________________
१५६
नयामृतम्-२
બની જાય છે, તે સમયે આત્માને તે રૂપ જાણવો એ આ નયથી સિદ્ધ થાય છે. આવા જ કારણસર આત્મિક દ્રવ્યના આઠ કર્મની ઉપાધિથી આઠ ભેદ કહ્યા છે.
(૫) ઉત્પાદ વ્યય સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક :-એક જ સમયમાં દ્રવ્યનો ઉત્પાદ વ્યય અને ધ્રુવ થાય છે. કોઈ કહેશે કે એક જ વખતે તે ત્રણે ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યસ્વરૂપ એક જ પદાર્થમાં કેવી રીતે થઈ શકે? તો તેનો જવાબ એવો છે કે-જેમ સોનાના કડાની ઉત્પત્તિનો જે સમય છે તે સોનાના બાજુબંધને નાશ કરવાનો પણ સમય છે, પણ એ બંને પૂર્વાપર પર્યાયમાં સુવર્ણ તે ધ્રુવ (નિત્ય) સ્વરૂપથી વિદ્યમાન છે. વળી ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યરૂપ માનવાથી પ્રમાણવચન થાય છે, પણ નયવચન ન થાય એમ માનવું એ પણ ખોટું છે. કેમકે મુખ્ય અને ગૌણભાવને ગ્રહણ કરીને આ લક્ષણોનું ગ્રહણ થવાથી સૌ પોતપોતાના અર્થગ્રહણમાં મુખ્ય નય છે પણ પર અર્થમાં નથી.
(૬) ભેદકલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક :- જે દ્રવ્ય ભેદભાવની કલ્પનાને ગ્રહણ કરે છે, અર્થાત્ આ નયમાં ભેદકલ્પનાની અપેક્ષા રહે છે, “માત્મનઃ પુન:' એટલે આત્માના શુદ્ધ ગુણો. આ સ્થળે આત્મા અને તેના ગુણોને જુદા દર્શાવ્યા. જેમકે “મક્ષોઃ પાત્ર એટલે ભિક્ષનું વાસણ. હવે વાસણ અને ભિક્ષુ જેમ જુદા કીધા, તેમ આત્મા અને તેના ગુણોને છઠી વિભક્તિથી જુદા પાડ્યા, તે ભેદભાવની કલ્પના કહેવાય. હવે ખરું જોતાં ભિક્ષુ અને પાત્રનો જેવો ભેદ છે તેવા ભેદ આત્માનો અને તેના જ્ઞાનાદિક ગુણોનો નથી, અર્થાત્ ગુણ ગુણીનો ભેદ નહિ, તો પણ ભેદની કલ્પનાની અપેક્ષાવડે અશુદ્ધ દ્રવ્યાર્થિક નયના મત પ્રમાણે એમ કહી શકાય છે.
(૭) અન્વય દ્રવ્યાર્થિક :-દરેક દ્રવ્યનો અન્વય તેના ગુણપર્યાયને વિષે હોય છે, એટલે દ્રવ્ય એક ગુણપર્યાય સ્વભાવી હોય છે. જેમકે ઘટ દ્રવ્ય છે તેનો રૂપાદિક ગુણ અને કંબુગ્રીવાદિ પર્યાયમાં અન્વય છે, કારણ કે ગુણપર્યાયના રહેવાથી ઘટ આદિ દ્રવ્ય અવશ્ય રહે છે અને તે અન્વય કહેવાય છે. જેના રહેવાથી જેની ઉત્પત્તિ થાય તે તેનો અન્વય છે. જેમ કે-દંડ સત્તામાં ઘટની ઉત્પત્તિ છે. એટલે દંડ હોય તો ઘટની ઉત્પત્તિ થાય છે, માટે આ અન્વય કહેવાય છે. દ્રવ્ય સ્વરૂપનો સંપૂર્ણ રીતે ગુણપર્યાયમાં અન્વય છે. તેથી કરીને જ્યારે દ્રવ્ય સ્વરૂપ જણાય છે, ત્યારે તેના સર્વ ગુણપર્યાય જાણેલા કહેવાય છે. માટે એક સ્વભાવના અન્વયથી સાતમો ભેદ સમજવો.
(૮) સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક --પોતપોતાના દ્રવ્ય આદિને ગ્રહણ કરવાવાળો આઠમો દ્રવ્યાર્થિક નયનો ભેદ છે. આદિ શબ્દથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ-એ ચારેનું ગ્રહણ થાય છે, ઘટ આદિ પદાર્થ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ તથા સ્વભાવથી સત્ રૂપપણે જ દેખાય છે. સ્વદ્રવ્યથી ઘટ મૃત્તિકાનો બનેલો છે, સ્વક્ષેત્રથી પાટલીપુરનો છે, સ્વકાળથી અમુક ઋતુનો છે અને સ્વભાવથી ઘટ શ્યામ કે રક્ત છે. આ પ્રમાણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ-એ ચારેમાં ઘટ દ્રવ્યની સત્તા સિદ્ધ થાય તે પ્રમાણ છે-સિદ્ધ છે. માટે “સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નય’ નામનો આઠમો ભેદ જાણવો.
(૯) પરદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક-આ નવમો ભેદ આઠમા ભેદથી ઉલટો છે, એટલે ‘પદ્રવ્યાદિ