિશ્ચય સ્વરૂપે રહે છે. જો કે દરેક દ્રવ્યના પર્યાય ક્ષણે ક્ષણે પરિણામી એટલે રૂપાંતરને પામનારા છે. તથાપિ જીવ તથા પુદ્ગલાદિ દ્રવ્યની સત્તા કદી પણ ચલાયમાન થતી નથી. આ પ્રમાણે દ્રવ્યના નિત્યપણાને લીધે દ્રવ્યની ઉત્પત્તિ અને નાશનું ગૌણપણું કરી તેની સત્તાને મુખ્ય મનાવે, તે બીજો ‘ઉત્પાદ-વ્યય-ગૌણત્વેન સત્તા ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નય’ કહેવાય છે.
(૩) ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક :-જેમાં ભેદની કલ્પના નથી. જેવી રીતે જીવદ્રવ્ય તથા પુદ્ગલાદિ દ્રવ્ય પોતપોતાના ગુણપર્યાયથી અભિન્ન છે, તેવી રીતે જેમાં ભેદકલ્પના નથી તે ત્રીજો ભેદ કહ્યો છે. જો કે દ્રવ્યનો ગુણપર્યાયથી ભેદ જણાય છે, તો પણ ભેદનું અર્પણ નહિ કરતાં માત્ર અભેદનું જ ગ્રહણ કરીએ તો આ ત્રીજો ભેદ સિદ્ધ થાય છે. તેથી જે દ્રવ્ય છે તે જ ગુણ અને તે જ પર્યાય છે, કારણ કેતદાત્મકપણું છે. જેમ એક મોટા વસ્ત્રને ફાડીને તેમાંથી જ નાનું વસ્ત્ર કાઢ્યું હોય, તો તે નાનું વસ્ત્ર મોટા વસ્ત્રનો પર્યાય હોવાથી તેમાં જ સમાઈ શકે છે. તેવી જ રીતે જેટલા ગુણ અને પર્યાય છે તે સઘળા તદાત્મકપણાથી દ્રવ્યરૂપ જ છે. ભેદ અને અભેદ આ સ્થળે વિવક્ષાને અનુસારે જાણવા જોઈએ. અર્થાત્
જ્યારે દ્રવ્યપણાની વિવક્ષા કરવામાં આવે ત્યારે દ્રવ્યપણાથી ગુણપર્યાય અભિન્ન જ છે, અને જ્યારે પર્યાયરૂપથી વિરક્ષા કરીએ ત્યારે દ્રવ્યથી ગુણપર્યાય ભિન્ન છે.
() કર્મોપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક જ્યારે આત્મા કર્મને ગ્રહણ કરે છે, ત્યારે તે કર્મોપાધિ સહિત કહેવાય છે, અને કર્મના સંયોગથી આત્મિક દ્રવ્યની અશુદ્ધતા તે આ ચોથો ભેદ કહ્યો છે. આનું લક્ષણ એવું છે કે-આત્મા કર્મભાવમય થાય છે એટલે કર્મની પ્રકૃતિ આત્મપ્રદેશ સાથે એકત્ર થાય છે, ત્યારે આત્મા તાદેશરૂપ અર્થાત્ કર્મસ્વરૂપ દેખાય છે. ક્રોધની કર્મપ્રકૃતિ ઉદયથી આત્મા ક્રોધી કહેવાય છે, માનકર્મના ઉદયથી જીવ માની કહેવાય છે. જેમ લોઢાનો ગોળો અગ્નિમાં મૂકી રાતો બનાવ્યો હોય તે કાળે તે ગોળાને અગ્નિરૂપ જાણવો. આત્મા સ્વભાવે શુદ્ધ છે. ક્રોધમોહાદિ ઉદયથી તે જ્યારે ક્રોધમય કે મોહમય